Site icon News Gujarat

કોરોનાની આ સુનામીથી બચવું હોય તો આ કામ આજથી કરી દો શરુ, લાંબા સમય સુધી હવામાં રહે છે વાયરસના કણ, શ્વાસથી સ્પ્રેની જેમ ફેલાશે

કોરોનાની બીજી લહેરના કારણે દેશભરમાં હડકંપ મચ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2 લાખ 73 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સમય દરમિયાન 1619 લોકોના મોત થયા છે. છેલ્લા 12 દિવસમાં પોઝિટિવિટિ રેટ બમણો થઈ ગયો છે. 10 રાજ્યોમાં 78 ટકાથી વધુ નવા કેસ સામે આવ્યા છે. હવે દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન છે કે કોરોનાની આ બીજી લહેર ક્યારે અટકશે. નિષ્ણાંતોનું માનવું છે કે દેશ માટે આગામી 3 સપ્તાહ મહત્વપૂર્ણ છે. આ દરમિયાન જરૂરી છે કે લોકો કોરોનાના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરે.

image source

આ સિવાય દુનિયાભરમાં કોરોના ફેલાવા અંગેના કારણો જાણવા પણ સંશોધન ચાલી રહ્યા છે. કોરોના કાળ જ્યારથી શરુ થયો છે ત્યારથી શરુ થયેલા સંશોધન બાદ ભારતીય વિજ્ઞાનીકોએ કેટલીક સ્પષ્ટતા કરી છે. નિષ્ણાંતોનું માનવું છે કે કોરોના વાયરસ ગરમીમાં ખૂબ ઝડપથી ફેલાય છે. અગાઉ એવું માનવામાં આવતું હતું કે કોરોના વાયરસ શિયાળામાં એટલે કે ઠંડીની ઋતુમાં વધુ સક્રિય થાય છે અને ઝડપથી ફેલાય છે. પરંતુ હવે જાણવા મળ્યું છે કે કોરોના ગરમીના કારણે વધુ ઘાતક રીતે ફેલાય છે.

image source

ભારતના 17 વૈજ્ઞાનિકોએ તેમના સંશોધનમાં જણાવ્યું છે કે ગરમીના કારણે વાયરસની ફેલાવાની ક્ષમતા વધી જાય છે. હૈદરાબાદના સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજીના ડિરેક્ટર ડો. રાકેશ મિશ્રાના જણાવ્યાનુસાર ઉનાળામાં વ્યક્તિનો શ્વાસ ઝડપથી વરાળ બની જાય છે. આ વરાળ સાથે વાયરસના અતિસૂક્ષ્મ કણ શ્વાસની સાથે હવામાં નીકળે છે અને સ્પ્રેડ થાય છે.

image source

આ વાયરસ હવામાં સ્પ્રેની જેમ ફેલાય છે. આ વાયરસ લાંબા સમય સુધી હવામાં એક્ટિવ રહે છે એટલે તે જગ્યાએ જો કોઈ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના જાય છે તો તેના શ્વાસ વડે વાયરસ તેના શરીરમાં પ્રવેશી જાય છે. માસ્ક વિના જાહેર જગ્યામાં જવાથી સ્વસ્થ વ્યક્તિના સંક્રમિત થવાની ક્ષમતા પણ વધી જાય છે.

image source

નિષ્ણાંતોનું કહેવું છે કે આવી સ્થિતિમાં હોલ, બંધ રૂમ, લિફ્ટ જેવી જગ્યાએ બેસતા કે એકઠા થતા લોકો વચ્ચે જો કોઈ સંક્રમિત વ્યક્તિ હોય અને તે ત્યાં છીંક ખાય અથવા ઉધરસ ખાય તો ત્યાં હાજર અને માસ્ક ન પહેર્યું હોય તેવા લોકોનું પણ સંક્રમિત થવાનું જોખમ વધી જાય છે જો તેમણે માસ્ક પહેર્યુ ન હોય તો. હાલ જે રીતે કોરોના ફેલાય રહ્યો છે તેનાથી બચવા જરૂરી છે કે દરેક વ્યક્તિ માસ્ક સતત પહેરી રાખે. અન્યથા હવામાં સ્પ્રેની જેમ ફેલાયેલા કોરોનાના કણ શરીરમાં સરળતાથી પ્રવેશી શકે છે.

image source

કોરોનાના કેસ ઘટતાં ચિંતામુક્ત થયેલા લોકોએ માસ્ક પહેરવાનું છોડી દેતાં મહામારી હવે ઝડપથી લોકો સુધી પહોંચી ચુકી છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવવું એ વાતને ફરીથી ગંભીરતાથી લેવામાં આવે. માસ્ક પહેરનાર વ્યક્તિ 90 ટકા સુધી કોરોનાથી બચી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version