શું તમે ક્યારે વાંચેલુુ છે ગંગા અને રાજા શાંતનુના લગ્ન વિશે?

જેઠ મહિનાની શુક્લ પક્ષ દશમના દિવસને ગંગા દશેરા તરીકે મનાવવામાં આવે છે. એક માન્યતા મુજબ એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં જેઠ મહિનાના શુક્લ પક્ષની દશમની તિથિના રોજ દેવી ગંગાનું અવતરણ પૃથ્વી પર થયું હતું. ગંગા નદીને સંબંધિત એક કથાનું વર્ણન મહાભારતમાં કરવામાં આવ્યું છે. મહાભારતની કથામાં જણાવ્યા મુજબ દેવી ગંગાના લગ્ન હસ્તિનાપુરના રાજા શાંતનુ સાથે થયા હતા.

image source

મહાભારતમાં વર્ણવામાં આવેલ કથા મુજબ રાજા શાંતનુ એક દિવસ ગંગાના કિનારે ફરી રહ્યા હતા ત્યારે તેમણે એક સુંદર નારીને જોવે છે અને રાજા શાંતનુ એ નારી પર મોહીત થઈ જાય છે. ત્યાર પછી એક દિવસ રાજા શાંતનુ દેવી ગંગા સામે લગ્નનો પ્રસ્તાવ મૂકી દે છે. ત્યારે દેવી ગંગા રાજા શાંતનુ સામે કેટલીક શરતો મુકતા કહે છે કે, તેઓ પોતાની મરજી મુજબ પૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ, ઉપરાંત જો રાજા તેમને કોઈ કામ કરતા રોકે છે તો દેવી ગંગા ત્યારે જ તેમનો ત્યાગ કરીને ચાલ્યા જશે.

image source

રાજા શાંતનુએ મોહિત થઈને દેવી ગંગાની શરતો માની લે છે અને ત્યારે જ લગ્ન કરી લે છે. રાજા શાંતનુ અને ગંગા દેવીના લગ્નના થોડાક સમય પછી ગંગા દેવી એક બાળકને જન્મ આપે છે ત્યારે દેવી ગંગા પોતાના નવજાત બાળકને લઈને નદી કિનારે ચાલ્યા જાય છે અને નવજાત શિશુને નદીના પાણીમાં પ્રવાહિત કરી દે છે. જયારે રાજા શાંતનુને આ વાતની જાણ થાય છે તો રાજા શાંતનુને ખુબ જ દુઃખ થાય છે પરંતુ તેઓ દેવી ગંગાને કઈ પૂછી શકતા નથી અને પોતાના દુઃખને ભૂલવાનો પ્રયત્ન કરે છે.

દેવી ગંગા આમ જ પોતાની સાત સંતાનોને નદીના પાણીમાં પ્રવાહિત કરી દે છે. પરંતુ જયારે દેવી ગંગા પોતાની આઠમી સંતાનને લઈને પાણીમાં પ્રવાહિત કરવા સાથે લઈને જાય છે ત્યારે રાજા શાંતનુ પણ દેવી ગંગાનો પાછળ જાય છે અને જયારે દેવી ગંગા પુત્રને પાણીમાં પ્રવાહિત કરવા જાય છે ત્યારે જ રાજા શાંતનુએ દેવી ગંગાને લગ્ન સમયે આપેલ વચન તોડી દે છે અને દેવી ગંગાને બાળકને પાણીમાં પ્રવાહિત કરતા અટકાવે છે અને દેવી ગંગાને આવી રીતે બાળકને પાણીમાં પ્રવાહિત કરવાનું કારણ પૂછે છે.

image source

ત્યાર પછી દેવી ગંગા રાજા શાંતનુને પૂરી વાત જણાવે છે અને રાજા શાંતનુએ પોતાનું વચન ભંગ કરી દીધું હોવાથી દેવી ગંગા બાળકના ઉછેરની જવાબદારી લઈને દેવી ગંગા ચાલ્યા જાય છે. દેવી ગંગા આ બાળકનું નામ દેવવ્રત રાખે છે ત્યારપછી દેવવ્રતને એક મહાન યોદ્ધા અને ધર્મજ્ઞ ઉપરાંત બધી જ રીતે પારંગત કરી લીધા પછી રાજા શાંતનુને દેવવ્રત સોપી દે છે.

રાજા શાંતનુ પોતાના દીકરા દેવવ્રત સાથે હસ્તિનાપુર આવ્યા પછી ફરીથી રાજા શાંતનુ નદી તટે વિહાર કરવા માટે જાય છે. ત્યાં રાજા શાંતનુની મુલાકાત એક મત્સ્ય કન્યા સત્યવતી સાથે થાય છે. રાજા શાંતનુની મુલાકાત સત્યવતી સાથે થયા પછી બેચેન રહેવા લાગે છે અને ખોવાયેલ રહે છે. દેવવ્રત પોતાના પિતાની આવી પરિસ્થિતિ જોવે છે અને તેનું કારણ પૂછે ત્યારે દેવવ્રતને સત્યવતી વિષે જાણ થાય છે.

image source

દેવવ્રતને જાણ થાય છે કે, તેના પિતાને મત્સ્ય કન્યા સત્યવતી સાથે પ્રેમ થઈ ગયો છે પણ સત્યવતીએ રાજા શાંતનુ સામે કેટલીક શરતો મુકે છે અને કહે છે કે, રાજા શાંતનુએ રાજકુમાર દેવવ્રતને બદલે તેમના પુત્રને રાજા બનાવવાના રહેશે. મત્સ્ય કન્યા સત્યવતીની આ વાતની જાણ દેવવ્રતને થાય છે તો દેવવ્રત તરત જ આજીવન કુવારા અને હસ્તિનાપુરના સિહાંસન પ્રત્યે સમર્પિત રહેશે. આવી પ્રતિજ્ઞા કરી લે છે ત્યાર પછી જ દેવવ્રતની આવી ભીષણ પ્રતિજ્ઞાના કારણે તેમનું નામ ભીષ્મ આપી દેવામાં આવ્યું અને ભીષ્મએ પોતાની પ્રતિજ્ઞાને આજીવન પાલન કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત