Site icon News Gujarat

એક જ છોડના હિસ્સા અનેક, એક ખુલ્લેઆમ મળે બીજા પર કેમ છે પ્રતિબંધ..? જાણો શું કહે છે કાયદો

એક જ છોડમાંથી નશાના અલગ અલગ દ્રવ્યો બને છે.. પરંતુ તેમાંથી એક છે જે ખુલ્લેઆમ વેચાય છે.. જ્યારે બીજા પર કાયદાનો પ્રતિબંધ છે.. આજે આપણે વાત કરવા જઇ રહ્યા છીએ એક એવા છોડની જેમાંથી ભાંગ, ગાંજો અને ચરસ બને છે.. પરંતુ જેમાંથી ભાંગ ખુલ્લેઆમ મળે છે.. ભગવાનનો પ્રસાદ ગણાય છે.. જ્યારે ગાંજા અને ચરસમાં NDPS એક્ટ હેઠળ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.. આખરે આ ભેદ કેમ..? આવો જાણીએ..

1985માં આ એક્ટ લાગુ થયો. તેમાં કુલ 6 ચેપ્ટર અને 83 સેક્શન છે.

NDPS એક્ટમાં ભાંગના છોડના અલગ-અલગ ભાગોનાં ઉપયોગને કાયદેસર અને ગેરકાયદે ઘોષિત કરવામાં આવ્યા.

image soucre

ભારતમાં ડ્રગ્સનું પ્રોડક્શન, વેચાણ, ખરીદી, ટ્રાન્સપોર્ટ, સ્ટોર અને કન્ઝમ્પ્શન NDPS એક્ટ અંતર્ગત પ્રતિબંધિત છે. આ કાયદામાં ગાંજાની ખરીદીથી લઈને ઉપયોગ સુધી પ્રતિબંધ મૂકાયો છે, પરંતુ ભાંગના ઉપયોગમાં છૂટ આપવામાં આવી છે. જ્યારે ભાંગ અને ગાંજો બંને એક જ છોડમાંથી બને છે. સમજીએ, આખરે ગાંજો, ચરસ અને ભાંગ શું હોય છે? કેવી રીતે બને છે? ભારતમાં ભાંગનો ઉપયોગ ખુલ્લેઆમ કરવામાં આવે છે પરંતુ ગાંજાનો ઉપયોગ પ્રતિબંધિત કેમ છે? NDPS એક્ટમાં અલગ-અલગ ડ્રગ્સની સજા અંગે શું જોગવાઈ છે? અને દુનિયાભરમાં ક્યારથી ગાંજાનો ઉપયોગ કરવામાં આવે છે?…

એક જ છોડમાંથી ભાંગ, ગાંજો અને ચરસ બને છે.

છોડના ફૂલ, પાન અને મૂળને સુકવીને ગાંજો બનાવવામાં આવે છે તો છોડમાંથી નિકળતા ચિકણા પદાર્થ જેને રેઝિન તરીકે ઓળખવામાં આવે છે તેનાથી ચરસ બને છે.. તો છોડના પાનને પીસીને ભાંગ બને છે.

ભારતમાં ડ્રગ્સના ઉપયોગ અંગે શું છે કાયદો?

image soucre

ભારતમાં પ્રથમ ગાંજાનો ઉપયોગ પણ ખુલ્લેઆમ થઈ શકતો હતો પરંતુ 1985 પછી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. સરકારે 1985માં નાર્કોટિક ડ્રગ અને સાઈકોટ્રોપિક સબસ્ટેન્સ (NDPS) એક્ટ પસાર કર્યો.

તેના અંતર્ગત નાર્કોટિક અને સાઈકોટ્રોપિક પદાર્થથી પ્રોડક્શન/ખેતી, વેચાણ, ખરીદી, ટ્રાન્સપોર્ટ, સ્ટોર અને કન્ઝમ્પ્શનને પ્રતિબંધિત કર્યા.

કાયદામાં છોડના ફૂલને ગાંજા તરીકે પરિભાષિત કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ એક અપરાધ છે. આ જ કારણથી ગાંજાનો ઉપયોગ પણ ગેરકાયદે છે. કાયદાના ઉલ્લંઘન અંગે સજા અને દંડ બંનેની જોગવાઈ છે. 1 વર્ષથી લઈને 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે અને 10 હજારથી 2 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે.

ભારતમાં ક્યાં-ક્યાં મળી આવે છે ગાંજાના છોડ?

image soucre

ભારતમાં આ છોડ હિમાલયની તળેટી અને આસપાસના મેદાનોમાં, પશ્ચિમમાં કાશ્મીરથી લઈને પૂર્વમાં આસામ સુધી મળી આવે છે. આમ તો એ એક જંગલી છોડ તરીકે મળી આવે છે પરંતુ કમર્શિયલી પણ તેનું ઉત્પાદન થાય છે. સામાન્ય રીતે ઓગસ્ટના દિવસોમાં બીજ વાવવામાં આવે છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં છોડ 6-12 ઈંચના થઈ જાય છે તો તેની રોપણી કરવામાં આવે છે. નવેમ્બર સુધી છોડનું ટ્રિમિંગ કરીને નીચલી ડાળીઓને કાપી નાખવામાં આવે છે. ગાંજાના મેલ અને ફિમેલ પ્લાન્ટને અલગ-અલગ કરવામાં આવે છે. જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી ગાંજાનો ઉપયોગ માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે.

Exit mobile version