ગાડી ધોતાં તમે પણ કરો છો આ ભૂલો, રાખી લો ખાસ ધ્યાન

ગાડી સાફ હોય અને ચમકતી હોય તે દરેકને ગમે છે. આવી ગાડીમાં ટ્રાવેલિંગ કરવું સૌને પસંદ આવે છે. ગંદી ગાડી બેક્ટેરિયાનું ઘર હોય છે. ગાડીના આ બેક્ટેરિયા દેખાતા નથી પણ કારની સફાઈ યોગ્ય સમયે જરૂરી બની જાય છે. અનેક વાર ગાડી ધોતી સમયે લોકો કેટલીક નાની ભૂલો કરે છે જે લાંબા સમયે નુકસાન કરી શકે છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ગાડી ધોતી સમયે કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ.

image source

સૌ પહેલાં ઘૂળ અને માટીને કોરા કપડાથી હટાવો

ગાડી સાફ કરતી સમયે પહેલાં તેની પરની માટીને કોરા કપડાંથી લૂસો. પહેલાં તમે ભીનું કપડું યૂઝ કરો છો તો માટીને કારણે તેની પર સ્ક્રેચ પડે છે. આ કારણે ગાડીનો કલર પણ ખરાબ થઈ શકે છે. ગાડી ધોવા માટે વોશિંગ પાવડરનો ઉપયોગ ન કરો. આ માટે તમે વોશિંગ સોપનો ઉપયોગ પણ ન કરો. તેનાથી ગાડીના કલરને નુકસાન થાય છે. આ માટે ગાડી માટે વપરાતા ખાસ શેમ્પૂનો ઉપયોગ કરો. તેનાથી ગાડીનો કલર તો સારો રહેશે સાથે જ તેમાં નવી ચમક પણ જોવા મળશે.

image source

પેન્ટ પર ઘસી ઘસીને સફાઈ ન કરો.

ગાડી ધોતી સમયે જોર જોરથી ઘસીને સફાઈ કરવાથી બચો. ખાસ કરીને ગાડીના કલરની જગ્યાએ આવું ન કરો. તેનાથી નુકસાન થઈ શકે છે. સફાઈ કરતી સમયે સ્પંજનો ઉપયોગ કરશો તો તે વધારે સારું રહેશે. તેનાથી ગાડી પર સ્ક્રેચ પડવાની શક્યતા પણ ઘટી જાય છે.

image source

પાણી નાંખવાની યોગ્ય રીત

પાણીથી ગાડી ધોતી સમયે પાણીની ધારને પહેલાં કારની ઉપરના છજ્જા પર નાંખો. જેથી ત્યાંની ધૂળ માટી નીચે આવશે. હવે નીચેની તરફ પાણી નાંખો જેથી કચરો સરળતાથી નીકળી જશે. આમ કરવાથી પાણીની બચત તો થશે અને સાથે જ ગાડી પણ જલ્દી સાફ થશે, આ રીતે સાફ કર્યા બાદ ન્યૂઝ પેપરની મદદથી કારને લૂસો, તેનાથી તેમાં ચમક આવશે. આ સિવાય જો તમારી પાસે કારની પોલિશ છે તો તમે તેને એક ચોખ્ખા કોટન કપડાંની મદદથી લગાવી શકો છો. ગાડીને આ રીતે દર 3 મહિને એક વાર સાફ કરવી અને પોલિશિંગ કરવી હિતાવહ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત