કોરોના અને ગંગાજળને લઇને અમેરિકન જર્નલે કર્યો આ મોટો ખુલાસો, જાણો ખરેખર ગંગાજળ કોરોનાથી બચાવે છે?

શું ગંગાજળ તમારું રક્ષણ કરશે કોરોનાથી ? અમેરિકન જર્નલે કર્યો આ મોટો ખુલાસો

હાલ કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. તેનાથી કરોડો લોકો સંક્રમિત થયા છે અને લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હજુ સુધી આ વાયરસને ડામતી કોઈ નક્કર રસી શોધાઈ નથી અને જે શોધાઈ છે તે હાલ ટ્રાયલમાં છે. પણ આ સાથે જ કોરોનાને લઈને ઘણા બધા અન્ય સંશોધનો પણ આ દરમિયાન ચાલું રહ્યા છે.

image source

કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી લોકોના પાપ ધોવાઈ જાય છે. તો વળી કેટલાક લોકો મૃત્યુ પહેલાની છેલ્લી ઇચ્છા દર્શાવતા પોતાના અસ્થિઓ પવિત્ર ગંગા નદીમાં પધરાવવાનું કહેતા હોય છે. ભારતમાં ગંગા નદીનું એક આગવું સ્થાન છે. હીન્દુ ગ્રંથોમાં પણ ગંગા નદી વિષે ઘણી બધી વાતો લખવામા આવી છે.

image source

બીએચયુ આઈએમએસની એક ટીમે તાજેતરમાં એક અભ્યાસ કર્યો છે જેમાં તેમણે પવિત્ર ગંગા નદીના કિનારે રહેતા લોકો પર કોરોનાની અસર જાણવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં જ આ ટીમે આ અંગેનો અહેવાલ રજૂ કર્યો છે. અને આ અહેવાલ પ્રમાણે જે લોકો ગંગાજળનો નિયમિત ઉપયોગ કરી રહ્યા છે તેમને કોરોનાની માત્ર 10 ટકા અસર જ થઈ છે. આ રિસર્ચ પેપરને અમેરિકાની ઇન્ટરનેશનલ જર્નલ ઓફ માઇક્રોબાયલોજીના અંકમાં પણ પ્રશારિત કરવામાં આવ્યું છે.

image source

બીએચયુએ પોતાના ન્યૂરોલોજી વિભાગના વિભાગ અધ્યક્ષ ડો. રામેશ્વર ચૌરસિયા, તેમજ ન્યુરોલોજિસ્ટ પ્રોફેસર વીએન મિશ્રાની આગેવાની હેઠળ બનાવવામાં આવેલી ટીમ દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક સર્વેમાં જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિત ગંગા સ્નાન કરતા હોય તેમજ કોઈને કોઈ રીતે ગંગાજળનો ઉપયોગ કરતા હોય કે સેવન કરતા હોય તેમના પર કોરોનાની 90 ટકા અસર નથી થતી.

image source

આ ટીમ દ્વારા તેમના અહેવાલ દ્વારા એવો દાવો કરવામા આવ્યો છે કે ગંગાજળમાં સ્નાન કરનારા 90 ટકા લોકો કોરોનાના સંક્રમણથી બચી શક્યા છે. તેમ જ ગંગા કિનારે આવેલા 42 જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ બાકીના શહેરોની સરખામણીએ જોવામાં આવે તો 50 ટકા ઓછું રહ્યું છે. અને જો તેમને સંક્રમણ લાગ્યું પણ હોય તો તેઓ સંક્રમણથી ખૂબ જ જલદી મુક્ત થઈ જાય છે.

image source

આ સંશોધન માટે ટીમ દ્વારા ગંગાજળના વિવિધ નમુનાઓ લેવામા આવ્યા હતા. જે ગૌમુખથી લઈને ગંગા સાગર વચ્ચે આવતા 1000 સ્થળોએથી લેવામા આવ્યા હતા. એવું પણ સાંભળવામા આવ્યું છે કે કોરોનાની ફેઝ થેરાપી કરવા માટે ગંગાજળન નેઝલ સ્પ્રે પણ તૈયાર કરવામા આવ્યા છે. આ બાબતના વિગતવાર અહેવાલ આઈએમએસની એથિકલ કમિટિને સોંપવામાં આવ્યા છે. આ ટ્રાયલ લગભગ 250 લોકો પર કરવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત