Site icon News Gujarat

આ વ્યક્તિને છે ગજબનો શોખ, અજગર અને કોબ્રા જેવા સાપને કરે છે અઢળક પ્રેમ, ખોળામાં બેસાડીને કરે છે એમની સફાઇ

સમગ્ર વિશ્વમાં સાપથી ભયભીત થઈ ઉઠતા લોકોની સંખ્યા ઘણી બધી છે. એક સામાન્ય માણસની નજરમાં સાપ જોવામાં આવે તો તેમાં કોઈ જ શંકા નથી કે તે ભયભીત ન થઈ ઉઠે. એમ પણ દુનિયામાં ઘણીબધી સાપની એવી પ્રજાતી છે જેમના એક ડંખથી માણસ મૃત્યુ પામે છે. માટે માણસજાત તેનાથી ચેતતા જ રહેવાનું પસંદ કરે છે.

image source

સામાન્ય રીતે લોકો પાલતુ પ્રાણીઓને પ્રેમ કરતા હોય છે પણ શું તમે ક્યારેય એવુ સાંભળ્યું કે અજગર અને કોબ્રા જેવા સાપથી પ્રેમ હોય. હા તમે સાચું જ સાંભળી રહ્યા છો. મ્યાનમારમાં યંગૂનમાં બૌદ્ધ ભિક્ષુક વિલેથા સિકડાએ ઠુકા ટેટો મઠમાં અજગર, વાઇપર અને કોબ્રા સહિત સાપો માટે એક આશ્રય સ્થળ બનાવ્યું છે. 69 વર્ષીય ભિક્ષુએ એવું આ ઝેરીલા સાપોને બચાવવા માટે કર્યું છે જેથી કરીને તેમને કોઈ મારી ન શકે કે તેમને કાળા બજારમાં વેચી દેવામાં ન આવે.

image source

સાપને શરણ આપવાની શરૂઆત તેમણે પાંચ વર્ષ પહેલા કરી હતી. રોયટર્સના અહેવાલ પ્રમાણે ત્યાંના નિવાસી ઉપરાંત, સરકારી એજન્સીઓ પણ ભિક્ષુઓના પકડેલા સાપને પછીથી જંગલમાં છોડી દે છે. પોતાના ભગવા ગમછાનો ઉપયોગ કરીને સાંપની સફાઈ કરનારા વિથેલાએ કહ્યું કે તેઓ પ્રાકૃતિક પારિસ્થિતિક ચક્રની રક્ષા કરી રહ્યા છે.

image source

વિથેલા કહે છે, ‘એકવાર જ્યારે લોકો સાપને પકડી લે છે, ત્યારે તેઓ તેને મોટેભાગે તેના ખરીદનારની શોધ કરે છે.’ રોયટર્સના અહેવાલ પ્રમાણે ભિક્ષુઓને સાપને ખવડાવવા માટે જરૂરી લગભગ 300 અમેરિકન ડોલરના દાન પર નિર્ભર રહેવુ પડે છે. વિથેલા સાપને શરણમાં ત્યાં સુધી રાખી શકે છે જ્યાં સુધી તેમને લાગે કે તેઓ જંગલમાં પાછા જવા માટે તૈયાર નથી.

image source

તાજેતરમાં જ વિથેલાએ હલાવા નેશનલ પાર્કમાં કેટલાએ સાપોને છોડ્યા હતા અને કહ્યું હતું કે તેઓ તેમને ધીમે-ધીમે સ્વતંત્રતામાં જોઈને ખુશ છે. વિલેથાએ રોયટર્સને જણાવ્યું હતું કે જો તે ફરીથી પકડાઈ ગયા તો તેઓ ચિંતિત થઈ જશે. તેમણે કહ્યું, ‘તેઓ ખરાબ લોકો દ્વારા પકડાયા બાદ તેમને કાળા બજારમાં વેચી દેવામા આવશે.’

image source

જોકે એક ચોક્કસ સમય બાદ સાંપને જંગલમાં છોડવા જરૂરી છે, કારણ કે વન્યજીવ સંરક્ષણ સમિતિના એક સભ્ય, કલિયર પ્લાટે કહ્યું, ‘સામાન્ય રીતે, લોકોની નજીક રહેવાથી સાપમાં તાણ ઉત્પન્ન થાય છે.’ સંરક્ષણવાદિઓના જણાવ્યા પ્રમાણે, મ્યાંમાર અવૈધ વન્યજીવ વેપારમાં એક વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે, જેમાં હંમેશા ચીન અને થાઇલેન્ડ જેવા પાડોશી દેશોમાં તસ્કરી થતી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version