16 વર્ષની ઉંમરે પ્રેમ, 500 રૂપિયા માટે વેચી નાંખી, સેક્સ વર્કરના કોઠા, કંઈક આવું હતું ગંગુબાઈ કાઠિયાવાડીનું જીવન

ગંગુબાઈ કાઠિવાડી ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ છે કે ક્યારે રીલિઝ થશે. ત્યારે હવે આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીના ચાહકોની રાહ હવે ખતમ થઈ છે. ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી દેવામાં આવી છે.

image source

સંજય લીલા ભણસાલીના જન્મદિવસના ખાસ અવસરે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ફિલ્મમાંથી આલિયા ભટ્ટનું નવું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આલિયા ભટ્ટે પોસ્ટર શૅર કરવાની સાથે લખ્યું છે કે 30 જુલાઇના રોજ સિનેમાઘરોમાં ગંગુબાઇ કાઠિયાવાડી. પોસ્ટરમાં આલિયા ભટ્ટ ખુરસી પર પગ રાખીને બેઠેલી જોવા મળે છે.

image source

આ પોસ્ટરમાં જોઈ શકાય છે કે આછા રંગના કપડા, આંખોમાં ઘાટું કાજલ અને મોટો ચાંદલો લગાડેલી આલિયાનો આ અવતાર ખૂબ જ ખતરનાક લાગી રહ્યો છે. ભણસાલી પ્રૉડક્શને પોસ્ટર શૅર કરતાં લખ્યું, “ઉગ્ર, સાહસી, તે સાશન કરવા માટે તૈયાર છે. પણ હાલમાં દરેકને સવાલ થઈ રહ્યો છે કે આ ગંગુબાઈ છે કોણ અને કેમ એના પર ફિલ્મ આવી રહી છે.

image source

તો આજે વિગતે વાત કરશું કે આ ગંગુબાઈ કાઠિયાવાડી કોણ છે. માનવામાં આવે છે કે ગંગુબાઈ કાઠિયાવાડ વિસ્તારમાં રહેતાં હતાં માટે તેમને ગંગુબાઈ કાઠિયાવાડી કહેવામાં આવતાં હતાં. તેમનું સાચું નામ ગંગા હરજીવનદાસ કાઠિયાવાડી હતું. 16 વર્ષની ઉંમરમાં ગંગુબાઈને તેના પિતાના અકાઉન્ટન્ટ સાથે પ્રેમ થઇ ગયો હતો અને તે એ છોકરા સાથે લગ્ન કરીને મુંબઈ ભાગી ગયાં હતાં.

image source

ગંગુબાઈની હંમેશાંથી એવી ઈચ્છા હતી કે તે એક્ટ્રેસ બને અને આશા પારેખ અને હેમા માલિનીના તે મોટા ફેન હતા. જો કે તેમનો પતિ દગાબાજ નીકળ્યો અને તેણે ગંગુબાઈને મુંબઈના કમાઠીપુરાના રેડ લાઈટ સ્થિત એક કોઠા પર 500 રૂપિયામાં વેચી દીધા. હુસૈન ઝૈદીની બુક અનુસાર માફિયા ડોન કરીમ લાલાની ગેંગના એક માણસે ગંગુબાઈનો રેપ કર્યો હતો.

image source

ત્યારબાદ ગંગુબાઈ કરીમ લાલાને મળ્યાં હતાં અને તેમની પાસેથી ન્યાય માગ્યો હતો. એટલું જ નહીં ગંગુબાઈએ કરીમને રાખડી બાંધીને પોતાનો ભાઈ બનાવી લીધો હતો. કરીમની બહેન બન્યા બાદ ગંગુબાઈ સત્તામાં આવી ગયા અને આગળ જઈને તેઓ મુંબઈનાં સૌથી મોટી ફીમેલ ડોન બન્યાં. તેનો એક ડાયલોગ ફેમસ હતો કે કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં’

image source

આ સિવાય એવી પણ માહિતી મળી રહી છે કે ગંગુબાઈ મુંબઈના કમાઠીપુરા રેડ લાઈટ વિસ્તારમાં સેક્સ રેકેટ અને ઘણા કોઠા પણ ચલાવતાં હતાં. આ બિઝનેસમાં ગંગુબાઈ પોતાની સાથી મહિલાઓની મદદ પણ કરતાં હતાં. એવું કહેવાય છે કે કોઈ છોકરીની મરજી વગર તેને ગંગુબાઈ કોઠા પર રાખતાં ન હતાં. પોતાના અનુભવને કારણે ગંગુબાઈને સેક્સ વર્કર્સ સાથે હમદર્દી હતી.

image source

તેમણે પોતાના પાવરનો ઉપયોગ વેશ્યાઓને તેમનો અધિકાર અપાવવા અને સશક્ત કરવામાં કર્યો. તેમનું માનવું હતું કે એક સેક્સ વર્કર હોવાનો મતલબ એ નથી કે કોઈ મહિલાનું શોષણ કરી શકે. એવી પણ માહિતી છે કે તેમણે આ બાબતને લઈને પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ સાથે પણ મુલાકાત લીધી હતી.

image source

કમાઠીપુરાના લોકો માટે ગંગુબાઈએ જે પ્રયત્નો કર્યા હતા તેના માટે જ ત્યાંના લોકોમાં તેમનું માન વધુ હતું. તે સમયે તેમનો ફોટો અને મૂર્તિ કામાઠીપુરાના લોકોના ઘરમાં લાગેલી મળતી હતી. ગંગુબાઈને તેમના પાવર અને વિવાદોને લઈને 60ના દાયકામાં ‘મેડમ ઓફ કમાઠીપુરા’નું નામ મળ્યું હતું.

image source

આપને જણાવી દઇએ કે ગંગુબાઇ મુંબઇના કમાઠીપુરા રેડ લાઇટ વિસ્તારમાં કેટલાંય કોઠા પણ ચલાવતી હતી. આ બિઝનેસમાં ગંગુબાઇ પોતાની સાથી મહિલાઓની મદદ પણ કરતી હતી. કહેવાય છે કે કોઇપણ છોકરીની મરજી વગર ગંગુબાઇ તેને પોતાના કોઠા પર રાખતી નહોતી. ત્યારે હવે આ વિષય પર ફિલ્મ આવી રહી છે અને ફેન્સમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!