Site icon News Gujarat

ગાંધીનગરમાં બાળક તરછોડાયા હોવા મામલે મોટો ખુલાસો, વડોદરાની યુવતી છે શિવાંશની માતા, સચિન જ છે તેનો પિતા

ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળક શિવાંશનાં માતા-પિતા વિશે મોટો ધડાકો થયો છે. શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનું બહાર આવ્યું છે. મહેંદીએ જ શિવાંશને સચિનને આપી દીધો હતો. અચાનક નવ માસનો પુત્ર મળતાં તેનું શું કરવું એ મુદ્દે સચિન મૂંઝાઈ ગયો હતો તેથી તેણે બાળકને તરછોડી દીધું હતું.

image socure

પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સચિન દિક્ષિત વડોદરા નોકરી કરતો હતો ત્યારે ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી મહેંદી નામની યુવતિના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે શરીર સંબંધ બંધાયા હતા. બંને વચ્ચે બે વર્ષ સુધી શરીર સંબંધ રહ્યા હતા. મહેંદીનાં સગાં અમદાવાદના બોપલમાં રહેતાં હોવાથી બંને બોપલમાં પણ મળતાં હતાં. બંને વચ્ચેના સબંધના પરિણામે શિવાંશનો જન્મ થયો હતો. મહેંદીએ સચિનને લગ્ન કરવા કહ્યું હતું પણ સચિન તૈયાર ના હોવાથી તેણે શિવાંશને સચિનને સોંપી દીધો હતો.

પોલીસે સચિનની પૂછપરછમાં તેની પ્રેમિકા વિશે માહિતી મલી હતી. તેના આધારે ગાંધીનગર પોલીસ ટીમ વડોદરા પ્રેમિકાના ઘરે પહોચી ગઈ છે. ગાંધીનગર પોલિસ દ્વારા આજે પ્રેમિકાની પણ પૂછપરછ કરાય અને તેને ગાંધીનગર લવાય તેવી શક્યતા છે. આજે સચિન દિક્ષીતનો ડીએનએ ટેસ્ટ પણ કરાશે એવો પોલીસનો દાવો છે.

image soucre

શિવાંશના પિતાના ઘરે સ્ટોનમાં કોતરેલું છે LOVE U……….અને ……….❤ SACHIN, પોલીસે શરૂ કરી તપાસ-
ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળકના કેસમાં પોલીસે તેના પિતા સચિન દિક્ષિત તથા દિક્ષીતની પત્નિ આરાધનાની પૂછપરછ શરૂ કરી છે. દરમિયાનમાં પોલીસે સચિનની ઘરે પણ તપાસ કરી છે. આ તપાસમાં ગાંધીનગર ખાતેના સચિનના ઘરે સ્ટોનમાં LOVE U MAA અને Ravi❤ SACHIN લખેલું મળ્યું છે. આ રવિ અથવા રાવિ કોણ ચે તેની પોલીસે તપાસ શરૂ કરી છે. Ravi❤ SACHINને માસૂમ શિવાંશના કેસ સાથે કંઈ સંબંધ છે કે નહીં તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.

ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળકના કેસમાં પોલીસે તેના પિતા સચિન દિક્ષિત તથા દિક્ષીતની પત્નિ આરાધનાની પૂછપરછ શરૂ કરી છે. રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બાળકનું સાચું નામ શિવાંશ હોવાનો ઘટસ્ફોટ શનિવારે રાત્રે કરાયો હતો. તેમણે દાવો કર્યો કે. તેના પિતા સચિન દીક્ષિત દ્વારા શિવાંશને તરછોડી દેવાયો હતો. મોડી રાત્રે પોલીસ સચિન અને આરાધના દિક્ષીતને રાજસ્થાના કોટાથી પકડી ગાંધીનગર લઈ આવી છે. હાલમાં સેકટર-26 ન્યુ ગ્રીન સિટીના મકાનમાં બન્નેને લઈ જઈ પૂછતાંછ શરૂ કરવામાં આવી છે. હજી પણ શિવાંશની અસલી માતા ક્યાં છે એ એક મોટું રહસ્ય અકબંધ છે.

image socure

સચિન દિક્ષિતની પત્ની આરાધના દીક્ષિતની સેક્ટર 26 ના ગ્રીન સિટી બંગલો ખાતે પૂછપરછ થઈ રહી છે. પત્ની બાદ પતિ સચિન દીક્ષિતની પણ એલસીબી ખાતે પૂછપરછ કરાશે. આ બળાક સચિન દિક્ષિતની પ્રેમિકાનું હોવાનું કહેવાય છે ત્યારે તરછોડાયેલા માસૂમ બાળક અને પતિના બાળકની માતાના પ્રેમસબંધ બાબતે પત્ની આરાધનાએ પોતે કશું જાણતી ન હોવાનો દાવો કર્યો છે. પત્ની આરાધનાનો દાવો છે કે, પોતાના પરિવાર સાથે રાજસ્થાન કોટા પિયરમાં એક પ્રસંગમાં ગઇ હતી. પતિ સચીન ઘરે એકલો હતો અને પછી પ્રેમિકા થકી થયેલા બાળકને તરછોડી રાજસ્થાન ભાગ્યો હતો.

પેથાપુર સ્વામીનારાયણ ગૌશાળા નજીકથી ગઇકાલે રાત્રે મળી આવેલ બિનવારસુ બાળકના પિતાનું નામ સચીન દીક્ષિત હોવાનું સામે આવ્યું છે . જ્યારે આ બાળકનું સાચું નામ શિવાંશ હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે ગાંધીનગર પોલીસની ટીમને આ બાળકના પિતાનું પગેરું શોધવામાં સફળતા મળી હતી. શિવાંશના પિતા સચિન દિક્ષીત ગઈકાલે વહેલી સવારથી રાજસ્થાનના કોટા જતા રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ શિવાંશના પિતા સચિન અને તેની પત્નીની પોલીસે કોટાથી ઝડપી પાડ્યા છે અને તેમને ગાંધીનગર એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે.

image socure

ગાંધીનગરમાં તરછોડાયેલા બાળક મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે રાતે પ્રેસ કોન્ફરન્સ કરી ઘણા ખુલાસા કર્યા છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આખી રાત મીડિયાની ટીમ, પોલીસની ટીમે મહેનત કરી, પેથાપુરના નાગરિકો પણ સાથે જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દિપ્તી બહેને જશોદા બનીને માતાની જેમ પ્રેમ આપ્યો છે.

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ ગુરુકુળની ગૌ શાળાના દરવાજા પાસે શુક્રવારે કોઈ અજાણ્યો યુવક ફૂલ જેવા બાળકને અંધારામાં તરછોડીને કારમાં ફરાર થઈ ગયો હતો. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. ગાંધીનગર પોલીસે 100થી વધુ સીસીટીવીની ચકાસણી કરતા ગૌ શાળા બહાર એક સફેદ કલરની કાર કેમેરામાં કેદ હોવાનું બહાર આવ્યું હતું. જેનાં રજિસ્ટ્રેશન નંબર પરથી આ કાર સેકટર-26 ગ્રીનસિટી સોસાયટી D-35માં રહેતા સચિન નંદકિશોર દીક્ષિતની હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે એક ટીમ તુરત સેક્ટર-26 દોડી ગઈ હતી. સચિન દીક્ષિત, પત્ની અનુરાધા અને તેના માતા પિતા ઘર છોડીને જતાં રહ્યાંની વિગતો મળી આવી હતી.

20 કલાકની તપાસ બાદ બાળકનું અસલી નામ શિવાંશ હોવાનું સામે આવ્યું

image soucre

બાળકની સાર સંભાળ માટે શુક્રવાર રાતથી જ ભાજપનાં કોર્પોરેટર દિપ્તીબેન પટેલે યશોદામાંની બખૂબી ભૂમિકા અદા કરી હતી અને બાળકને સિવિલમાં સ્મિત નામ આપવામાં આવ્યું હતું. ત્યારે આખો દિવસ સ્મિતનાં વાલી વારસો કોણ? એની ચર્ચાએ જોર પકડયું હતું. અંતે 20 કલાકની તપાસ પછી બાળકનું અસલી નામ શિવાંશ હોવાનું ગૃહ મંત્રીએ જાહેર કર્યું હતું. પરંતુ સચિન દીક્ષિત તેની પત્ની અનુરાધા સાથે રાજસ્થાનના કોટા ભાગી ગયો છે અને તેમને ગાંધીનગર લઈ આવ્યા પછી જ સમગ્ર પ્રકરણ પરથી પડદો ઊંચકાશે તેમ પણ ગુહમંત્રી હર્ષ સંઘવી મીડિયાને જણાવ્યું હતું.

મોડી રાત્રે ગાંધીનગર પોલીસ દંપતિને રાજસ્થાનથી લઇ આવી

ગઈકાલે શનિવારે મોડી રાત્રે ગાંધીનગર પોલીસ દ્વારા સચિન દીક્ષિત અને તેની પત્ની અનુરાધાને કોટાથી ગાંધીનગર લઈ આવવામાં આવ્યા છે. હાલમાં પોલીસ બન્નેને સેકટર-26ના મકાનમાં લઈ ગઈ હતી અને પૂછતાંછ હાથ ધરી છે. જોકે, સચિનની પત્ની અનુરાધા પતિના પ્રેમ પ્રકરણથી અજાણ હોવાનું જણાવી રહી છે.

Exit mobile version