Site icon News Gujarat

ગંગા દશેરાના દિવસે એટલે કે 20 જૂને ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને કરો સ્નાન, 10 પ્રકારના પાપ થઇ જશે દૂર

ગંગા દશેરાના દિવસે પાણીમાં ગંગા જળ મિક્સ કરીને સ્નાન કરવાની દૂર થાય છે પાપ, જાણી લો મહત્વ અને તિથિ.

સૃષ્ટિના નિર્માતા બ્રહ્માજીના કમંડળથી રાજા ભગીરથ દ્વારા દેવી ગંગાનો ધરતી પર આવતાર દિવસને ગંગા દશેરાના નામે ઓળખવામાં આવે છે. પૃથ્વી પર અવતાર પહેલા ગંગા નદી સ્વર્ગનો ભાગ હતી. ગંગા દશેરાના દિવસે ભક્ત દેવી ગંગાની પૂજા કરે છે અને ગંગામાં ડૂબકી લગાવે છે અને દાન પુણ્ય, ઉપવાસ, ભજન અને ગંગા આરતીનું આયોજન કરે છે.

માન્યતા છે કે આ દિવસે માતા ગંગાની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની અનંત કૃપા પ્રાપ્ત થાય છે. હિન્દૂ ધર્મમાં તો ગંગાને દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે ક્યારે માતા ગંગા સ્વર્ગથી પૃથ્વી પર અવતરિત થઈ તો એ જેઠ મહિનાની શુક્લ પક્ષની દશમની તિથિ હતી ત્યારથી આ તિથીને ગંગા દશેરાના રૂપમાં મનાવવામાં આવે છે.

image source

દુનિયાની સૌથી પવિત્ર નદીમાંથી એક છે ગંગા. ગંગાનું નિર્મળ જળ પર સતત થયેલી શોધોથી પણ ગંગા વિજ્ઞાનની દરેક કસોટીમાં ખરી ઉતરી છે.વિજ્ઞાન પણ માને છે કે ગંગાજળમાં જીવાણુઓ મારવાની ક્ષમતા હોય છે જેના કારણે એનું જળ હંમેશા પવિત્ર રહે છે. આપણી સનાતન સંસ્કૃતિમાં ગંગાને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. સદીઓથી સમસ્ત માનવ સમાજ આ માતા રૂપી પવિત્ર જળનો ઉપયોગ કરે છે અને આપણે એ માટે પોતાની ગંગા માતાના કૃતાર્થ હોવું જોઈએ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશમાં વિકાસના નામ પર જે પ્રાકૃતિક સંસાધનોનો અંધાધુધ દહન કરવામાં આવે છે એમાં ગંગા નદી- જળ સાથે ઘણા પ્રદુષિત તત્વ ભેળવવામાં આવ્યા અને હજી ભેળવવમાં આવે છે.

જેઠ મહિનાની દશમ તિથિએ ગંગા દશેરા ઊજવવામાં આવે છે. સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે આ દિવસે વ્યક્તિએ કોઈપણ પવિત્ર નદીમાં જઈને સ્નાન, ધ્યાન તથા દાન કરવું જોઈએ. તે શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે ગંગા દશેરા 20 જૂન, રવિવારના રોજ છે.

image source

ઘણી જગ્યાએ આ પર્વને દસ દિવસ સુધી ઊજવવાની પરંપરા છે. પુરાણોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગીરથની ઘોર તપસ્યા પછી જ્યારે ગંગા ધરતી પર આવ્યાં હતાં, ત્યારે તે દિવસે જેઠ મહિનાના સુદ પક્ષની દશમ તિથિ હતી. ગંગાના ધરતી ઉપર અવતરણના દિવસને જ ગંગા દશેરાના નામથી પૂજવામાં આવે છે.

આ પ્રકારે ગંગા પૂજન કરોઃ-

ગંગા દશેરાના દિવસે ગંગા કે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરો. હાલ કોરોનાના કોવિડ સમસ્યાના કારણે જો ઘરની બહાર જઈ કોઈ પવિત્ર નદીમા સ્નાન કરી શકાય નહીં તો ઘરમાં જ નાહવાના પાણીમાં ગંગા કે કોઇ નદીનું પવિત્ર જળ મિક્સ કરીને નમઃ શિવાય નારાયણ્યૈ દશહરાયૈ ગંગાયૈ નમઃ મંત્રનો જાપ 10 વાર કરવો જોઈએ.

image source

ત્યાર બાદ પોતાના પિતૃઓની તૃપ્તિ માટે પ્રાર્થના કરો. ગંગા દશેરાના દિવસે માતા ગંગાને 10 ફૂલ, 10 ધૂપ, 10 દિવા, 10 ફળ તથા 10 પ્રકારના નૈવેદ્ય ધરાવવામાં આવે છે. આ દિવસે 16 મુઠ્ઠી તલ લઇને તર્પણ કરવું જોઈએ.

આ દિવસે કરવામાં આવેલ દાન-અનુષ્ઠાન કાર્ય પિતૃઓને મોક્ષ અને વંશવૃદ્ધિ માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે.

આ દિવસે કાળા તલ, છત્રી, ચોખા, મિષ્ઠાનનું દાન કરવું જોઈએ. પારિવારિક સમસ્યાઓથી પરેશાન લોકો ગંગામાં ઊભા રહીને 11 ફેરી કરી માતા પાસેથી સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના કરે. લાંબી બીમારીથી પીડિત લોકો માટે સ્નાન પછી બાબા વિશ્વનાથને જળ અર્પણ કરી તેમની પાસે ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના કરો.

image source

રાશિ પ્રમાણે શું કરવું-

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version