લોકડાઉનની રજામાં બાળકો આ રીતે કરી રહ્યા છે મજા, આ ફની તસવીરો જોઇને તમને હસી-હસીને દુખી જશે પેટ

લોકડાઉન દરમિયાન બાળકોના આ પરાક્રમોની તસવીરો તમને હસાવી હસાવીને લોટપોટ કરી મુકશે

હાલ માત્ર ભારતમાં જ નહીં પણ કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વના મોટા ભાગના દેશોમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકો ઘરેથી કામ કરવાને મજબૂર બન્યા છે તો વળી કેટલાકને ઘરે જ કામ કર્યા વગર બેસી રેહવાનો વારો આવ્યો છે. આવા સમયે બાળકોની શાળાઓ પણ બંધ છે માટે તેમને ભણાવવવા અને 24 કલાક તેમના પર નજર રાખવી માતા પિતા માટે એક ભારે અઘરુ કામ થઈ પડ્યું છે. અને આ દરમિયાન બાળકો વિવિધ પરાક્રમો પણ કરતા જોવા મળે છે. તો ચાલો જોઈએ તેમની કેટલીક રમૂજી તસ્વીરો.

image source

નાનકડી ઢીંગલીનું નાનકડું એક્સિડન્ટ. આ બાળકીનો આ પ્રથમ હીટ એન્ડ રન અકસ્માત. તેણીએ પોતાના ગાર્ડનમાં રહેલા લાઇટ પોલને ટક્કર મારીને તોડી નાખ્યો છે અને તરત જ વાહનને ત્યાં જ પડતુ મુકીને ઘટના સ્થળેથી ભાગી ગઈ છે.

image source

આ બાળકને તેની માતાએ શાળાના એક પ્રોજેક્ટ માટે તેને તૈયાર કર્યો હતો. આજે જ્યારે ક્લાસની ઝૂમ મિટિંગ થઈ ત્યારે તેમને ખબર પડી હતી કે શીક્ષકે તો કોઈ પેઇન્ટીંગ કે ડ્રોઇંગ તૈયાર કરવાનું કહ્યું હતું બાળકને તૈયાર કરવા નોહતું કહ્યું. આ બાળકને પોતાની આ તસ્વીર આખું જીવન યાદ રહેશે.

image source

આ બાળકનું પરાક્રમ જોઈને તો તમે ખડખડાટ હસી પડશો. આ બાળકને સેનેટરી નેપ્કીથી ભરેલું એક પેકેટ મળી ગયું. અને સ્વાભાવિક રીતે બાળકને તે કોઈ સ્ટીકર્સ લાગ્યા અને બાળકે ઢગલા બંધ સેનેટરી નેપ્કીનને દીવાલો પર ચોંટાડી દીધા છે. હવે તેની મમ્મી તેને વારંવાર તેના આ પરાક્રમ બદલ આખું જીવન ચીડવે રાખશે.

image source

લોકડાઉનની અસર તો જુઓ બાળકો બાળકોને જ રાંધવા લાગ્યા છે. આ તસ્વીરમા તમે જોઈ શકો તેમ બાળકો ટોય કીચનમાં રમી રહ્યા છે. બાળકીએ તેના નાના ભાઈ કે નાની બહેનને ઓવનમાં મુકી દીધો છે, જાણે તે કોઈ કેક ન હોય ! બાળકો ખરાખરા પરાક્રમ કરી રહ્યા છે.

image source

આ બાળક તેની માતાના ટૂથ બ્રશથી તેના પોટ્ટી ટ્રેનિંગ ટબને ધોઈ રહ્યું છે. હવે તમે કલ્પના કરી શકો છો કે લોકડાઉન દરમિયાન યુ.એસ.એના માતાપિતાનો સમય કેવી રીતે પસાર થઈ રહ્યો છે. ક્યાંક તમારું બાળક પણ આવા કોઈ પરાક્રમ ઘરે નથી કરી રહ્યું ને ! જરા ધ્યાન રાખજો તમે પણ !

image source

આ ઢીંગલો પોતાની ખુરશીમાં બેસીને ધ્રૂસકેને ધ્રૂસકે રડી રહ્યો છે. જો કે તેમાં તેની માતાનો કે મોટા ભાઈનો કોઈ વાંક નથી પણ તેણે પોતાની જાતે જ પોતાના હાથને નુકસાન પહોંચાડ્યું છે અ પછી ભાઈથી દુઃખ સહન ન થતાં રડવા લાગ્યા.

image source

આ તસ્વીરને તો સ્પષ્ટતાની કોઈ જરૂર જ નથી. એક તો માંડ માંડ કેક બની ઉપરથી નાનકડા દીકરાએ કર્યું આવું પરાક્રમ. હવે કોણ ખાશે આ કેક. આ તસ્વીર જોઈને તો આ બાળક જ્યારે મોટું થશે ત્યારે પણ પારાવાર પછતાશે. આ તસ્વીરને લઈ તેના ભાઈ બહેન પણ તેને ચીડવે રાખશે.

image source

આ તસ્વીર તો આ બાળકને તેના બાળપણની અવારનવાર યાદ અપાવતી જ રહેશે. આ બાળકના વાળ તેના 7 વર્ષના ભાઈએ કાપ્યા છે. જાણે કોઈ વૃદ્ધ માણસના વાળ હોય તેવી આ નાનકડા બાળકની હેરસ્ટાઇલ છે. વચ્ચે ટાલ અને આજુ બાજુ વાળ. હવે તેને માત્ર ચશ્મા અને લાકડીની જ જરૂર છે.

image source

બાળકોએ માતાપિતા સામે જાહેર કર્યું યુદ્ધ – બળવાખોરી કરતો પત્ર લખ્યો કંઈક આ રીતે. બાળક આ નાનકડી નોંધમા લખે છે કે અમારે ઘરનો બધી જ સત્તા જોઈએ છે. અમે મનફાવે ત્યાં સુધી ટીવી જોઈશું. જો તમે આ એગ્રીમેન્ટ સાઇન નહીં કરો તો અમે તમારા સામે યુદ્ધ જાહેર કરી દઈશું.

image source

બાળકોની કલ્પના પણ ખરી હોય છે. અને તેઓ કલ્પના ભલે ધડમાથા વગરની કરે પણ પોતાના માતાપિતા પાસે પણ આગ્રહ રાખે છે કે તેને તેમણે સાચી માનવી. આ તસ્વીરમાં એક બાળકીએ ચોકને વિચિત્ર રીતે ગોઠવ્યા છે. જેનો કોઈ જ આકાર સ્પષ્ટ નથી તેમ છતાં તેણી પોતાની માતાને એમ માનવા જીદ કરી રહી છે તે કોઈ કાચબો છે. ભારે કરી આ બાળકીએ તો !

image source

આ બાળકને ABCD શીખવીને તેના માતાપિતાને ભારે પછતાવો થઈ ગયો હશે. કારણ કે તેણે પોતાના જ્ઞાનનું પ્રદર્શન સ્લેટ કે દીવાલ પર નહીં પણ એસયુવીની કાર સીટ પર કરી દીધું છે. ભારે ભણેશ્રી બાળક છે આ તો !

image source

આ બાળકીને નાહવાની તો એટલી ચનક લાગી છે કે તેણે પોતાની સાઇઝનું ટપ પણ નાહવા માટે પસંદ કરી લીધું છે. પણ તકલીફ એ છે કે આ કોઈ બાથટપ નહીં પણ ટોઇલેટ ટબ છે. ભારે કરી આ ઢીંગલીએ તો !

image source

કોરોના વાયરસના કારણે આ માતાને ઘરેથી જ કામ કરવું પડી રહ્યું છે. કોરોના વાયરસ જાણે ઓછો ડરાવતો હોય તેમ તેનો ચાર વર્ષનો દીકરો પણ ડાઇનીંગ ટેબલ પર સ્પાઇડરમેનના કોશ્ચ્યુમમાં તેને ડરાવી રહ્યો છે. બાળકો સાથે આખો દિવસ રહેવું તે ખરેખર એક આવડત માગી લેતું કામ છે.

image source

આ બાળકીનું પરાક્રમ તેને ભારે પડી ગયું છે. હોમ સ્કૂલીંગના પહેલાં જ દિવસે બાળકીએ રમવા માટેની સ્લાઇમને પોતાના માથામાં લગાવી લીધી છે. અને તેમાં તેના સુંદર વાળ ચોંટી ગયા છે. અને હવે તેણી તેનાથી છૂટકારો મેળવવા માટે રડી રહી છે. જો કે માથામાં સ્લાઇમ લગાવવા માટે તેણે દીકરીઓને ગમતો ફેવરીટ પીંક કલર પસંદ કર્યો છે.

Source : Sciencephiles

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત