દિપીકાથી લઇને આ સેલેબ્સની રમૂજી તસવીરો જોઇને હસી પડશો તમે ખડખડાટ

બોલીવુડ એક્ટ્રેસીસ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને મોટાભાગે પોતાના ફેંસ માટે પોતાની ખૂબસુરત ફોટોસ શેર કરતા રહે છે.

image source

પરંતુ કેટલીકવાર એવું પણ થાય છે કે મીડિયા દ્વારા ભૂલથી કેટલાક એવા ફોટો પણ સામે આવી જાય છે જે ખૂબ મજેદાર હોય છે. કેટલાક આવા જ ફોટો હવે અમે આપને બતાવીશું જેમાં કેટરીના કૈફ થી લઈને દીપિકા પાદુકોણ સુધીની હીરોઇન્સના ખૂબ હાસ્યાસ્પદ હાવભાવ કેમેરામાં કેદ થયા છે.

પરિણીતી ચોપરા:

image sourceબૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા મોટાભાગે પોતાની સ્માઈલથી બધાના દિલ જીતી લે છે. પરંતુ કોઈ ઇવેન્ટના આ ફોટામાં પરિણીતીના ચહેરાના આ હાવભાવ ખૂબ મજેદાર દેખાઈ રહ્યા છે.

પરિણીતીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો તે ‘જબરીયા જોડી’, ‘ઇશ્કજાદે’, ‘ગોલમાલ અગેન’, ‘કેસરી’, ‘મેરી પ્યારી બિંદુ’ જેવી કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે. પરિણીતીની આવનારી ફિલ્મ વિશે વાત કરીએ તો ફિલ્મ ‘ગર્લ ઓન ધ ટ્રેન’ છે.

શિલ્પા શેટ્ટી:

image source

ખૂબ લાંબા સમયથી ફિલ્મોથી દુરી બનાવી રાખી છે શિલ્પા શેટ્ટીની આ વર્ષે બે ફિલ્મો રિલીઝ થશે. એક ફિલ્મનું નામ ‘નિકમ્મા’ છે તો બીજી ફિલ્મનું નામ ‘હંગામા ૨’ છે. આપને જણાવીએ કે શિલ્પા શેટ્ટી છેલ્લા કેટલાક સમયથી નાના પરદા પર ખૂબ એક્ટિવ હતી.

image source

આ સાથે જ તે ફિટનેસને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે. શિલ્પાએ ‘જાનવર’, ‘ધડકન’, ‘બાજીગર’, ‘રીશ્તે’, ‘ફિર મિલેન્ગે’ અને ‘દસ’ જેવી કેટલીક ફિલ્મોમાં પોતાની એક્ટિંગની કલા દર્શાવી છે.

દીપિકા પાદુકોણ:

image source

૧૦ જાન્યુઆરીના રોજ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં દીપિકા એક એસિડ એટેક પીડિતાનું પાત્ર ભજવતી જોઈ શકાય છે. પોતાની સુંદરતા માટે પ્રસિધ્ધ દીપિકાના આ બે ફોટો જોઈને આપ પણ હસી પડશો.

પ્રિયંકા ચોપડા:

image source

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાના ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લાખો-કરોડો ફેંસ છે. પ્રિયંકા પોતાની સ્ટાઇલ અને એટીટ્યુડથી બધાના દિલોમાં રાજ કરે છે. પરંતુ આ ફોટોમાં પ્રિયંકાનો સ્વેગ થોડો બગડી ગયો છે. પોતાનો આ ફોટો જોઈને ખુદ પ્રિયંકા પણ હસે છે.

કેટરીના કૈફ:

image source

કેટલીક બૉલીવુડમાં હિટ ફિલ્મો આપી ચુકેલી કેટરીના કૈફ કોઈને પણ પોતાની સુંદરતાથી ઓગળી શકે છે. આ ફોટામાં જ્યાં કેટરીના ખૂબ ફની લાગી રહી છે ત્યાં જ બીજા ફોટામાં એટલી જ ક્યૂટ પણ લાગી રહી છે.

કેટરીના કૈફના કરિયરની વાત કરીએ તો ‘ભારત’, ‘એક થા ટાઇગર’, ‘ટાઈગર જીંદા હૈ’ આ ફિલ્મોની સાથે કેટલીક અન્ય ફિલ્મોમાં પણ કેટરીના પોતાની એક્ટિંગના જલવા બતાવી ચુકી છે. તેમજ જલ્દી જ તે અક્ષય કુમારની સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે.

આલિયા ભટ્ટ:

image source

આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ ‘ગાંગુબાઈ કાઠિયાવાડી’નો લુક તાજેતરમાં જ સામે આવ્યો હતો. ફિલ્મમાં પોતાના લુકથી આલિયાએ બધાના દિલ જીતી લીધા છે. પોતાની આ ફોટોમાં આલિયા ખૂબ ક્યૂટ જોવા મળી રહી નથી. જણાવીએ કે આલિયા ‘ગલી બોય’, ‘રાઝી’, ‘કલંક’, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ જેવી કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે.

શ્રદ્ધા કપૂર:

image source

બૉલીવુડ એક્ટર શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર આજે બોલીવુડના એક સારું નામ બનાવી ચુકી છે. ‘બાગી’, ‘હાફ ગર્લફ્રેન્ડ’, ‘આશિકી ૨’, ‘છીછોરે’ સાથેની કેટલીક ફિલ્મોમાં પણ પોતાની એક્ટિંગની કલા બતાવી ચુકી છે. શ્રદ્ધા જલ્દી જ વરુણ ધવનની સાથે ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર ૩D’ માં જોવા મળશે. આ ફિલ્મ ૨૪ જાન્યુઆરીના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે.

કાજોલ:

image source

કાજોલની ગણતરી બોલીવુડની એ અભિનેત્રીઓમાં થાય છે, જેમણે પોતાના કરિયરની સાથે સાથે પોતાના પરિવારને પણ પૂરતો સમય આપ્યો છે.

૧૦ જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘તાનાજી ધ અનસંગ વોરિયર’માં કાજોલ અજય દેવગણના કિરદાર તાનાજીની પત્નીનું કિરદાર નિભાવી રહી છે. ‘તાનાજી’ ફિલ્મ અત્યાર સુધીમાં ૧૦૦ કરોડથી વધારે કમાણી કરી ચુકી છે.

ઐશ્વર્યા રાય બચ્ચન:

image source

ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પોતાની ખૂબસૂરતી માટે જાણીતી ઐશ્વર્યા રાય બચ્ચન મોટાભાગે મીડિયાના કેમેરામાં કેદ થઈ જાય છે. ઐશ્વર્યાએ બોલીવુડની સાથે સાથે હોલિવુડમાં પણ પોતાની એક્ટિંગની કલા બતાવી છે.