ગાંધીના ગુજરાતમાં આવ્યા આવા દિવસો, મોટી મોટી પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે ભૂમિપૂજનમાં દારૂનો અભિષેક

ગુજરાતમાં આમ તો નિયમો જાણે પાળવાના બદલે તોડવા માટે જ બનાવાયા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જનતા તો ઠીક પણ હવે તો નેતાઓ પણ બેફામ રીતે જાણો દારુને વધાવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આવા વીડિયો વાયરલ થવાના કારણે ખુબ જ ચર્ચાઓ જાગે છે. એક તરફ ગુજરાત સરકારે હાલ દારૂબંધીનો કડક કાયદો અમલમાં મૂક્યો છે, સાથે સાથે સરકાર સહિત અન્ય સામાજિક સંસ્થાઓ અંતરિયાળ વિસ્તારમાં વ્યસનમુક્તિ અભિયાન પણ ચલાવી રહી છે, ત્યારે નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા ડેડિયાપાડા વિસ્તારમાં રસ્તાનું ખાતમુહૂર્ત ખાખરના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવ્યું હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

25 ઓક્ટોબરના રોજ ખાતમુહૂર્ત

image source

આ ઘટનામાં BTPના MLA મહેશ વસાવા અને ભાજપના પૂર્વ MLA મોતીસિંહ વસાવા સહિતના નેતાઓએ ખાતમુહૂર્તમાં દારૂથી અભિષેક કરતાં નજરે પડી રહ્યા છે. તો બીજી બાજુ ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મળતી વિગતો પ્રમાણે વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના વિવિધ રસ્તાઓનું ગત 25 ઓક્ટોબરના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેડિયાપાડા BTPના MLA મહેશ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બહાદુર વસાવા, ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ અને ડેડિયાપાડાના માજી ધારાસભ્ય મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ આગેવાન અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકર વસાવા સહિત કોંગ્રેસના અન્ય આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ખાખરના પાનમાં દારૂના અભિષેકથી કર્યું ખાતમુહૂર્ત

image source

બધા જ નેતા અને જનતાની હાજરીમાં રસ્તાનું ભૂમિપૂજન ખાખરના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવ્યું હતું. અને જેના અમુક વીડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં વહેતા થયા છે. આ કાર્યક્રમમાં હાજર નર્મદા જિલ્લાના ભાજપ આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકર વસાવાએ જણાવ્યું હતું કે અમે પહેલા ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા અને નાળિયેર વધેરી કર્યું હતું. BTPના ધારાસભ્ય મહેશ વસાવાએ ખાખરના પાનમાં દારૂનો અભિષેક કરવા જણાવ્યું, મહેશ વસાવાએ એ વખતે કહ્યું હતું કે એ તો આપણી આદિવાસીઓની મૂળ સંસ્કૃતિ છે. સત્તામાં આવ્યા પછી BTPના ધારાસભ્ય મહેશ વસાવા નવી નવી પ્રથાઓ ઉમેરવા માગે છે.

મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો ગુસ્સો

image source

આ સિવાય મનસુખ વસાવાએ આ મામલે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે હંમેશાં ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા તથા દૂધ, જળ (પાણી)થી પૂજન કરવામાં આવે છે. એને બદલે ખાખરના પાનમાં દારૂ લઈને લાઈનમાં ઊભા રહીને દારૂથી અભિષેક કરતા નેતાઓ ખાતમુહૂર્ત કરી રહ્યા છે તથા એ પણ જાણવા મળ્યું છે કે કેટલાકે એની પ્રસાદી પણ લીધી, જેમાં ઘણાબધા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. સરકાર દારૂબંધીનો કાયદો કડક બનાવે છે.

આદિવાસી સમાજને તેઓ કેવો સંદેશો આપવા માગે છે?

image source

વસાવાએ આગળ વાત કરી કે વ્યસનમુક્તિ અભિયાન ચલાવે છે અને સાધુ-સંતો, ધાર્મિક સંપ્રદાયો પણ સમાજ સુધારણા માટે અને દારૂ જુગાર જેવાં વ્યસનોથી દૂર રહેવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે, તો નેતાઓનો આ વ્યવહાર જોઇને આનાથી કેવો સંદેશો તેઓ આદિવાસી સમાજને આપવા માગે છે? હંમેશાં આપણા વ્યવહારો તથા કાર્યક્રમો એવા હોવા જોઈએ કે જેનાથી સમાજ પ્રેરણા લઈ શકે, પરંતુ આ પાનવાળું દૃશ્ય જોઈને ઘણાબધા લોકો ટીકા-ટિપ્પણીઓ કરી રહ્યા છે, તેથી ભવિષ્યમાં આવા કાર્યક્રમો ન કરતાં આમપ્રજામાં એક સારો સંદેશો જાય એવા કાર્યક્રમો કરવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત