શું તમને પણ ગાળાના કાકડા વારંવાર તકલીફ આપે છે? તો સાંભળો આ દર્દીનો અનૂભવ અને મેળવો સોલ્યુશન

શું ગળાના કાકડા (Tonsilitis )વારેવારે તકલીફ આપે છે…..

દર્દીનું નામ અ.બ.ક ઉંમર વર્ષ 16

દવાખાનામાં આવ્યા હતા ત્યારે ગળે મફલર બાંધેલું ઉધરસ આવતી હતી તો 101°F જેટલો હતો અને વારે વારે કાકડાની તકલીફ થતી હતી એટલે ઘણા ડોક્ટરે ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી.

image soucre

દર્દી સાશંક વિચારે છેલ્લા પર્યાય તરીકે આયુર્વેદની સલાહ લેવા આવ્યો હતો અને ત્રણ – ચાર દિવસ સુધીનો સમય આપ્યો હતો અને જણાવ્યું કે જો મને પરિણામ નહીં મળે તો વહેલી તકે ઓપરેશન કરી લઈશ.

ચિકિત્સા તરીકે હળદર ,જેઠીમધનું ચૂર્ણ અને ટંકણખાર ગરમ પાણીમાં મેળવી તેના કોગળા દિવસમાં ત્રણથી ચાર વખત કરવા…

image soucre

સર્દી પુડી, સૂક્ષ્મ ત્રિફળા કૈશોર ગુગલ જેવી દવા પેટમાં આપી એની સાથે-સાથે વેખંડ અને સૂંઠનો લેપ પણ ગળા ઉપર લગાડવા આપ્યા…

image soucre

દર્દીને કડક લંઘન કરવા કહ્યું એટલે એમાં આખા દિવસમાં ગરમ પાણી, શાકભાજીનું સૂપ, મગનું પાણી અને બાફેલા મગ એટલું જ સેવન કરવાનું કહ્યું

ત્રણ દિવસના અંતે કફ ઓછો થયો તાવ અને સુસ્તી જતા રહ્યા અને કાકડા કરમાઈ ગયા હતા.

image soucre

કાકડા માટે સર્વોત્તમ ઔષધ એટલે કવલ (કોગળા કરવા) ગરમ પાણીમાં ઉપરોક્ત જણાવેલ ઔષધી ચૂર્ણ ભેળવી કોગળા કરવાથી વધેલા કાકડા પર ઔષધિની સીધી અસર થાય છે આને લીધે કાકડાની ગ્રંથિ પર આવેલો સોજો ઓછો થાય છે, પેટમાં લીધેલી દવાને કારણે પસીનો છૂટવા લાગે છે અને કાકડા વધવાને કારણે આવતી લાલાશ અને સોજો એની સાથે સાથે કાકડા થી આવતી ઉધરસ ઓછી થઈ છે આમ ત્રણ દિવસના સમયમાં પણ આયુર્વેદ સારવાર અસરકારક નીવડે છે, તેમ જ ઓપરેશન કાકડાનું ઓપરેશન પણ ટળી શકે છે. એ દર્દી‌ ના સાજા થવાના અનુભવ પછી અનેક બાળકો તેમજ યુવાનો ને વારેવારે તકલીફ આપતા કાકડા આયુર્વેદિક ચિકિત્સા થી વિના એન્ટિબાયોટિક્સ અને વિના સર્જરી પૂર્ણ રીતે સારા થયા છે, એનો અનુભવ પણ અમારો પાકો થયો.

આમ શાસ્ત્રોક્ત પદ્ધતિ થી કરવામાં આવેલ આયુર્વેદ આયુર્વેદના ઉપયોગ દર્દી માટે અમૃત સમાન ઉપયોગી થાય છે.