આ તે કેવું ગામ, કોરોના દર્દીના મોત બાદ અડધી સળગેલી લાશો આવી રહી છે ગામ સુધી, લોકોનો પિત્તો ગયો અને…

બદલાયેલા લક્ષણો સાથે કોરોના એ કમબેક કર્યું છે. વિશ્વભરમાં કોરોનાએ ફરી એકવાર મહામારી ફેલાવી છે કોરોના કેસ સતત વધી રહ્યા છે. કોરોના ફરી એકવાર લોકોને ડરાવી મૂક્યાં છે. આ સાથે તેની અસર દેશના અર્થતંત્ર પર ઘાતક બની રહી છે. બીજી લહેર એટલી બધી ઘાતક છે ફરી એકવાર લોકડાઉન કરવાની હાલત થઈ છે. ટુંક સમયમાં જ લોકડાઉન જેવી બાબતો ફરીથી જોવા મળી તેવી પૂરી સંભાવના છે. ગયા વર્ષેની તુલનામાં આ વર્ષે કોરોના ચેપ ડબલ તેજીથી ફેલાઈ રહ્યો છે. આ સમયે છત્તીસગઢનાં દુર્ગ જિલ્લાની હાલત ખુબ જ ગંભીર બની છે. એપ્રિલ મહિનો તે વિસ્તાર માટે ખૂબ જ ભયાનક સાબિત થયો છે.

image source

કોરોના ચેપને કારણે દુર્ગ પંથકમાં લોકો ખુબા જ વધારે ગભરાયેલાં છે. મળતી માહિતી મુજબ અહી જિલ્લાનાં મુક્તિધામ (સ્મશાનગૃહ)માં કોઈ જગ્યા નથી કે શબોના અંતિમ સંસ્કાર થઈ શકે. આ સિવાય પણ જિલ્લાનાં લગભગ તમામ મુક્તિધામની આ જ હાલત છે. દરરોજ એક ડઝનથી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે તેમ છતાં હજુ પણ જગ્યા ઓછી પડી રહી છે. આ સ્થિતિ જોઇને જ અંદાજો લગાવી શકાય છે કે વિનાશ કેટલો ભયાનક રીતે થઈ રહ્યો છે.

image source

આ દરમિયાન લોકો આરોગ્ય વિભાગની મોટી બેદરકારી અંગે પણ ખુબ ગુસ્સે છે. છત્તીસગઢનાં દુર્ગ જિલ્લાના જામુલ પાલિકા વિસ્તારનાં લોકો આ દિવસો ખૂબ જ ભય સાથે દિવસો પસાર કરી રહ્યાં છે કારણ કે જિલ્લામાં દરરોજ કોરોનાનાં નવા આંકડાનું પ્રમાણ એટલું મોટું છે કે આવનારી સ્થિતિ અત્યાર કરતાં પણ વધારે ખરાબ થવાની પૂરી શક્યતાઓ છે અને બીજી તરફ જામુલ વિસ્તારનાં સ્મશાનમાં એટલી મોટી સંખ્યામાં મૃતદેહો આવી રહ્યા છે કે લાંબી લાઈનો જોવા મળી રહી છે.

image source

મળતી માહિતી મુજબ જામુલ પાલિકા વિસ્તારનાં એકમાત્ર મુક્તિધામમાં રોજ અનેક મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. બેદરકારીના ઉદાહરણ પણ સામે આવી રહ્યાં છે. જાણવા મળી રહ્યું છે કે અહી દરરોજ રાત્રે મૃતદેહો લાવવામાં આવે છે અને તેને સાંસ્કૃતિક મંચ પર મૂકવામાં આવે છે. તે પછી બીજા દિવસે મૃતદેહોનાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. આ સમગ્ર પ્રક્રિયાથી ગામ લોકો ખૂબ ગભરાયેલાં છે. અહીં આરોગ્ય વિભાગની બેદરકારીએ ગામ લોકોને ડરાવવાનું બીજું કારણ પણ આપી દીધું છે.

ગામ લોકોએ સાથે થયેલી વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું કે અંતિમ સંસ્કાર માટે પહોંચેલા સ્ટાફ ખુલ્લામાં તેમની પી.પી.ઇ કીટ ફેંકી રહ્યા હતા. આ સાથે બીજી એક વાત પણ જાણવા મળી છે કે કેટલાક મૃતદેહો યોગ્ય રીતે બળી રહ્યા પણ નથી. હાલત એવી બની ગઈ છે કે વિસ્તારનાં કૂતરાઓ પી.પી.ઇ કીટ અને અર્ધ બળેલા મૃતદેહને ઉપાડીને વસાહતોમાં પહોંચી રહ્યા છે. આ સમગ્ર વાતાવરણમાં ગ્રામજનો ભારે ગભરાઈ ગયા છે. આખી સ્થિતિ જોઈને લોકો મ્યુનિસિપાલટી મેનેજમેન્ટની માંગ કરી રહ્યાં છે.

image source

આ સંદર્ભે આ વિસ્તારનાં કાઉન્સિલર યુવરાજ વૈષ્ણવે વહીવટી તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે. મેમોરેન્ડમ દ્વારા વહીવટી તંત્રએ વિસ્તારનાં ગ્રામજનોમાં ફેલાયેલી ગભરાટનો ઉલ્લેખ કરીને બહારથી લાવવામાં આવતી લાશને આખી બાળી નાખવાની માંગ કરી છે અને સાથે ત્યાં ફેકવામાં આવી રહેલી પી.પી.ઇ કીટનાં નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે અપીલ કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!