ગાંધીનગર: ડભોડાનું વૃદ્ધાશ્રમ ખાલી કરવું પડે એવી સ્થિતિ, વડીલોની આ વાત જાણીને તમે પણ રડી પડશો

ભુલો ભલે બીજું બધું મા-બાપને ભુલશો નહીં…. આ ગીત જ્યારે જ્યારે સાંભળવા મળે ત્યારે દરેક વ્યક્તિની આંખ છલકી જાય છે. પરંતુ કેટલાક પથ્થરના હૃદય ધરાવતાં સંતાન એવા હોય છે જે માતા પિતાને તરછોડી દેતાં અચકાતા નથી. આવા માતા પિતાનો આસરો બને છે વૃદ્ધાશ્રમ. બાળકોને સક્ષમ અને સદ્ધર બનાવનાર માતા પિતા રસ્તે રઝડતા ન થાય તે માટે વૃદ્ધાશ્રમનું સંચાલન કરવામાં આવે છે. પરંતુ જ્યારે આવા વૃદ્ધોનો આસરો પણ છીનવાય જાય તો ?

image source

આવી સ્થિતિ સર્જાઈ છે ડભોડાના વૃદ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધોની. પહેલા સંતાનોએ તરછોડી અને તેના જ ઘરમાંથી તેમને કાઢી મુક્યા ત્યારબાદ હવે અહીંના વૃદ્ધોને આ આશ્રમ પણ છોડવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વાત છે

image source

સંતાને જ્યારે પોતાને તરછોડ્યો તે અસહ્ય પીડાને આ વૃદ્ધો અહીં એકબીજાના સહારે ભુલી ગયા અને જીવન જીવવા લાગ્યા હતા પરંતુ હવે આ વૃદ્ધાશ્રમનો આસરો પણ છીનવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ડભોડાના વૃદ્ધાશ્રમમાં તરછોડાયેલા 17 વૃદ્ધો રહે છે.

image source

આ વૃદ્ધો ફરી એકવાર બેઘર થવાના આરે પહોંચ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડભોડામાં માવતર નામથી છેલ્લા 3 વર્ષથી એક વૃદ્ધાશ્રમ ચાલે છે. આ વૃદ્ધાશ્રમ સ્માર્ટ પીપલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. જો કે આ વૃદ્ધાશ્રમ જે મકાનમાં બનેલું છે કે ટ્રસ્ટનું માલિકીનું નથી. હાલ જ્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે ત્યારે આ ટ્રસ્ટ વૃદ્ધાશ્રમના મકાનનું ભાડું ચુકવી શક્યું નથી. તેના કારણે હવે આ વૃદ્ધોને ઘર ખાલી કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

image source

એકવાર ઘર મુક્યાની પીડા સહન કરનાર આ વૃદ્ધોને ફરી વાર ઘર છોડવાનું માથે આવી પડતા તેમની પીડા આંખેથી આંસુ બની છલકાવા લાગી છે. આ વૃદ્ધો અહીં આવ્યા બાદ એકબીજા સાથે સુખ દુખ વહેંચી જીવન પસાર કરી રહ્યા છે ત્યારે હવે ફરીથી તેમનું ઘર છીનવાય નહીં તે માટે આજીજી કરી રહ્યા છે.

image source

ગાંધીનગરના ડભોડામાં આવેલા આ વૃદ્ધાશ્રમમાં રહેતા 17 વૃદ્ધોનો આશરો ન છીનવાય તે માટે તેઓ સરકારને પણ મદદ માટે આજીજી કરી રહ્યા છે. તેવામાં જો સરકાર આ અંગે નિર્ણય નહીં લે તો તેમનો આશરો છીનવાઈ જશે. ત્યારબાદ આ વૃદ્ધોને કોણ આશરો આપશે તે પણ ચિંતાનો વિષય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત