એઈમ્સના ડાયરેક્ટર ડો ગુલેરિયાએ ફંગસને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું કે..’અડવાથી બ્લેક ફંગસ….’

કોરોનાના સંકટ વચ્ચે બ્લેક ફંગસ દેશના દરેક રાજ્ય માટે નવી મુસીબત સાબિત થઈ રહી છે. જેમ જેમ આ ફંગસના કેસ વધી રહ્યા છે તેમ તેમ તેને લઈને અલગ અલગ વાતો પણ સામે આવવા લાગી છે. કોરોનાથી રિકવર થયેલા દર્દીને આ બીમારી થતી હોવાથી લોકોને એ ભય પણ રહે છે કે આ બીમારી પણ સંક્રામક એટલે કે સ્પર્શ કરવાથી કે દર્દીની સાથે રહેવાથી ફેલાઈ શકે છે. આ વાતની સ્પષ્ટતા હવે સ્વાસ્થ્ય મંત્રાલયે કરી દીધી છે.

બ્લેક ફંગસ પર સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આ ફંગસ સંક્રામક બીમારી નથી. રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી ફંગસ થાય છે. તે સાયનસ, રાઈનો ઓર્બિટલ અને મગજમાં અસર કરે છે. તે નાના આંતરડામાં પણ જોવા મળી છે.

image source

બ્લેક ફંગસ બાદ વાઈટ અને યેલો ફંગસની વાત પણ સામે આવી છે ત્યારે તેના માટે પણ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે તેને અલગ અલગ રંગથી ઓળખ આપવી યોગ્ય નથી. આ અંગે એક પત્રકાર પરીષદ સંબોધી એઈમ્સના ડાયરેક્ટર ડો રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે આ એક જ ફંગસ છે, તેને અલગ અલગ રંગ સાથે નવા નામ આપવાનો કોઈ અર્થ નથી. આ સાથે આ બીમારી સ્પર્શ કરવાથી ફેલાતી નથી. બસ સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું હોય છે અને ઉકાળેલું પાણી પીવું જરૂરી છે.

image source

આ સિવાય હાલના સમયમાં કારણ વિના ગભરાઈ જવું નહીં અને જો નાકની અંદર દુખાવો થાય, ગળામાં દુખાવો થાય, ચહેરા પર સંવેદના ઘટી જાય, પેટમાં દુખાવો થાય તો આ લક્ષણોની અવગણના કરવી નહીં. ડોક્ટરનો સંપર્ક કરવો. તેમણે એમ પણ કહ્યું છે કે ફંગસના રંગ પર ધ્યાન આપવાને બદલે તેના લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ અને ઝડપથી ફાયદો થાય તેમ સારવાર શરુ કરવી જોઈએ.

image source

આ તકે તેમણે એમ પણ જણાવ્યું હતું કે રિકવરી રેટમાં વધારો થયા બાદ લોકોમાં પોસ્ટ કોવિડ સંડ્રોમ 12 સપ્તાહ સુધી રહી શકે છે. જેમાં શ્વાસ લેવામાં સમસ્યા, ઉધરસ, શરીરમાં દુખાવો, થાક, સાંધાનો દુખાવો, તણાવ, અનિદ્રા જેવી ફરિયાદો રહે છે. તેના માટે કાઉંસલિંગ, રિબાબિલિટેશન અને ટ્રીટમેન્ટ જરૂરી છે. આ કામમાં યોગ પણ મદદ કરી શકે છે.

તેમણે અંતે જણાવ્યું હતું કે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ ઓછું જોવા મળ્યું હતું. એટલે એવું પણ નથી કે ત્રીજી લહેરમાં કોવિડ બાળકોને વધારે સંક્રમિત કરશે જ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *