Site icon News Gujarat

આ ગેમર દાદી વિશે ખરેખર છે જાણવા જેવુ, જેમને ઓનલાઇન ગેમ રમી-રમીને તોડ્યા છે આ અનેક રેકોડર્સ

૯૦ વર્ષની ઉમરમાં ઓનલાઈન ગેમ.:

image source

ઉમર જેમ જેમ વધતી જાય છે વ્યક્તિનું જુનુન ઠંડું પડતું જાય છે. પરંતુ કેટલાક હોય છે અલગ માટીના વ્યક્તિઓ, પાકી માટીના લોકો જેઓ ઉમર વિષે વિચારતા જ નથી. બસ કામ કર્યા કરે છે. તેઓ કામ જેમાં તેમને મજા આવે છે, સંતોષ મળે છે. હવે કોઈ વિચારી નથી શકતું કે, ૯૦ વર્ષના એક દાદી ગેમર થઈ શકે છે.

જી હા.. આપે બરાબર વાંચ્યું ૯૦ વર્ષ… જે ઉમરમાં પહોચીને લોકોને એવું લાગવા લાગે છે કે, હવે તો બસ ફક્ત કંઠી માળા હાથમાં પકડી લો અને રામ નામનું ભજન કરતા રહો, આવામાં દાદીના હાથમાં છે રીમોટ કંટ્રોલ. એટલું જ નહી.. ગેમ રમવાને લઈને તેમનું નામ ગીનીસ બુકમાં પણ નોંધવામાં આવ્યું છે.

ગેમર દાદી કહે છે બધા.:

image source

જી હા, આ ૯૦ વર્ષીય દાદીનું નામ છે Hamako Mori, પણ દુનિયા આ દાદીને ગેમર દાદી કહે છે. અહિયાં સુધી કે, તેમની એક યુ ટ્યુબ ચેનલ પણ છે. જાપાન દેશમાં રહેતા આ દાદીની યુ ટ્યુબ ચેનલ પર ૨.૫ લાખ થી વધારે સબ્સક્રાઈબર્સ ધરાવે છે. યુ ટ્યુબ પર આ ચેનલ Hamako Moriએ વર્ષ ૨૦૧૫માં શરુ કરી હતી. Hamako Mori એક મહિનામાં ફક્ત ચાર વિડિયોઝ જ પોસ્ટ કરે છે. આ વિડીયોમાં નવું કન્સોલ અનબોક્સ કરે છે.

૩૯ વર્ષની હતી જ્યારથી ગેમ રમી રહી છું.:

image source

Hamako Mori વધુ જણાવતા કહે છે કે, તેઓ જયારે ૩૯ વર્ષના હતા, ત્યારે તેમણે પહેલીવાર ગેમ રમ્યા હતા. જો કે, હાલમાં દુનિયાની સૌથી ઉમરલાયક ગેમર હોવાને લઈને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.

મને સારું લાગે છે ગેમ રમવું.:

Hamako Mori ગેમ રમવા વિષે પોતાના અનુભવ જણાવતા કહે છે કે, ‘આટલી વધારે ઉમર જીવી લીધા પછી મને ખબર પડે છે કે, ગેમ રમવાનો મારા માટે યોગ્ય નિર્ણય હતો. હું સાચે જ ગેમ રમવાનું એન્જોય કરું છું.’ તેઓ જણાવે છે કે, કેટલીક વાર તો તેઓ રાતના ૨ વાગ્યા સુધી પણ ગેમ રમતા રહે છે. તેમની પાસે ઘણા બધા જુના કન્સોલ્સ છે. હાલમાં Hamako Mori પ્લે સ્ટેશન 4 ગેમ રમી રહ્યા છે. Hamako Mori પોતાની પસંદગીની ગેમ Grand Theft Auto છે.

image source

Hamako Mori ૯૦ વર્ષની ઉમરમાં પણ પોતાના જીવન પ્રત્યેનો જુસ્સો અને દ્રષ્ટિકોણ સકારાત્મક રાખીને પોતાને આનંદ મળે છે એ કામ કરી તેઓ હાલમાં કરી રહ્યા છે.

Source : navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version