ચોંકાવનારો ખુલાસો : ડિસેમ્બરમાં માત્ર ચીનમાં જ નહીં ફ્રાંસમાં પણ નોંધાયો હતો કોરોનાનો પહેલો કેસ

ફ્રાંસમાં કોરોના વાયરસનો પહેલો કેસ જાન્યુઆરીમાં સામે આવ્યો હતો. પરંતુ એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે અહીં પણ એક વ્યક્તિ 27 ડિસેમ્બરે કોરોના સંક્રમિત નોંધાયો હતો. આ દાવો એ જાણવામાં મદદ કરશે કે ફ્રાંસમાં કોરોના કેવી રીતે અને ક્યાંથી ફેલાયો છે.

image source

એવેસિને એન્ડ જીન વર્જિયર હોસ્પિટલના ડોક્ટર યેવ્સ કોહેનના નેતૃત્વમાં ફ્રાંસીસી શોધકર્તાઓએ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં હોસ્પિટલમાં આવેલા 24 દર્દીના સેમ્પલ લીધા હતા અને તેના ટેસ્ટ કર્યા હતા જેમને ફ્લૂના લક્ષણ નેગેટિવ આવ્યા હતા.

ઈંટરનેશનલ જર્નલ ઓફ એંટીમાઈક્રોબાયલ એજન્ટમાં પબ્લિશ આ રિસર્ચમાં જાણવા મળ્યું કે અલ્ઝીરીયામાં જન્મેલા 42 વર્ષીય એક વ્યક્તિ કોવિડ 19 સંક્રમિત હતા. WHOનું આ મામલે કહેવું છે કે આ વાત આશ્ચર્ય પમાડે તેવી નથી. સંસ્થાના પ્રવક્તાનું કહેવું છે કે શક્ય છે કે કોવિડ 19ના આ પહેલા પણ કેટલાક કેસ સામે આવ્યા હોય.

image source

તેમણે દુનિયાભરના દેશોને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે તે 2019ના અંત સુધીમાં કોરોનાના કેસના રેકોર્ડની તપાસ કરે. કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે અધ્યયનના પરીણામોની તપાસ કરવાની જરૂર છે. યૂનિવર્સિટી ઓફ લીડ્સમાં વિશેષજ્ઞ સ્ટીફન ગ્રીફિનનું કહેવું છે તે આ મહત્વપૂર્ણ અધ્યયન છે. આ અધ્યયન પર ધ્યાન આપવાની અને તેનું વિષ્લેષણ કરવાની જરૂર છે.

આ રીસર્ચને લીડ કરનાર કોહેનનું કહેવું છે કે આ મામલે સૌથી પહેલા એ જાણવું વધારે પડતી ઉતાવળ ગણાશે કે ઓગસ્ટમાં અલ્ઝીરિયાથી આવેલો એક વ્યક્તિ ફ્રાંસમાં કોરોનાનો પહેલો દર્દી હતો. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ચીનની સાથે લિંક ન મળતી હોવાથી અને હાલમાં યાત્રા ન હોવાના કારણે એવું લાગે છે કે વાયરસ ફ્રાંસમાં ડિસેમ્બરના અંત સુધીમાં ફેલાયો હતો.

image source

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ચીનમાંથી આ વાયરસ ફેલાયો હોવાની જ ચર્ચા છે. ફ્રાંસમાં પણ અન્ય દેશની જેમ ડિસેમ્બરના અંત બાદ સંક્રમણ વધ્યું હોવાનું અનુમાન છે. ફ્રાંસમાં અત્યાર સુધીમાં 25 હજાર લોકોનું મૃત્યુ કોરોના વાયરસના કારણે થઈ ચુક્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત