‘ગરીબ કલ્યાણ યોજના’માં ગરીબો રહ્યા બાજુ પર, ગઠિયાઓને થયા ઘી-કેળા

‘ગરીબ કલ્યાણ યોજના’ ગરીબો રહ્યા બાજુ પર ગઠિયાઓને થયા ઘી-કેળા

સરકાર દ્વારા ગરીબો માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. પણ ગરીબ સુધી તે લાભ પહોંચે તે પહેલાં વચેટિયાઓ અને ક્યારેક ક્યારેક ગઠિયાઓ જ તેનો લાભ લઈ લેતા હોય છે. હાલ સરકારે મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા ગરીબોને મદદ શરૂ કરી છે, અને લોકડાઉનના કપરા સમયમાં સરકાર દ્વારા તેમને મદદ પણ મળી રહી છે, પણ આ સમય દરમિયાન સાઈબર ગઠિયાઓ આવી યોજનાનો ભરપૂર ફાયદો ઉઠાવતા જોવા મળ્યા છે. આવા ગઠિયાઓએ કેટલાએ નકલી અકાઉન્ટ બનાવીને સરકાર પાસેથી પૈસા ખંખેરી નાખ્યા છે.

image source

અને તાજેતરમાં આ અંગે એક કિસ્સો અમદાવાદમાં જ બની ગયો છે. અને ત્યાર બાદ સાઇબર પોલીસ સફાળી જાગી છે અને એક્શનમાં આવી છે. તો હવે તમે આ અહેવાલમાં એ જાણો કે આવા સાઇબર લૂંટારાઓ કેવી રીતે સક્રિય થાય છે અને ખાતામાંથી ગરીબોના નામે કેવી રીતે રૂપિયા ખંખેરી જાય છે.

image source

વાસ્તવમાં આ ઓનલાઈન લૂંટની જાણ કોઈ પોલીસને નહીં પણ અમદાવાદના જ એક જાગૃત નાગરિકને થઈ છે. તેઓ એક સિનિટર સીટીઝન છે અને તેમણે આ વાત અંગેની ફરિયાદ માધુપુરા પેલીસને કરી હતી. તેમણે પોલીને જણાવ્યું હતું કે સરકાર દ્વારા ચાલતી ગરીબ કલ્યાણ યોજનામાંથી સાઇબર ક્રીમીનલ્સ લાભ ઉઠાવી રહ્યા છે. આ સાઇબર ગઠિયાઓએ આ ફરિયાદીના નામે રાજસ્થાનમાં એક બેન્ક એકાઉન્ટ ખોલ્યું અને બારોબાર તે ખાતામાંથી તેમને મળેલી આર્થિક સહાય ઉપડી ગઈ.

જાણો શું છે આઘી ઘટના

image source

આપણે બધા એ સારી રીતે જણીએ છીએ કે લોકડાઉન દરમિયાન ગરીબોએ જે આર્થિક તંગી ભોગવવાનો વારો આવ્યો છે તેમને મદદ કરવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ગરીબોને આર્થિક મદદ કરવામા આવી રહી છે અને તે મદદ હેઠળ ગરીબના ખાતામાં સરકાર દ્વારા 1000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે જેને ગરીબ કલ્યાણ યોજના કહેવાય છે. આપણા દેશમાં હંમેશથી એ સમસ્યા રહી છે કે સરકાર ગરીબો માટે ગણી બધી યોજના તો બનાવે છે પણ વાસ્તવમાં ગરીબો સુધી કેટલી મદદ પહોંચે છે તે એક મોટો પ્રશ્ન રહ્યો છે. આ યોજનામાં પણ તેવું જ થઈ રહ્યું છે પણ અહીં કોઈ વચેટિયા લાભ નથી ઉટાવી રહ્યા પણ સાઇબર લૂંટારાઓ લાભ ઉઠાવી રહ્યા છે.

image source

આ યોજનાનો લાભ મેળવવા માટે રાશન કાર્ડ સહિતના કેટલાક દસ્તાવેજોની અગાઉ ચકાસણી કરવામા આવી. અને તે દરમિયાન અમદાવાદના માધુપુરા વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝને પોતાને આવી સહાયની જરૂર નથી તેવું લેખિતમાં આપ્યું હતું. તેમ છતાં થોડા મહિના બાદ તેમના મોબાઈલમાં એક મેસેજ આવ્યો જેમાં લખવામા આવ્યું કે ગરીબ કલ્યાણ યોજના હેઠળ તેમને સહાય પેટે તેમના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામા આવ્યા છે. આ બાબતથી સિનિયર સિટિઝનને શંકા ઉપજી અને તેમણે તે વિષે પોતાના દીકરાને વાત કરી. તેમનો દીકરો એક પોલિટિકલ પાર્ટીનો કાર્યકર્તા હોવાથી તેને આ યોજનામાં કૌભાંડ થઈ રહ્યું હોવાની શંકા ગઈ અને તેણે ત્યાર બાદ ફરિયાદ નોંધાવવાનું પગલુ ભર્યું.

સાધનસંપન્ન કુટુંબના ખાતામાં ગરીબ કલ્યાણ યોજનાના રૂપિયા કેવી રીતે જમા થાય ?

image source

ફરિયાદી વ્યક્તિ તે સમયે લોકડાઉન દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ફસાઈ ગયા હતા. અને તે વખતે તેમના મોબાઈલ પર એક હજાર રૂપિયાની સહાય આપતો મેસેજ તેમને મળ્યો હતો. અને આમ થતાં તેમને આ યોજનામાં કૌભાંડ ચાલી રહ્યું હોવાની શંકા ગઈ હતી. અને તેમણે તરત જ આ બાબત અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

image source

આ પરિવારે એમ પણ જણાવ્યું હતું કે પુરવઠા વિભાગના અધિકારીઓ સર્વે માટે તેમના ફ્લેટ પર આવ્યા હતા અને આજુબાજુમાં ઘણા બધા ઘરોમાંથી તેમણે દસ્તાવેજો ભેગા કર્યા હતા. અને કોને રૂપિયાની જરૂર છે તે વિષેનો સર્વે પણ કર્યો હતો. બીજી બાજુ કેટલાક ખરેખર જરૂરિયાત મંદ લોકો છે તેમના ખાતામાં હજુ સુધી રૂપિયા જમા નથી થયા ત્યારે આવા સાધનસંપન્ન કુટુંબના ખાતામાં રૂપિયા જમા થવા એ આશ્ચર્યની વાત છે, અને તેમની જાણ બહાર કોઈએ તેનો લાભ પણ ઉઠાવી લીધો.

image source

જો આ સાધનસંપન્ન કુટુંબ ચૂપ રહ્યુ હોત તો આવું કોઈ કૌભાંડ ચાલી રહ્યું છે તેવી કોઈને જાણ પન ન થઈ હોત. પણ આ તો સાધન સંપન્ન વ્યક્તિ હતી. જો ખરેખર ગરીબ લોકોના ભાગની મદદ આવા ગઠિયાઓ ઉઠાવી જતા હોય તો સ્થિતિ ખરેખર ગંભીર કેહવાય. હાલ આ બાબતે પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત