નંબર પ્લેટ વગરની ગાડી, વગર માસ્ક અને દંડ ફટકાર્યો તો શિક્ષકે SP સામે બડાઈ મારી, પછી એટલો દંડ ફટકાર્યો કે…

ઉત્તર પ્રદેશના ચાંદૌલી જિલ્લામાં પંચાયતની ચૂંટણીની મતગણતરીના બીજા દિવસે એટલે કે સોમવારે સામાજિક અંતરના ધજિયા ઉડતા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. આ સમયે મતગણતરી પર દેખરેખ રાખવા સૈયદરાજા નેશનલ ઇન્ટર કોલેજમાં એસપી અમિત કુમાર પહોંચ્યા હતાં. આ સમયે ત્યાં કેટલાક લોકોને માસ્ક પહેર્યા વગર જોયાં અને તેમનું ચલણ કાપવા સૂચના આપી હતી. તેમની કાર્યવાહીના જવાબમાં આ જ કોલેજના વિજ્ઞાનનાં શિક્ષક રામનાગિના સિંહ પણ આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ શિક્ષકે માસ્ક પહેર્યું ન હતું અને ન તો હેલ્મેટ પહેર્યું હતું.

image source

આ સિવાય તેમની બાઈક પર નંબર પ્લેટ પણ હતી નહીં. આ પછી જે બન્યું તે પછી એસપીનો ગુસ્સો સાતમે આકાશે પહોંચ્યો હતો. ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે જ્યારે એસપીએ તેને અટકાવ્યો ત્યારે ભૂલ સ્વીકારવાનાં બદલે તે લડવા લાગ્યો હતો અને માત્ર એટલું જ નહી તે દંડ ટાળવા માટે તેનું શિક્ષણનો પાવર બતાવવા લાગ્યો હતો. તેણે એસપીને કહ્યું સર હું એમએસસી, પીએચડી છું. આ સાંભળતાં જ એસપીનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો.

image source

મળતી માહિતી મુજબ નંબર વગરની બાઇક માટે દસ હજાર રૂપિયા અને માસ્ક વિના રહેવા બદલ એક હજાર રૂપિયા દંડ ભરવાની સૂચના આપી હતી. જ્યારે આ દરમિયાન ઝડપાયેલા અન્ય લોકોને એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. બાલહની બ્લોકની મતગણતરી સ્થલ નેશનલ ઇન્ટર કોલેજ સૈયદરાજા પહોંચ્યા ત્યારે બહાર ભારે ભીડ જોવા મળી હતી. એસપીએ કોટવાલે લક્ષ્મણ પર્વતને ઠપકો આપ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરવા બદલ 12 લોકોને એક એક રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શિક્ષકને નંબર વગર બાઇક પર માસ્ક વિના જોયો હતો તે પછી તેના વ્યવહાર જોતાં તેની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

image source

આ પૂછપરછમાં શિક્ષકે પોતાને શિક્ષિત હોવાનું બતાવ્યું અને એમ.એસ.સી. અને પી.એચ.ડી.ની ડીગ્રીમાં નિપુણતા દર્શાવી. ત્યારબાદ એસપીએ તેને 11 હજાર રૂપિયા દંડ ફટકાર્યો હતો. એસ.પી.ની સૂચનાથી પોલીસ માસ્ક લગાડ્યા વિના જ લોકોની વિરુધ્ધ આવી ત્યારે ટોળામાં ઉભેલા લોકો આજુબાજુ દોડવા લાગ્યા હતા. એસપીએ કોટવાલ લક્ષ્મણ પર્વતને સૂચના આપી હતી કે ફાટકની આજુબાજુ અને આસપાસના લોકોને ભીડ ન થવા દે. પોલીસે લાકડી પટકતાની સાથે જ લોકોનાં ટોળા વિખેરાયા હતા.

image source

આ પછી લગભગ અડધા કલાક સુધી મતગણતરી સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ બહાર આવ્યાં હતાં અને ત્યારે ફરીથી ભીડને જોઈને તેઓ ગુસ્સે થયા.તેમણે કોટવાલ અને અન્ય પોલીસકર્મીઓને માસ્ક નહીં પહેરતાં લોકો પર તાત્કાલિક દંડ લાદવાનો આદેશ આપ્યો હતો. પોલીસ કર્મચારીઓ એ તે સમયે જ ત્યાં ઉપસ્થિત આવા લોકોને પકડ્યા હતા. જ્યારે શિક્ષક એસપી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે એસપી વલણ જોતાં શિક્ષકે મૌન ધારણ કર્યુ હતું અને દંડ સ્વીકાર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!