આવુ તે કેવું, કોરોના વાયરસ આ ગામના લોકો માટે બન્યો ખુશીઓનુ કારણ, પૂરી કહાની વાંચીને સરી પડશે આંખમાંથી આસું

કોરોના બન્યો ખુશીઓનું કારણ, વાંચીને આંખોમાંથી આંસુ આવી જશે.

કોરોના વાયરસે જ્યારે આખાય વિશ્વની અર્થવ્યવસ્થાને તહેસ નહેસ કરી નાખી છે. લાખો લોકો આ ચેપના અસરમાં આવી ચુક્યા છે. લાખોની સંખ્યામાં લોકો મૃત્યુ પણ પામ્યા છે. આવી સ્થિતિમાં કોરોના ઉત્તર પ્રદેશના કાનપુર જીલ્લાના ઓરિયારા ગામની માતાઓમાં કોરોના ખુશીઓનું કારણ બની ગયો છે.

કોરોના બન્યો વરદાન સમાન

image source

આ ગામમાં 50 વર્ષીય મહિલા સુમનનાં જીવનમાં જાણે કોરોનાના પ્રતાપે વર્ષો પછી વસંતનું આગમન થયું છે. પાછળના કેટલાક વર્ષથી તે સાવ એકલી રહેતી હતી. આ સ્થિતિમાં, કોરોના વાયરસ તેમના માટે ખુશીઓનું કારણ બનીને આવ્યો. આજીવિકાની શોધમાં નીકળેલા મહારાષ્ટ્રના પુનામાં સુથારી કામ કરતા તેમના બંને પુત્રો કોરોના વાયરસને લીધે ઘરે પરત ફર્યા છે.

કાનપુર જીલ્લાના સાગર હાઇવે પર સ્થિત બિઠુર ગામના અનેક મકાનો આજે પણ માત્ર વૃદ્ધોની છાવણીમાં જ છે. કોઈ ઘરમાં એકલા માતાપિતા તો કોઈ ઘરમાં માત્ર એકલા માતા અથવા પિતા રહી રહ્યા છે. ગામના ૨૭ લોકો આ કોરોના વાયરસના કારણે શહેરથી પરત ફર્યા છે. વ્યવસાયની શોધમાં નીકળેલા બંને દીકરાઓની કથા તો છે જ પણ આ કોરોનાના કારણે વર્ષો પછી જાણે ઘરોમાં રોનક આવી છે. વડીલો માટે આ રોગ ખુશીનું કારણ બન્યો છે.

image source

આ વૃદ્ધ મહિલાના બંને પુત્ર બાલેન્દ્ર અને રામુ લગભગ દશ વર્ષ પહેલા પુના કમાવવા ગયા હતા. જો કે એ સમયે પરિવારમાં પતિ અને બે પુત્રીઓ પણ હતી. વર્ષમાં માંડ એક કે બે વાર તેઓ ઘરે આવતા હતા. જો કે સુમનના પતિનું છ વર્ષ પહેલાં અવસાન થયું હતું. એકલી વૃદ્ધાના બંને દીકરીઓના લગ્ન પણ થઈ ગયા અને ત્યારથી જ તે ઘરે એકલા રહી ગયા હતા.

છેલ્લા છ વર્ષમાં એવી સ્થિતિ હતી કે એમને પાણી આપનાર પણ કોઈ ન હતું. એકલા રહી ગયા પછી તેઓ સતત જીવનથી કંટાળી ચુક્યા હતા. ઘણા સમય પછી પુત્રો જ્યારે શહેરથી પાછા આવ્યા છે ત્યારે સારું ભોજન ઘરમાં રંધાયું છે. ઘરના આંગણામાં પ્રથમ વખત ખુશીઓ પરત આવી છે. હાલમાં બંને દીકરાઓના લગ્ન કરાવીને જીલ્લામાં જ બેયને સ્થાયી કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

image source

આ બાબતે એમના દીકરા કહે છે કે ૧૦ વર્ષ પહેલા જ્યારે તેઓ બહાર જતા હતા, ત્યારે એમના આંસુઓ અટકતા પણ ન હતા. જો કે એમના જવા પાછળનું કારણ એટલું જ હતું કે એમને અહી વ્યવસ્થિત કામ મળ્યું ન હતું. જો કે પરિસ્થિતિઓ તો આજે પણ એવી જ છે. બસ આ કોરોનાના કારણે તેઓ ઘરે પાછા ફર્યા છે. પણ જો કાઈ કામ ન મળે તો એક વ્યક્તિ કેટલો સમય ઘરે બેસી શકે. આ બધું કહ્યા પછી બંને ભાઈ કોઈક વિચારોમાં ખોવાઈ ગયા.

ભુરીનું આંગણું પણ સજીવન થયું

image source

આ જ ગામની મહિલા ભૂરીની વાત પણ સુમન જેવી જ કરુણ છે. આ વૃદ્ધાના બંને પુત્રો રાજનાથ અને સોહનલાલ પણ ઘણા વર્ષોથી હૈદરાબાદમાં જ રહેતા હતા. ઘરમાં એકલા હોવાને કારણે મકાનનું સમારકામ પણ નહોતું થઇ શકતું. જો કે આટલા વર્ષે તો ઘર હવે રહેવા લાયક પણ નથી રહ્યું. પણ જાણે કોરોનાના કારણે દીકરાઓ ઘરે પાછા ફર્યા અને રોનક પાછી ફરી. આખી દુનિયા ભલે કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાઈ હોય, પણ આ રોગથી આ વૃદ્ધાનું ઘર અને આંગણું તો સાવ સજીવન થઇ ગયા છે.

image source

જો કોરોના ન હોત તો દીકરાઓને ઘરે પાછા આવવાનું કોઈ કારણ જ નહોતું. આ દરમિયાન એમણે પોતાની જ સ્થાનિક બોલીમાં જણાવ્યું હતું કે ‘કોરોના તુમ્હાર પાયે પરન, ઉજાડ દેહરી આબાદ ભયે’. સામે આ જ બાબતે બંને પુત્રો કહે છે કે તેઓ 20 દિવસમાં 700 કિ.મી.નું અંતર કાપ્યા પછી પોતાના ઘરે પહોંચ્યા છે. જ્યારે પગની ચામડી સાથ નોહતી આપતી ત્યારે એમણે બન્ને પગમાં કપડા વીંટી લીધા હતા. જો કે આ જોઇને એમની માતા ઘણા દિવસો સુધી રડતી રહી હતી. અને હવે તે દીકરાઓ પાસેથી પાછા ન જવાનું વચન માગી રહી છે.

ત્રણ પુત્ર હોવા છતાં એકલી મા

image source

આ ગામની અન્ય વૃદ્ધા માયા દેવીને ત્રણ પુત્રો છે. આ ત્રણમાંથી બે ગામમાં રહે છે પણ એક દીકરો ધીરુ દિલ્હીમાં રહેતો અને પેઇન્ટિંગ કરતો હતો. જ્યારે ગામમાં જ રહેતા બંને દીકરાઓ પોતપોતાનો સામાન લઇને અલગ થઇ ગયા હતા, ત્યારે તેમના જીવનમાં એકલતા સિવાય કઈ જ વધ્યું ન હતું. પણ કોરોના મહામારીના કારણે જ્યારે ત્રીજો દીકરો ગામમાં પાછો આવ્યો, ત્યારે તેમના જીવનમાં ખુશીઓ પાછી ફરી હતી. તેઓ કહે છે કે વૃદ્ધો માટે તો દીકરાઓ વગરની ઘરની આ એકલતા પણ કોઈ રોગથી ઓછી નથી હોતી. લોકો તો કોરોનાને કારણે એકાંતમાં જઇ રહ્યા છે, પણ આ લોકો તો બીમારી વિના પણ ઘણાય વર્ષોથી એકાંતવાસમાં જ રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત