ઠંડીથી બચવા ગરમ કપડાં તો જરૂરી છે, સાથે આ ચીજોને પણ તમારા આહારમાં ઉમેરો.

શિયાળાની ઋતુ દરમિયાન આપણે ઠંડીથી બચવા માટે ગરમ કપડાં, મફલર, મોજા જેવા ઘણા ગરમ કપડાં પહેરીએ છીએ, પરંતુ શિયાળાના દિવસોમાં માત્ર ગરમ કપડાં જ નહીં આપણા ખોરાક પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય પર વિશેષ કાળજી લેવા માટે યોગ્ય ખોરાકનું સેવન કરવું જોઈએ. એવી ઘણી ચીજો છે જે ચીજોનું સેવન કરવું શરીર માટે ફાયદાકારક હોઈ શકે છે. આ વસ્તુઓ ખાવાથી શરીર સ્વસ્થ રહે છે.

image source

શિયાળાના દિવસોમાં પૌષ્ટિક અને પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાવા જોઈએ.

image source

તો ચાલો અમે તમને જણાવી દઈએ કે શિયાળાના દિવસોમાં ઠંડીથી બચવા માટે કઈ ચીજોનું સેવન કરવું જોઈએ, જેથી તમે શિયાળાના દિવસોમાં સ્વસ્થ રહી શકો અને અનેક રોગોથી પણ બચી શકો.

1.દેશી ઘી

image source

શિયાળાની ઋતુ દરમિયાન નિયમિત દેશી ઘીનું સેવન કરવું જોઈએ. દેશી ઘી ખાવાથી શરીર ગરમ રહે છે જેથી ઠંડીથી બચી શકાય છે. દેશી ઘી ખાવાથી આપણું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. જેથી કબજિયાત અને એસીડીટી જેવી સમસ્યા નથી થતી.

2.તુલસી

image source

શિયાળામાં તુલસીનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તુલસીમાં વિટામિન અને આયરન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેથી તેનું સેવન કરવાથી શરદી અને ઉધરસ જેવા વાયરલ ઇન્ફેકશનથી બચી શકાય છે. તમે તુલસીના પાંદડા ચામાં નાખીને તુલસીની ચા પણ પી શકો છો.

3.આદુ

image source

શિયાળાની ઋતુમાં લોકો આદુ ખાવાનું ખુબ જ પસંદ કરે છે. ઘણા લોકો તો આદુ સલાડ તરીકે ખાવાનું પણ પસંદ કરે છે, પરંતુ જે લોકોને આદુ નથી ખાતા તેમના માટે જાણવું જરૂરી છે કે આદુમાં ઘણા એવા ગુણધર્મો જોવા મળે છે જે શિયાળા દરમિયાન શરીર માટે મહત્વપૂર્ણ છે. આદુની તાસીર ગરમ હોવાથી તે શરીરને ગરમી પ્રદાન કરે છે, જેના કારણે શિયાળાના દિવસો દરમિયાન ઠંડી આપણાથી દૂર રહે છે. જો તમે સલાડ તરીકે આદુ પસંદ નથી, તો તમે ચામાં આદુ ઉમેરીને આદુની ચા પી શકો છો.

4. ફળો અને શાકભાજી

image source

શરીરમાં ઉર્જા વધારવા અને રોગપ્રતિકારક શક્તિ જાળવવા માટે, મોસમી ફળ (નારંગી, જામફળ, પપૈયા, ચિકુ) અને શાકભાજી (પાલક, બીટ, આમળા, ગાજર)નું સેવન કરો. ઠંડીથી બચવા માટે તમે વેજિટેબલ સૂપ પણ પી શકો છો.

5.ઉકાળો

જો તમને કફ, શરદી અને તાવ જેવી સમસ્યા છે, તો તમે આદુ, તુલસી, હળદર અને કાળા મરી જેવા ઘરગથ્થુ વસ્તુઓમાંથી બનેલો ઉકાળો પી શકો છો.

6. હળદરવાળું દૂધ

image source

હળદરના ફાયદા તો બધા જાણે જ છે. લગભગ શિયાળાની ઋતુમાં દરેકના ઘરમાં હળદરનું દૂધ પીવાની ટેવ હશે જ, પણ જો ના હોય તો આજથી જ આ ટેવને અપનાવો. દરરોજ રાત્રે સૂતા પહેલા તમે બદામ અને હળદરનું દૂધ જરૂરથી પીવો. આ દૂધ નિયમિત પીવાથી કફ અને શરદી જેવી સમસ્યાથી બચી શકાય છે.

7. લસણ

image source

ઠંડીના દિવસોમાં શરદી, ઉધરસ તથા કફની સમસ્યા દૂર કરવા માટે લસણ પણ ખુબ ફાયદાકારક છે. આ માટે સૌથી પેહલા ઘીમાં લસણ  તળી લો અને તે થોડું તળાય ત્યાં સુધી તેને ગરમ કરો. ત્યારબાદ તળેલું લસણ બહાર કાઢો અને થોડું ઠંડુ થાય ત્યારે તેને ખાઓ. તમને તળેલું લસણ ખાવામાં થોડું કડવું લાગશે, પણ આ લસણ ઠંડીની ઋતુમાં દરેક સમસ્યા દૂર કરવામાં ખૂબ અસરકારક છે. જેથી તમારી શરદી અને ઉધરસની સમસ્યા માત્ર થોડા સમયમાં જ દૂર થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત