Site icon News Gujarat

ફ્રિઝ સાફ કરવા આ રીતે કરો બેકિંગ સોડાનો ઉપયોગ, જાણો બીજી આ કિચન ટિપ્સ વિશે, જે તમને આવશે પળેપળે કામમાં

મ કે આપણે સૌ જાણીએ છીએ કે ક્યારેક ક્યારેક રસોડાના કામકાજમાં યોગ્ય કિચન ટિપ્સ કામ આવી જાય તો સમય અને શ્રમ બંનેની બચત થાય છે. આવી અનેક કિચન ટિપ્સ હોય છે અને અમે અહીં સમયાંતરે આવી કિચન ટિપ્સ ગૃહિણીઓ માટે પ્રકાશિત કરીએ જ છીએ. ત્યારે આજના આ લેખમાં પણ અમે થોડી ઉપયોગી કિચન ટિપ્સ લઈને આવ્યા છીએ. તો ચાલો જાણીએ કઈ છે એ કિચન ટિપ્સ…

ફ્રીજ સાફ કરવા

image source

ફ્રીજના અંદરના ભાગને વ્યવસ્થિત રીતે સાફ કરવા માટે ગરમ પાણી અને બેકિંગ સોડાનો ઉપયોગ કરવો. આમ કરવાથી ફ્રીજના અંદરના ભાગ સ્વચ્છ થઈ જશે.

દાળને સ્વાદિષ્ટ બનાવવા માટે

image source

મિક્સ વેજ કટલેટ બનાવતા હોય ત્યારે શાક બાફી લીધા બાદ જે પાણી વધે તે પાણીનો ઉપયોગ દાળ પકાવતી વખતે કરવો, આનાથી દાળ વધારે સ્વાદિષ્ટ બનશે.

પનીરને એકદમ સોફ્ટ બનાવવા માટે

image source

જો તમે પનીરનું શાક બનાવી રહ્યા છો અને તેમાં પનીરને સોફ્ટ પણ રાખવા ઈચ્છો છો તો પનીરનું શાક બનાવતી વેળાએ તેને તળી લીધા બાદ તરત ગરમ પાણીમાં નાખી દેવું, આમ કરવાથી પનીર એકદમ સોફ્ટ અને મુલાયમ બનશે.

મસાલાને લાંબા સમય સુધી સાચવવા માટે

image source

બારે માસ માટે સંગ્રહ કરાયેલા દળેલા મસાલા ખરાબ થઈ જવાની સમસ્યા રહેતી હોય છે. આમ ન થાય તે માટે મસાલામાં આખું મીઠું લઈ તેની કપડામાં પોટલીઓ બાંધી તે પોટલીઓ મસાલા સાથે રાખી દેવી જેથી મસાલા ખરાબ થવાનો ભય નહીં રહે.

ચીકણાં વાસણો સાફ કરવા માટે

image source

ક્યારેક ક્યારેક ચીકણા વાસનોની સફાઈ કરવી અઘરું કામ બની જતું હોય છે. ચીકણા વાસણોને સહેલાઈથી સાફ કરવા માટે કપડામાં સરકો લઈ ચીકાશ વાળી જગ્યાએ ઘસવું અને ત્યારબાદ સાબુથી વાસણ ધોઈ લેવું. આમ કરવાથી વાસણની ચીકાશ દૂર થઈ જાય છે.

અથાણું જલ્દી ઓગળી જતું હોય તો

image source

જો તમે અથાણું બનાવ્યું હોય અને તેના મસાલા લાંબા સમય સુધી ખાવાલાયક રહે તેમ ઇચ્છતા હોય તો જ્યારે અથાણું બનાવો ત્યારે તેમાં મીઠાનું પ્રમાણ થોડું વધુ રાખવું

ખીર કે કસ્ટર્ડ બનાવતી વખતે

જો તમે ઘરે ખીર અથવા કસ્ટર્ડ બનાવી રહ્યા છો તો તેના માટે ભારે અને વજનદાર તળિયું હોય તેવા વાસણનો ઉપયોગ કરવો, આમ કરવાથી વાસણ પણ નહિ દાઝે અને ખીર કે કસ્ટર્ડ પણ સ્વાદિષ્ટ બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version