લસણની ચા રાખે છે તમને સ્વસ્થ અને નીરોગી, એકવાર કરો ટેસ્ટ જાણી લો તેના લાભ

લસણ આપણા શરીર માટે ખુબ જ સારુ છે. તે દરેક રસોડામા મળી આવે છે. આનો ઉપયોગ આપણે બધા અનેક જાતની વાનગીઓ મા ઉપયોગ કરીએ છીએ. આ આપણી રસોઇનો સ્વાદ વધારે છે. આનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામા આવે છે. આજના સમયમા મેડીકલ સાયન્સ પણ માને છે કે આ આપણા શરીર માટે ખુબ જ સારુ છે. તમે આને અનેક રીતે વાપરીયુ હશે. પરંતુ શુ તમે આની ચા વિશે જાણો છો. તેનાથી આપણા શરીરમા અનેક જાતનો લાભ થાય છે. તો ચાલો જાણીએ ચા બનાવાની રીત વિશે.

લસણની ચા બનાવાની રીત :

image source

લસણની બે થી ત્રણ કળીને ફોલીને તેને પીસી લેવી જોઇએ. ત્યારબાદ એક ગ્લાસ પાણીમા આ પીસેલ લસણને નાખવુ જોઇએ. તેની સાથે થોડીક તજની ભુક્કી અથવા તજનો કટકો નાખાવો જોઇએ. તે પાણી અડધુ થાય ત્યા સુધી તેને ઉકાળવુ જોઇએ. આને ગરમ ગરમ જ પીવી જોઇએ. ઠંડીની ઋતુમા આને તમે નિયમિત પી શકો છો. તે મોસમમા આને પીવાથી ખુબ વધારે લાભ આપણા શરીરને થાય છે. ગરમીની મોસમમા પણ તમે આને પી શકો છો પરંતુ, એક સપ્તાહમા એક થી બે વાર પીવી જોઇએ.

આમા ખુબ વધારે પોષકતત્વો હોય છે :

આમા કેલ્સિયમ, કોપર, ફોસ્ફરસ, આર્યન, સેલેનિયમ, વિટામિન બી 1 અને સી, મેંગેનીઝ અને પોટેસિયમ જેવા અનેક તાત્વો ખુબ વધારે પ્રમાણમા હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ જરૂરી તત્વો છે.

પુરુષો માટે ફાયદાકારક :

image source

આ પુરુષોના આરોગ્ય માટે ખુબ જ સારુ છે. આમા એલિસિન નામનુ તત્વ ખુબ વધારે માત્રામા હોય છે જે પુરુષોના જનનાંગમા રક્ત પરીભ્રમણ વધારે છે. આમ આની અસર એક બે દિવસમા જોવા મળતી નથી. આના સારા પરીણામ માટે આનો ઉપયોગ સતત એક મહિના સુધી કરવો જોઇએ. ઠંડીની મોસમમા આને વધારે પ્રમાણમા ખાવુ જોઇએ. આ ખુબ જ સારુ છે.

લોહીના દબાણ પર કાબુ રાખે છે :

આજના સમયમા બધા લોકોને પોતાના કામ માટેનો તણાવ વધી ગયો છે. મોટાભાગના લોકો પોતાના કામમા વધારે પડતા વ્યસ્ત રહેતા હોય છે. તેથી તે લોકોનો તણાવમા વધારો થાય છે અને બધા લોહીના દબાણનો ભેગ બને છે. આ આજની એક સામાન્ય સમસ્યા થઇ ગઇ છે.

image source

આ તકલીફવાળા લોકોએ આનુ સેવન વધારે કરવુ જોઇએ. આમા રહેલ પોષણો આપણા શરીરમા લોહીના દબાણ પર કાબુ રાખે છે અને તેને દુર કરે છે. આની આ સાથે સાથે તે કોલેસ્ટેરોલના સ્તરને પણ કાબુમા રાખે છે અને ધીરે ધીરે તેને પણ દુર કરે છે. આનાથી હ્રદયને લગતી બીમારી થવાનુ જોખમ ઘટે છે.

અલ્ઝાઇમરથી બચાવે છે :

આમા રહેલ એંટી ઓક્સિડંટ અને પોશણો આપણા શરીરમા રહેલ અલ્ઝાઇમર અને ડિમેંશિયાની સામે રક્ષણ આપે છે. તે હાડકા અને સાંધાની સમસ્યા માટે પણ ખુબ જ સારુ છે. તેથી બને તો આનુ સેવન વધારે કરવુ જોઇએ. આનુ વધારે પડતુ સેવન કરવાથી એસીડીટીની સમસ્યા પણ થાય છે તેથી આનુ સેવન યોગ્ય રીતે અને માપમા કરવુ જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત