સુપર કાર એવી અથડાઇ કે…કારના ઉડી ગયા ફુરચેફુરચા, જોઇ લો તસવીરોમાં તમે પણ

સામાન્ય રીતે ભારતમાં આપણે વાહનોને પણ આપણા ઘરના જ એક સભ્યની જેમ સાચવતા હોઈએ છીએ. જયારે અકસ્માત થાય છે ત્યારે આપણે ઘણી વાર વાહનને છોડી દેવાથી બચી જતા હોવા છતાં, આપણે એને બચાવવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. જો કે અકસ્માત એ આપણા વશમાં હોતા નથી. કેટલાક અકસ્માત તો લોકોના જીવન પર ભારે પડી જાય છે તો કેટલાક અકસ્માતમાં નુકશાનનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જો કે સામાન્ય રીતે વાહન એ આપણા ભાવનાઓ સાથે જોડાયેલું હોય છે.

આ કારની કિંમત લગભગ દોઢ કરોડ રૂપિયા છે

image source

આવો જ એક કિસ્સો સેન્ટ્રલ સ્ટ્રીટ લંડનમાંથી સામે આવ્યો છે. અહી એક સુપર કારના અકસ્માતના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ કારની સ્થિતિ ઘણી ખરાબ થઇ છે, જેને જોઇને જ આ કારના માલિકની સ્થિતિનો અંદાઝ લગાવી શકાય છે. આ કારની કિંમત લગભગ દોઢ કરોડ રૂપિયા છે, જો કે અકસ્માત પછી આ કારની સ્થિતિ એવી થઇ ગઈ છે કે કદાચ ભંગારવાળો પણ આ કર ખરીદવા તૈયાર થશે નહિ. જેને પણ આ કારની સ્થિતિ જોઈ હતી એ લોકો ચોંકી ઉઠયા હતા.

‘ધ મૈક્લોરેન 520’ નો આગળનો ભાગ ચકનાચૂર

આપને જણાવી દઈએ કે આ મામલો સેંટ્રલ સ્ટ્રીટ લંડનથી સામે આવ્યો છે. અહીનો એક ડ્રાયવર પોતાની મોઘા ભાવની સુપર કાર લઈને રસ્તા પર નીકળ્યો હતો. પણ આ રસ્તો કારને જાણે કે માફક આવ્યો ન હતો. પરિણામે થોડાક આગળ જતા જ આ સુપર કારનું કચુંબર નીકળી ગયું હતું. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં ધ મૈક્લોરેન 520 મૉડેલનો આગળનો ભાગ સાવ ચકનાચૂર થઈ ગયો હતો. જો કે આ કારનો આગળનો ભાગ જે અકસ્માતમાં સાવ બરબાદ થઇ ગયો છે, મળતી માહિતી પ્રમાણે અકસ્માત ઘટ્યો ત્યારે આ કારની ઝડપ ૨૦૩ માઈલ પ્રતિ કલાક હતી.

image source

કારની ઓછામાં ઓછી ગતિ ૬૦ માઈલ પ્રતિ કલાક

સામાન્ય રીતે અહીના માર્ગો અમુક પ્રકારના નિર્ધારિત ગતિના આધારે માર્ક કરવામાં આવે છે. જો કે જે માર્ગ પર આ કાર સાથે અકસ્માત થયો છે, એ માર્ગ પર ગતિની લીમીટ ૨૦ માઈલ પ્રતિ કલાકની છે. આ જોતા આ માર્ગ એ આ કાર માટે જરાય ઉચિત પસંદગી ન હતો. આ માર્ગ પર કાર લઈને આવવું જ માલિકની ભૂલ કહી શકાય, કારણ કે આ કારની ઓછામાં ઓછી ગતિ જ ૬૦ માઈલ પ્રતિ કલાક છે.

આ કારની કીમત માર્કેટમાં દોઢ કરોડ રૂપિયા

આ કારમાં અકસ્માતથી થયેલા નુકશાનની વાત કરીએ તો કારની સીટ બહુ ખરાબ રીતે તુટી ગઈ છે. જો કે એની જે તસ્વીર શેર કરવામાં આવી છે એના પર ટેપ લગાડવામાં આવી છે. આ કારનો કાટમાળ ભેગો કરવા ગયેલી પોલીસને પણ કારની હાલત જોઇને અફસોસ થયો હતો. એમણે જ આ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી જ્યાંથી આ તસ્વીરો વાયરલ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે આ કારની કીમત માર્કેટમાં દોઢ કરોડ રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત