ગર્ભાશય વિના જન્મેલી મહિલાએ આપ્યો સ્વસ્થ બાળકીને જન્મ, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

સ્ત્રીના જીવનની સૌથી મોટી ખુશી માતા બનવાની હોય છે. જ્યારે કોઈ સ્ત્રી માતા બને છે ત્યારે તે ક્ષણ તેના જીવનની સૌથી કિંમતી ક્ષણ હોય છે. પરંતુ તમે વિચારો જ્યારે કોઈ 16 વર્ષની કિશોરીને ડોક્ટર એમ કહે કે તુ ક્યારેય માતા નહીં બની શકે તો તેમને કેવો ઝટકો લાગે. આવી એક ઘટના બની અમાનડા ગ્રુનેલ સાથે. જેને ડોક્ટરે કહી દીધુ હતુ કે તે ક્યારેય મા નહીં બની શકે. ચાલો જાણીએ આ સગમગ્ર ઘટનાક્રમ.

ગર્ભાશય વિના જન્મેલી સ્ત્રીએ ચમત્કારિક રીતે તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો છે. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ પછી સ્ત્રી વિટ્રો ફર્ટિલાઈજેશન ટેકનીકની મદદથી માતા બનવાનો આનંદ મેળવવામાં સક્ષમ હતી.

image source

ગર્ભાશય વિના જન્મેલી સ્ત્રી માતા બની હતી

અમાનડા ગ્રુનેલ 16 વર્ષની હતી જ્યારે તેણીના શરીરમાં કંઈક અસામાન્ય હોવાનું નિદાન થયું. ખરેખર, તેણીને પીરિયડ્સ આવતા નહોતા. એક વર્ષ પછી ડોકટરોએ કહ્યું કે ગર્ભાશયના અભાવને કારણે તે મમતાની ખુશી મેળવી શકશે નહીં. તેણે કહ્યું, જ્યારે હું 16 વર્ષની હતી ત્યારે મને અસાધારણ પરિસ્થિતિ વિશે જાણ થઈ. મને પીરિયડ્સ નહોતા આવતા. જ્યારે હું 17 વર્ષની થઈ, ત્યારે મને લાગ્યું કે મારા શરીરમાં ગર્ભાશય નથી. મને યાદ છે કે ડોક્ટરોએ ત્યારે કહ્યું હતું કે તે કદી માતા બની શકશે નહીં અને વૈતેનો વિકલ્પ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ હોઈ શકે છે, તે અદ્ભુત હતું.

image source

ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ પછી IVFની લીધી મદદ

32 વર્ષની ઉંમરે છૂટાછેડા લીધા પછી, તેણે માતા બનવાના વિકલ્પની શોધખોળ શરૂ કરી. આ ક્રમમાં, એક મિત્રએ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવવાની સલાહ આપી. તેને લાગ્યું કે તેની દુનિયા બદલાઈ શકે છે. તમને જણાવી દઈએ કે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ સર્જરીનો હેતુ માસિક સ્રાવની સમસ્યાને દૂર કરવાનો નથી, પરંતુ સ્ત્રીને જન્મ માટે સક્ષમ બનાવવાનો છે. તેના મિત્રો, મંગેતર અને પરિવારે તેમને આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પ્રોત્સાહિત કરી. તે જ સમયે, તેને બીજો ઝટકો લાગ્યો. ડોક્ટરોએ જણાવ્યું કે તેની માતાને ઓવેરિયન એટલે કે અંડાશયનુ કેન્સર છે.

image source

મારી મુલાકાત તારી દીકરી સાથે થઈ

અમાનડા કહે છે કે તેની માતાએ તેના સપના વિશે કહ્યું, મારી મુલાકાત તારી દીકરી સાથે થઈ. તેનું નામ ગ્રેસ છે, અને બાળકી બરાબર તારા જેવી જ લાગે છે. તેણે એક દાતાની મદદથી ગર્ભાશય મેળવ્યું હતું અને વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) સારવાર દ્વારા ગર્ભવતી થવામાં સક્ષમ બની. આ વર્ષે માર્ચ મહિનામાં તેણે એક સ્વસ્થ છોકરીને જન્મ આપ્યો. માતાની ઇચ્છા મુજબ યુવતીનું નામ ગ્રેસ રાખવામાં આવ્યું છે. જન્મ સમયે તેનું વજન 6 પાઉન્ડ અને 11 ઓંસ હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!