દર વર્ષે 14 અથવા તો 15 તારીખે જ શા માટે ઉજવાય છે ઉત્તરાયણ જાણો

દર વર્ષે જ્યારે નવા વર્ષની શરુઆત થાય છે ત્યારબાર જાન્યુઆરી મહિનામાં આવતો સૌથી મોટો તહેવાર મકર સંક્રાંતિ હોય છે. મકર સંક્રાંતિને લોકો ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવે છે. હિંદુ કેલેન્ડર મુજબ મકર સંક્રાંતિનો તહેવાર પોષ મહિનાની દ્વાદશીની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષ એટલે કે વર્ષ 2022ની મકર સંક્રાંતિની વાત કરીએ તો આ વર્ષે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી અને શુક્રવારે ઉજવવામાં આવી રહી છે. પરંતુ પંચાંગના તફાવતને કારણે કેટલીક જગ્યાએ 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવવામાં આવશે.

image soucre

મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફ જાય છે. જેનો અર્થ થાય છે કે સૂર્ય ઉત્તર તરફ આગળ વધે છે. આ દિવસ પછીથી દિવસો લાંબા અને રાત ટૂંકી થવા લાગે છે. જ્યોતિષ શાસ્ત્રની માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. જેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે.

મકરસંક્રાંતિથી તમામ પ્રકારના શુભ કાર્ય ફરીથી શરૂઆત થાય છે. મકરસંક્રાંતિ પર પવિત્ર નદીઓમાં સ્નાન, પૂજા અને દાન કરવાનું વિશેષ મહત્વ છે. મકરસંક્રાંતિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાનું અનેરું મહત્વ છે. આ વાતો તો આજ સુધી તમે પણ જાણી હશે પરંતુ શું તમને પણ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે મકરસંક્રાંતિ દર વર્ષે 14 કે 15 જાન્યુઆરીએ જ શા માટે ઉજવાય છે ?

image soucre

સામાન્ય રીતે દરેક તહેવાર તિથિ અનુસાર ઉજવાય છે પરંતુ આ તહેરવા દર વર્ષે આ બે તારીખોમાંથી એક તારીખે જ ઉજવાય છે. તેનું કારણ શું છે તે પણ આજે જાણીએ.

મકરસંક્રાંતિ પર સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. હિંદુ કેલેન્ડર ચંદ્રમા પર આધારિત છે તેથી તમામ તહેવારોની તારીખો દર વર્ષે બદલી જાય છે. પરંતુ આપણે સૌ હાલમાં જે કેલેન્ડરનો ઉપયોગ કરીએ છીએ તે સોલર કેલેન્ડર એટલે કે સૂર્ય પર આધારિત કેલેન્ડર છે. અને મકરસંક્રાંતિ એવો તહેવાર છે જે ધરતી સામે સૂર્યની સ્થિતિને આધારે ઉજવાય છે. જે દર વર્ષે એક જ તારીખે હોય છે. આ સિવાય ચંદ્રમાની સ્થિતિમાં થોડો ફેરફાર દર વર્ષે હોય છે જેના કારણે આ તહેવાર 14 જાન્યુઆરી અથવા તો ક્યારેક 15 જાન્યુઆરીએ ઉજવાય છે. પરંતુ સૂર્યનું સ્થાન આ તહેવારમાં મહત્વનું હોય છે એટલે તેની અંગ્રેજી તારીખ બદલતી નથી.

image soucre

આ સિવાય જે વાત છે કે દિવસો લાંબા અને રાત ટુંકી રહે છે તે વાતનું કારણ પણ તારીખ સાથે જોડાયેલું છે. જેમકે ઉત્તરી ગોળાર્ધમાં આ તારીખ એટલે કે 14 કે 15 જાન્યુઆરી બાદ સૂર્યાસ્તનો સમય ધીમેધીમે લંબાતો જાય છે. જ્યારે 20 માર્ચ આવે છે ત્યારે દિવસ અને રાત બંને સરખા હોય છે. કારણ કે ત્યારે સૂર્ય ઉત્તરી ગોળાર્ધમાં મધ્યમાં હોય છે. આ સમયથી ઠંડી ઓછી થાય છે અને ગરમી વધે છે.