ફુલ સ્પિડમાં જતી મીની બસ ઘુસી ગઇ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં, અધધધ..વાહનોને થયુ નુકસાન, જોઇ લો તસવીરોમાં

એક મીની બસ પોતાની ધૂમ ઝડપે કોમ્પ્લેક્સ પાર્કિંગમાં ધસી આવી, બે વ્યક્તિના જીવ જોખમમાં મુકાયા

image source

ભાવનગર શહેરમાં પણ હિટ એન્ડ રન જેવો જ બનાવ સામે આવ્યો છે. આ ઘટના એવી છે કે અહીના મીની બસ ચાલકે સ્ટિયરિંગ પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો જેના કારણે તે એક કોમ્પલેક્ષના પાર્કિંગ લોટમાં ધસી ગઈ હતી. જો કે ત્યાં લોકો ઓછા હતા પણ તેમ છતાં આ ઘટનાના પગલે 20 જેટલા વાહનોને નુકસાન થયું છે તેમજ ૨ લોકોને ઈજાઓ પણ પહોચી છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેરના માધવ દર્શન ચોક પાસે આ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

image source

મળતી માહિતી મુજબ આ મીની બસના ચાલકે સ્ટીયરીંગ પરથી પોતાનું કાબુ ગુમાવ્યું હતું અને એણે અકસ્માતમાં બે વ્યક્તિઓને પણ અડફેટમાં લીધા હતા. જો કે અકસ્માત પછી આ બસ સીધા જ દર્શન કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ધસી ગઈ હતી. આ બનાવના કારણે પાર્કિંગ લોટમાં પાર્ક કરાયેલ 20 જેટલા બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અહી દર્શાવેલ તસ્વીરમાં બસને પોતાની તરફ આવતી જોઇને ભાગતો એક યુવાન જોવા મળી રહ્યો છે.

આ દુર્ઘટના બાદ તરત જ ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે આ અકસ્માત ઘટતા જ મીની બસનો ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ અંગે જાણકારી મળતા જ પોલીસ ઘટના સાથળે દોડી આવી હતી. પ્રસ્તુત તસ્વીરમાં બસને પોતાની દિશામાં આવતી જોઇને સાવધાન થઇ રહેલા યુવકને તમે જોઈ શકો છો..

image source

જો કે આ ઘટનામાં ડ્રાયવર ફરાર છે. પણ, આખી ઘટના સીસીટીવીમાં પકડાઈ ગઈ છે. અકસ્માતના થોડાક જ સમયમાં આ અંગેના વિડીયો ફૂટેજ પણ બહાર આવ્યા હતા. તપાસ દ્વારા આ બસ ખાનગી માલિકીની હોવાનું સામે આવ્યું છે. આ બસ ભાવનગરથી ગ્રામીણ વિસ્તારના લોકોની શહેર તરફની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી હતી. પ્રસ્તુત તસ્વીરમાં તમે અકસ્માત ઘટ્યા પછી બસમાંથી ઉતરતા મુસાફરોને જોઈ શકો છો.

image source

મળતી માહિતી મુજબ દર્શન કોમ્પ્લેક્સ વિસ્તાર એ શહેરનો જાણીતો વિસ્તાર ગણાય છે. બસ અહી રોંગ સાઇડમાં આવી રહી હોવાની માહિતી પણ મળી છે. આ કોમ્પ્લેક્સમાં અંદાજીત 500 જેટલી દુકાનો આવેલી છે. જો કે આ ઘટના બાદ બસ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પ્રસ્તુત તસ્વીરમાં તમે બસ મુકીને ભાગી જતા ચાલકને પણ જોઈ શકો છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે જે અકસ્માત બાદ ડરના કારણે તે બસ મુકીને ભાગી ગયો હતો. અન્ય તસ્વીરમાં બસને પોતાની તરફ આવતી જોઈને પાર્કિંગમાં બેઠેલા એક યુવકે દોટ મૂકી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત