જોઈ લો તસવીરોમાં ગણતંત્ર દિવસ સમારોહની શાનદાર તસવીરો, જે જોતાની સાથે જ તમે કરવા લાગશો શેર

આખા દેશમાં આજે 72મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. 26મી જાન્યુઆરી 1950માં દેશનું સંવિધાન લાગુ થયું હતું અને એ જ કારણસર દર વર્ષે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે. આ અવસર પર ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ ધ્વજ વંદન કર્યું છે.

image source

ગણતંત્ર દિવસના અવસર પર બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ પાર્ટી હેડક્વાર્ટર પર તિરંગો લહેરાવ્યો હતો. આ દરમિયાન પાર્ટીના ઘણા નેતાઓ પણ ત્યાં હાજર રહ્યા હતા.

ઓડિશાના ગવર્નરે પણ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. આ અવસર પર મુખ્યમંત્રી નવીન પટનાયક પણ એમની સાથે હાજર રહ્યા હતા.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગાહલોતે પણ જયપુર સ્થિત પોતાના નિવાસ પર રાષ્ટ્રીય તિરંગો લહેરાવ્યો.આ અવસર પર સીએમ આવાસને સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું.

તમિલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિતે ચેન્નઈમાં આવેલ વોર મેમોરિયલ પહોંચીને શહીદોને નમન કર્યું હતું.

ગણતંત્ર દિવસના અવસર પર ઋષિકેશ સ્થિત ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગને રાષ્ટ્રીય ત્રિરંગાના રંગોથી શણગારવામાં આવ્યું હતું.

image source

આ સાથે જ આજે અમે તમને ગણતંત્ર દિવસ વિશે એક રસપ્રદ વાત જણાવવા જઈ રહ્યા છે તો ચાલો જાણી લઈએ

26મી જાન્યુઆરીને દેશભરમાં ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ભારતનો એક રાષ્ટ્રીય પર્વ છે જે દર વર્ષે ઉજવવામાં આવે છે. આ જ દિવસે વર્ષ 1950માં ભારત સરકાર અધિનિયમ (એક્ટ) (1935)ને હટાવીને ભારતનું સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. તમએ એ જાણીને ચોંકી ઉઠશો કે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવતા ગણતંત્ર દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. તો ચાલો જાણી લઈએ આ પાછળની આખી વાર્તા.

image source

ભારતને આઝાદી ભલે 15મી ઓગસ્ટ 1947એ મળી પણ 26 જાન્યુઆરી 1950એ ભારત પૂર્ણ ગણરાજ્ય બન્યું. આ જ દિવસને આખું ભારત ગણતંત્ર દિવસ તરીકે ઉજવે છે. સંવિધાન 26 નવેમ્બર 1949માં સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું હતું પણ બે મહિનાની રાહ જોયા પછી 26મી જાન્યુઆરીએ લાગુ થયું હતું.

image source

સંવિધાન લાગુ કરવા માટે 26મી જાન્યુઆરીની તારીખ એટલે પસંદ કરવામાં આવી હતી કારણ કે વર્ષ 1930માં 26 જાન્યુઆરીએ દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે અંગ્રેજી હુકુમત વિરુદ્ધ પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી હતી.

image source

ભારતના ગણતંત્રની યાત્રા ઘણા વર્ષો જૂની છે જે વર્ષ 1930માં શરૂ થઈ હતી. એ પછી વર્ષ 1930માં 15 ઓગસ્ટ 1947 સુધી પૂર્ણ સ્વરાજ દિવસ એટલે કે 26મી જાન્યુઆરીએ જ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત