કાળઝાળ ગરમીમાં બાળકને થઇ જાય છે હિટ રેશિશ, ઘરમાં પડેલી આ મફતની વસ્તુથી અપાવો આરામ

કાળઝાળ ગરમીમાં શિશુને થઈ જાય છે હીટ રૈશે, ઘરમાં રહેલ વસ્તુઓ આપને મફતમાં આરામ અપાવી શકે છે. ઉનાળાની ઋતુ પોતાની સાથે કેટલાક પ્રકારની મુશ્કેલીઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ લઈને આવે છે. કાળઝાળ ગરમીમાં બાળકો અને શિશુઓને હીટ રૈશે થવાનો ખતરો રહે છે.

ઉનાળામાં નવજાત શિશુ અને બાળકોની પણ સ્થિતિ ખુબ જ ખરાબ થઈ જાય છે. સૂર્યના તપતા તાપમાં પરસેવો નીકળવો અને ફોલ્લીઓ જેવી મુશ્કેલીઓ થવી એ તો સામાન્ય વાત છે. આ ઋતુમાં ડીહાઈડ્રેશન અને હીટ રૈશેઝની સમસ્યા પણ રહે છે જે બાળકોને વધારે પ્રભાવિત કરે છે. ગ્રોઈન વાળા ભાગ, ગરદન અને બગલમાં હીટ રૈશેઝ થવાની સંભાવના વધારે રહે છે.

આ ઋતુમાં આપને પોતાના શિશુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને તેને હીટ રૈશેઝથી બચાવવા માટે અહિયાં જણાવવામાં આવેલ ઉપાયોની મદદ પણ લઈ શકો છો.

બાળકોમાં હીટ રૈશેઝના લક્ષણ:

ઉનાળાના સંપર્કમાં આવતા ભાગ પર હીટ રૈશેઝ થઈ શકે છે. ગરમ કપડા, હવા પસાર ના થવી કે પછી ગરમ વસ્તુની નજીક રહેવાથી સ્કીન પર રૈશેઝ પડી જાય છે. જે ભાગોની સ્કીન વળે છે, ત્યાં રૈશેઝ થવાનો ખતરો વધારે રહે છે.

લાલ રંગના નાના- નાના દાણા હોવા હીટ રૈશેઝ કહેવાય છે. આ સ્કીનના મોટાભાગને પ્રભાવિત કરે છે.

કેવી રીતે નવડાવવા જોઈએ?

બાળકોને સવારના અને સાંજના સમયે ઠંડા પાણીથી નવડાવો. બહાર રમીને આવ્યા બાદ બાળકોને જરૂરથી નવડાવવા જોઈએ. નવજાત શિશુને ઠંડા પાણીમાં પલાળેલ ટુવાલની મદદથી હીટ રૈશેઝ વાળા ભાગને સાફ કરો. શિશુને દિવસમાં બે વાર ઠંડા પાણીથી નથી નવડાવવામાં આવી શકતા એટલા માટે નવજાત શિશુને ટુવાલની મદદથી સાફ કરી શકો છો.

આ વસ્તુઓ આપને કામ આવશે.

રૈશેઝ થાય ત્યારે કે પછી રૈશેઝની સંભવિત જગ્યાઓ પર હંમેશા પ્રીકલી હીટ બેબી પાઉડર લગાવો. બાળકને રૈશ થઈ ગયા છે, તો પ્રભાવિત ભાગ પર દિવસમાં બે થી ત્રણ વાર તાજા એલોવેરા જેલ લગાવો.

ઉનાળાની ઋતુમાં શિશુને ગોળ કે પછી વી ગળાના સુતરાઉ કપડા પહેરાવો. ઉનાળાની ઋતુમાં કોલર વાળા કપડા પહેરાવવા જોઈએ જ નહી.

હીટ રૈશેઝના ઘરેલું ઉપાયો.

આપ નવજાત શિશુને હીટ રૈશેઝ થાય ત્યારે નીચે દર્શાવેલ ઘરેલું ઉપાયો પણ અપનાવી શકો છો.:

  • -હીટ રૈશેઝ પર બરફનો ઠંડો શેક કરો. ત્યાર બાદ પ્રભાવિત ભાગને સૂકવવા દો અને ત્યાર બાદ તેની પર પાઉડર લગાવો.
  • -રૈશેઝ પર તેલ લગાવવું નહી કેમ કે, એનાથી પરસેવો નીકળતી ગ્રંથીઓ બ્લોક થઈ શકે છે.
  • -આપ પ્રભાવિત ભાગ પર ચંદનની પેસ્ટ પણ લગાવી શકો છો.
  • -નવજાત શિશુને પાણીની કમી થવા દેવી નહી. તેને લીંબુ પાણી, જ્યુસ અને નારીયેલ પાણી પિવડાવતા રહેવું.
  • -ઉનાળા અને ઉમસ વાળી ઋતુમાં નવજાત શિશુને એકસરસાઈઝ કરવા દેવી જોઈએ નહી. દિવસમાં બાળકોને ઘરની બહાર રમવા જવા દેવા નહી.
  • -જો રૈશેઝ લાલ થઈ રહ્યા છે અને એમાં ખંજવાળ પણ થઈ રહી છે તો તરત જ ડોક્ટરને બતાવી દેવું.

એલોવેરા જેલ છે અસરકારક.

નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન એટલે કે, એનસીબીઆઈમાં પ્રકાશિત એક લેખમાં વર્ષ ૧૯૯૦ થી લઈને વર્ષ ૨૦૧૬ની વચ્ચે ગુગલ સ્કોલર, PubMed, મેડલાઈન. સ્કોપસ અને સાઈન્સ ડાયરેક્ટના ડેટા મુજબ એલોવેરા જેલ ત્વચા પર અલ્સર અને બળતરાના જખમ, નિપ્પલ ક્રેક થવા, જેનાઈટલ હર્પીસ, રૈશેઝ, સોરાયસિસ અને ગંભીર જખમના ઉપચાર કરવામાં અસરદાર છે. આપ પણ પોતાના નવજાત શિશુ માટે હીટ રૈશેઝના ઉપચાર અને એનાથી બચાવ કરવાના ઉપાય તરીકે પણ એલોવેરા જેલનો પ્રયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!