ગળામાં દુખાવાથી લઈને આધાશીશી જેવી સમસ્યાનો ઉપચાર છે અજમો,જાણો અજમાના કુદરતી ઉપચાર વિશે

પરિવારમાં કોઈના સ્વાસ્થ્યને લગતી નાની નાની સમસ્યાઓ થતાં જ આપણે પરેશાન થઈ જઈએ છીએ.ડોકટરો સાથે ફોનમાં વાતો કરીને ઘણી વખત આપણે જાતે જ તાવ તપાસવાનું કામ કરીએ છીએ.પરંતુ શું તમે જાણો છો કે તમારી બધી સમસ્યાઓની દવાઓ હંમેશાં તમારા રસોડામાં જ હોય છે ? ઉદાહરણ તરીકે, જો તમને પેટનો દુખાવો અથવા ગેસ છે,તો તમે શું કરશો ? આધાશીશીની સમસ્યા છે અને દવા પૂરી થાય ત્યારે તમે શું કરશો ? અથવા જો ગળું અચાનક ખરાબ થઈ જાય ? આવી ઘણી સમસ્યાનો ઈલાજ તમારા રસોડા હોય છે,પણ તકલીફ માત્ર એટલી કે આપણને તેના વિશે કઈ ખબર નથી હોતી.તેથી આજે અમે તમને તમારા રસોડામાં રહેલી એક ચીજ વિશે જણાવીશું જેના ઉપચાર જાણીને તમને ખુબ જ આશ્ચ્ર્ય થશે.તે છે અજમો.આજે અમે તમને અજમાના ફાયદાઓ વિશે જણાવીશું.

image source

અજમો એ ઘણા રોગને દૂર કરવા માટે ઉપયોગી ઉપચાર છે

અજમો એ આપણા રસોડામાં ખુબ જ ઓછી જગ્યા ધરાવે છે,પરંતુ તે ખૂબ ઉપયોગી છે.અજમો આરોગ્યની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે.શરદી,ઉધરસ અને માથાના દુખાવાની સારવાર સાથે તે તમારી ત્વચા માટે પણ ખુબ જ ઉપયોગી છે છે.ચાલો જાણીએ અજમા સંબંધિત કેટલાક ઘરેલું ઉપાયો વિશે.

image source

અજમો એટલે પેટનો ડોક્ટર

તમારા ખોરાકમાં અજમાનું નિયમિત સેવન કરવાથી તમારી પાચક પ્રક્રિયા સ્વસ્થ રહે છે.પરંતુ તો પણ ઘણીવાર સમસ્યાઓ થાય જ છે.આ સ્થિતિમાં જો તમને ગેસની સમસ્યા થઈ રહી છે,તો પછી અજમો તમારી આ સમસ્યા માટે ફાયદાકારક ઉપાય છે.ઉલટી થયા પછી પણ અજમાનું સેવન કરી શકાય છે.અજમો,કાળું મીઠું અને સૂકા આદુ ને પીસીને એક ચૂર્ણ તૈયાર કરો.દરરોજ જમ્યા પછી આ ચૂર્ણનું સેવન કરવાથી ખાટા ઓડકારો આવવા અને ગેસની સમસ્યા તરત જ દૂર થાય છે.

image source

કાનને પણ આરામ

તમારા કાનમાં પાણી જાય છે અથવા કાનમાં તીવ્ર પીડા છે.આવી સમસ્યામાં માણસોને વિચારો આવતા અટકી જાય છે.તેથી આ સમસ્યાને દૂર કરવા માટે માત્ર કાનમાં અજમાનું તેલ નાખવાથી કાનને આરામ મળે છે.

વૃદ્ધોની સમસ્યા પણ દૂર કરે છે

image source

તમે જોયું જ હશે કે તમારા ઘરમાં રહેલા વડીલોને વારંવાર સંધિવાની સમસ્યા થતી રહે છે.સંધિવાને કારણે થતી પીડા ખૂબ ભયંકર અને અસહ્ય હોય છે.તમારી આ સમસ્યા દૂર કરવા માટે સૌથી પેહલા અજમાને સેકો ત્યારબાદ તેની પોટલી વાળી અને તેનાથી સેક કરો.આ ઉપાયથી સંધિવાની સમસ્યામાં ઘણી રાહત મળે છે.

ગળાથી માથાના દુખાવામાં પણ રાહત આપે છે

image source

કોઈપણ સમસ્યા દૂર કરવા માટે દરેક લોકો સૌથી પેહલા ઘરેલુ ઉપાયનો જ સહારો લે છે.જો તમને ગળામાં દુખવાની સમસ્યા હોય તો આ સમસ્યા દૂર કરવા માટે તમે હળદરનું દૂધ પીવો છો અથવા પાણીના કોગળા કરો છો,તો પણ જો તમારી આ સમસ્યા દૂર ન થાય તો આ સમસ્યા દૂર કરવા માટે તમારે માત્ર અજમાને પાણીમાં ઉકાળી અને એ પાણીથી કોગળા કરવા પડશે.તમારા ગળામાં થતી તીવ્ર પીડા પણ આ ઉપાયથી દૂર થશે. એટલું જ નહીં આધાશીશીની ભયંકર પીડામાં જો તમે અજમાને પાણીમાં ઉકાળો અને તે પાણીનો સેવન કરો તો ટૂંક સમયમાં જ આધાશીશીનો દુખાવો દૂર થઈ જાય છે.

ચહેરાની સુંદરતાનો સાથી

image source

જો તમારા ચહેરા પર ખીલ છે,તો પછી દહીંમાં થોડો અજમાનો ભૂકો નાખી એક પેસ્ટ બનાવો.આ પેસ્ટને ચહેરા પર લગાવો.જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય છે,ત્યારે તમારો ચેહરો ગરમ પાણીથી સાફ કરો.થોડા દિવસોમાં જ તમારા ખીલ અદૃશ્ય થઈ જશે.

ઓમેગા 3ની ખાણ છે અજમો

image source

અજમામાં ઘણાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે,જે હૃદય અને મગજ બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને મગજમાં મહત્વપૂર્ણ પોષક તત્વો પૂરો પાડે છે.અજમામાં મગજની ગાંઠોને રોકવાની ક્ષમતા છે.આ સિવાય તેમાં ફાઈબર પણ જોવા મળે છે,જે હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત