નકલી નોટોનું કૌભાંડ ગુજરાતના ગાંધીનગરમાં પકડાયુ, યુવક ઘરમાં જ રાતે કરતો હતો આ કામ

ગુજરાતના ગાંધીનગરમાં ગ્રામ ભારતી પાસેથી 30 લાખ રૂપિયાની નકલી નોટોને પકડવામાં આવી છે. અહીં નાકાબંધી કરીને એક યુવકને ઝડપી લેવામાં આવ્યો હતો. આ યુવક ગાંધીનગરના સરગાસણમાં રહેતા સંતોષ કચરાભાઈ રાવલ હોવાનું માણસા પોલીસે જણાવ્યું છે. પોલીસે કહ્યું કે એક મોટું નકલી નોટોનું નેટવર્ક પકડી લેવાયું છે.

image source

ગાંધીનગરમાં રહેતો આ યુવક પોતાના ઘરે જ કેટલાક મશીનોની મદદથી નોટો છાપવાનું કામ રાતનાા સમયે કરતો હતો. જ્યારે આ વ્યક્તિ નોટોના સપ્લાય માટે નીકળ્યો હતો ત્યારે તેની હરકતો પોલીસને શંકાસ્પદ લાગી હતી. તે આ કામ માટે વિજાપુર જઈ રહ્યો હતો. માણસા પોલિસે તેને કોર્ડન કરીને તેની અટકાયત કરી હતી. આ સમયે તેની પાસેથી રૂપિયા 2000, રૂપિયા 500 અને રૂપિયા 100ની નકલી નોટનો 30 લાખ રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તમામ માલ કબ્જે કર્યો છે.

image source

મળતી માહિતી અનુસાર માણસા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અને સર્વેલન્સ સ્ક્વોડના પીએચએસઆઈએ માણસો સાથે ચેકિંગ સમયે આ બાઈક પર પસાર થયેલા યુવકનું ચેકિંગ હાથ ધર્યું હતું. તેનું નામ અને અન્ય પૂછપરછમાં તે સંતોષ કચરાભાઈ રાવલ હોવાની વાત સામે આવી હતી. પોલીસે તેની પાસે કાળા રંગનો ભારેખમ થલો જોયો અને પોલીસને જોઈને આ યુવકની વર્તણૂંક પણ અલગ લાગતા તેનું ચેકિંગ કરાયું હતું. પોલીસે જ્યારે આ યુવકના થેલાની તપાસ કરી તો બંડલોથી ભરેલો થેલો જોઈ તપાસ શરૂ કરી. પોલીસે ઘટનાની તપાસ કરી તો તેમની આંખો ખુલ્લી રહી ગઈ.

image source

યુવક કડકડતી નોટોના 30 લાખ રૂપિયાના બંડલ લઈને એકલો બાઈક પર જઈ રહ્યો હતો. પોલીસે નોટની ચકાસણી કરી તો અનેક નોટના બંડલના સિરિયલ નંબર એકસરખા જોવા મળ્યા હતા. પોલીસે નોટોની તપાસ માટે અનેક ટીમ બોલાવી અને તપાસમાં જાણ્યું કે આ નોટો નકલી છે. આ પછી પોલીસે તેના ઘરની તપાસ પણ હાથ ઘરી.

જ્યારે પોલીસ સંતોષ રાવલના ઘરે પહોંચી તો તે વધારે દંગ રહી ગઈ. પોલીસે આ યુવકના ઘરમાં પ્રિન્ટર, સ્કેનર, ઈલેક્ટ્રીક સાધનો ઉપરાંત નકલી નોટ છાપવાનો અન્ય સામાન પણ કબ્જે કર્યો છે. જ્યારે પોલીસે તમામ પ્રયાસ કરી લીધા ત્યારે યુવકે પોતાનો ગુનો કબૂલ્યો છે અને તેણે કહ્યું કે તે રાતના સમયે ઘરમાં નકલી નોટો છાપવાનું કામ કરતો હતો. આજે રાતે તે 30 લાખની નકલી નોટો સાથે વિજાપુર જઈ રહ્યો હતો ત્યારે માણસા પોલીસના હાથમાં ઝડપાઈ ગયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!