ઠગાઈની આવી કહાની તમારું મગજ ચકરાવી નાંખશે, જાણી લો અમદાવાદમાં ગઠિયાએ આ પ્રકારનો ફોન કરીને કેવી રીતે કરી છેંતરપિડીં

અમદાવાદમાં છેતરપિંડી થયાની વધુ એક ઘટના સામે આવી, આ પ્રકારે આવી રહ્યા છે ફોન.

આ ડિજિટલ યુગમાં છેતરપિંડીના ઘણા કિસ્સા બની રહ્યા છે. દિવસે ને દિવસે સાઇબર ક્રાઇમની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ભલભલા લોકો પણ આ ઈન્ટરનેટના માધ્યમથી થતી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.અમદાવાદમાં પણ છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ રીતે ઇન્ટરનેટની મદદથી છેતરપિંડીના કિસ્સા વધી રહ્યા છે.

image source

છેતરપિંડી કરનાર ટોળકી ફરી સક્રિય થઈ છે અને લોકો પાસેથી અવનવા રસ્તા અપનાવીને એમને ચેતરી રહ્યા છે. ત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં પણ આવી જ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક યુવકને પ્રધાનમંત્રી સીવણ કલાસીસ તાલીમ કેન્દ્રના નામે ફોન આવ્યો અને યુવકને સીવણ મશીન અને 1800 રૂપિયા લાગ્યા હોવાની લાલચ આપીને ઠગ ટોળકીએ 1.98 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

image source

સોલામાં રહેતા જીકેન પટેલ કાપડનો શો રૂમ છે અને બિઝનેસ કરે છે. ગઈ 25મી તારીખે તેઓને એક અજાણ્યા નંબર પરથી મિસ્કોલ આવ્યો હતો. એ પછીથી જે નંબર પરથી મિસ્કોલ આવ્યો હતો એ નંબર પર તેઓએ ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું કે હું સુરેશ પટેલ બોલું છું, તમે પૂજન સિલેક્શનમાંથી બોલો છો? આમ કહી ફોન કરનારે પોતે પ્રધાનમંત્રી સીવણ કલાસીસ તાલીમ કેન્દ્રમાંથી બોલે છે અને જીકેન ભાઈને મશીન, પ્રમાણપત્ર અને 1800 રૂપિયા લાગ્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ એને વોટ્સએપ નંબર પર જીકેનભાઈને ફોટો મોકલી આપતા તેઓ આ જાળમાં ફસાઇ ગયા હતા.

image source

ત્યારબાદ એ ફોન કરનારે એવું કહ્યું કે, આ બધું મેળવવા માટે કાલુપુર બેંકમાં તમારું એકાઉન્ટ હોવું જરૂરી છે. જેથી જીકેન ભાઈ પાસે પાસબુકના પહેલા પેજનો ફોટો અને આધારકાર્ડ માગવામાં આવ્યું હતું. જીકેન ભાઈએ તે બધું મોકલાવી દીધું હતું. બાદમાં સામે વાળા છેતરનાર વ્યક્તિએ તમારા ફોનમાં ઓટીપી આવશે તેમ કહી જીકેનભાઈ અને તેમના પરિવારના બીજા એકાઉન્ટમાંથી ધીરે ધીરે કરીને 1.98 લાખ રૂપિયા સેરવી લીધા હતા. સમગ્ર બાબતમાં તેઓ છેતરાયા હોવાનું માલુમ પડતા જ તેઓએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. જીકેનભાઈએ આ બધા પુરાવા સાથે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે આગળ તપાસ શરૂ કરી છે.

image source

સાયબર ક્રાઇમમાં પણ છેતરપીંડીની અરજીઓનો ઢગલો થઈ ગયો છે. અને પોલીસ સ્ટેશનમાં પણ હવે આવા અનેક કિસ્સા આવતા થયા છે જેમાં લોકોના રૂપિયા લૂંટાઈ રહ્યા છે અને લોકો છેતરાઈ રહ્યા છે. પણ લોકોએ હવે સતર્ક રહેવાની જરૂર છે અને આવા ફોન મેસેજની અવગણના કરી ઠગ ટોળકીને હરાવવી પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત