અમદાવાદ, સુરત સહિતના મેટ્રો સીટીમાં નહીં બંધાય જાહેરમાં ગણેશ પંડાલ, ગણેશ મૂર્તિની સાઈઝ પણ કરાઈ ફીક્સ

કોરોનાએ જ્યારથી ભારતમાં પ્રવેશ કર્યો છે ત્યારથી લગભગ દરેક તહેવારમાં ધાર્યા ન હતા તેવા ફેરફાર થયા છે.

image source

ઈતિહાસમાં પહેલી વખત રથયાત્રા રદ્દ થઈ, ગુરુ પૂર્ણિમાની ઉજવણી મોકૂફ રહી તેવામાં હવે ગણેશ ઉત્સવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ગણેશ ઉત્સવની ઉજવણી પણ દર વર્ષની જેમ ધામધૂમથી થશે નહીં.

image source

10 દિવસ દેશભરમાં જે તહેવાર ધામધૂમથી ઉજવાય છે તે ઉત્સવ આ વર્ષે સાવ સાદગીથી ઉજવાશે. સુરત અને અમદાવાદ શહેરમાં ગણેશ સમિતિઓ દ્વારા તંત્ર સાથે બેઠક કરી આ નિર્ણય કર્યો છે. ગણેશોત્સવ સાદગીથી ઉજવવાની સાથે સમિતિએ ખાન નિયમો પણ બનાવ્યા છે. જેમાં સાર્વજનિક સ્થળે ગણેશ સ્થાપનાના મોટા પંડાલ બાંધવાને બદલે ઘરમાં જ ગણેશજીની સ્થાપના કરવા માટે અપીલ કરાઈ છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યના મોટા શહેરોમાં ગણેશ ઉત્સવ દરમિયાન વિવિધ જગ્યાએ જાહેર પંડાલ તૈયાર કરવામાં આવે છે. આ પંડાલમાં આરતી તેમજ પૂજા સમયે મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થાય છે તેવામાં જો આ વર્ષે જ્યારે કોરોના ફેલાયેલો છે ત્યારે ગણેશોત્સવ ઉજવાય તો કોરોનાનું સંક્રમણ ફેલાઈ શકે છે. આ ઉપરાંત ગણેશ ઉત્સવ દરમિયાન લોકો વચ્ચે સામાજિક અંતર જાળવવું તંત્ર અને પોલીસ માટે પણ મોટો પડકાર બની રહે. જો આ ઉત્સવ દરમિયાન જરા પણ ચુક થાય તો મોટી સંખ્યામાં લોકો કોરોનાગ્રસ્ત થઈ શકે છે.

image source

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી આ વખતે નિર્ણય કરાયો છે કે ગણેશજીની મૂર્તિ માત્ર 1 કે 2 ફૂટની જ રાખવી અને સાથે જ મંડપને બદલે ઘરમાં જ ગણેશજીની સ્થાપના કરવી. પૂજા કરતી વખતે પણ ભીડ ન થાય તે વાતનું ધ્યાન રાખવું અને મૂર્તિનું વિસર્જન પણ ઘરમાં જ કરવું કોઈ જાહેર સ્થળે એકત્ર ન થવું અને ઘરમાં પણ કોઈપણ પ્રકારની પ્રસાદીનું વિતરણ ન કરવું તેવી અપીલ કરવામાં આવી છે.

image source

આ અંગે જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર જો કોઈ 2 ફૂટથી ઊંચી પ્રતિમાનું સ્થાપન કરશે કે જાહેર રોડ પર મૂર્તિ સ્થાપિત કરશે તો તેના વિરુદ્ધ જાહેરનામાના ભંગની કાર્યવાહી કરવામાં આવશે. આ વર્ષે 22 મી ઓગસ્ટથી ગણેશોત્સવનો પ્રારંભ થશે.

source : news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત