Site icon News Gujarat

આલેલેેલે..ચાલતી કારમાંથી બહાર નિકળીને આ માણસ ચઢી ગયો ગાડી પર, અને પછી કરવા લાગ્યો પુશઅપ્સ, પછી થયું….VIDEO

તાજેતરમાં જ ડ્રાઇવર વિના ચાલતી એક કારની છત પર એક યુવક પુશ અપ કરતો હોવાનો વિડીયો વાયરલ થાય બાદ સ્થાનિક પોલીસે યુવકને શોધી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું અને દંડ ફટકાર્યો હતો. જેથી યુવકે પોલીસકર્મીઓને જણાવ્યું હતું કે પોતે આવું ફરી વખત નહિ કરે.

image source

બનાવની વિસ્તૃત બીગત મુજબ ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં સમાજવાદી પાર્ટીના એક નેતાના પુત્રએ ચાલુ ગાડીમાં જોખમી સ્ટંટ કરી તેનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે ગંભીરતાથી નોંધ લીધી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ઉજ્જવલ યાદવ નામના ઉપરોક્ત યુવકની વિડીયો કલીપ શેયર કરતા લખ્યું હતું કે આ એક ખતરનાક સ્ટંટ છે જેની ગણના ગુન્હા / અપરાધ તરીકે થાય છે.

image source

વધુમાં જણાવાયું છે કે અમુક પુશ અપ તમને ફક્ત કાયદાની નજરમાં લાવશે, મજબૂત રહો, સુરક્ષિત રહો. જો કે આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસે ફક્ત ટ્વિટ કરીને જ સંતોષ નથી માન્યો પણ કડક કાર્યવાહી પણ કરી હતી. પોલીસે યુવકને પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો અને દંડ પણ ફટકાર્યો હતો. પોલીસ સ્ટેશનમાં કાયદાનું ભાન થતા યુવકે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો અને પોલીસકર્મીઓને પોતે હવે આવું કૃત્ય ફરી નહિ કરે તેમ જણાવ્યું હતું.

image source

પહેલા કાર પર સ્ટંટ કરતો અને બાદમાં તે બદલ માફી માંગતો વિડીયો પણ બનાવ્યો

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત બનાવમાં આરોપી એવા ઉજ્જવલ યાદવ નામના યુવકે પહેલા કારની છત પર પુશ અપ કરી તેનો વિડીયો બનાવ્યા બાદ કાયદાનું ભાન થતા તે કૃત્ય બદલ માફી માંગતો વિડીયો પણ બનાવ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે મારું નામ ઉજ્જવલ યાદવ છે મેં ચાલુ કારની છત પર સ્ટંટ કરતો વિડીયો બનાવ્યો હતો અને હવે હું આવું કૃત્ય ફરી ક્યારેય નહીં કરું. આ વીડિયોને પોસ્ટ કરતા ઉત્તર પ્રદેશ પોલીસે એક.સંદેશ લખ્યો હતો કે ચાલુ ગાડીએ સ્ટંટ કરવો એ દંડનીય અપરાધ છે. તેના કારણે તમને અને તમારી આસપાસના લોકોને નુક્શાન થઈ શકે છે.

ડ્રાઇવિંગ સીટ છોડીને છત પર ચડ્યો હતો યુવક

થાના જસરાના વિસ્તારમાં આવેલા ગામ ફરીદા મિલાવલી ખાતે રહેતા યુવક ઉજ્જવલ યાદવે પોતાની સ્કોર્પિયો કાર પર આ સ્ટંટ કર્યો હતો. હાઇવે પર તેણે ચાલુ ગાડીએ કારની છત પર ચડી પુશ અપ કર્યા હતા અને તેનો વિડીયો પોસ્ટ કર્યો હતો. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે ગાડી ડ્રાઇવર વિના ચાલતી હતી અને તે કારની છત પર ચડેલો હતો. આ વીડિયો સોશ્યલ મીડિયામાં આવતા જ લોકોએ ધડાધડ શેયર કરવાનું શરૂ કર્યું હતું અને બાદમાં વિડીયો વાયરલ થઈ ગયો હતો.

2500 રૂપિયાનો ફટકાર્યો દંડ

જ્યારે સ્થાનિક પોલીસને આ બાબતે જાણ થઈ તો તેને તરત આ મામલે ગંભીરતાથી નોંધ લીધી હતી. ટ્રાફિક ઇન્સ્પેક્ટર બાબુ ગૌતમએ જણાવ્યું હતું કે વિડીયોના આધારે યુવકને દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે ઉપરી પોલીસ અધિકારીએ એમ જણાવ્યું હતું કે એક યુવક સ્કોર્પિયોની છત પર પુશ અપ કરતો હોવાના વિડીયો બાબતે અમને જાણ થતાં તેને 2500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.


અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version