વધી રહ્યું છે ગરમીનું પ્રમાણ, પેટ્રોલિયમનો ઉપયોગ ઘટાડવા પર ભાર આપવા વિજ્ઞાનીઓની ચેતવણી

કલાઈમેટ સાયન્ટિસ્ટોને ડર છે કે જ્યાં સુધી અશ્મિજન્ય બળતણ એટલે કે ફોસિલ ફ્યુલ્સનું ઉત્સર્જન મર્યાદિત ન હોય ત્યાં સુધી વિશ્વના અન્ય ભાગોમાં 50 ડિગ્રી સે તાપમાન નોંધાઈ શકે છે.

ગ્લોબલ કલાઈમેટ ચેન્જ દેશ અને વિશ્વમાં વિવિધ સ્તરે જોઇ શકાય છે. તેની કઠોર વાસ્તવિકતાઓ દર્શાવતા એક રિપોર્ટના એનાલિસિસમાં દાવો કરાયો છે કે એક વર્ષમાં અત્યંત ગરમ દિવસોની સંખ્યા (જ્યારે તાપમાન 50 ડિગ્રી સે. (50 ° C) કરતાં વધી જાય છે) 1980 ના દાયકાથી વિશ્વભરમાં બમણી થઈ ગઈ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે 1980 થી દરેક દાયકામાં ગરમીનો પારો 50 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય તેવા દિવસોની સંખ્યા સતત વધી રહી છે.

image soucre

બીબીસીના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 1980 થી 2009 વચ્ચે, સરેરાશ તાપમાન દર વર્ષે 14 દિવસ માટે 50 ડિગ્રી સે વધી ગયું છે. પરંતુ 2010 અને 2019 ની વચ્ચે આ સંખ્યા વધીને 26 દિવસ થઈ ગઈ હતી. આ ઉપરાંત, સમાન સમયગાળા દરમિયાન 45 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં પણ તીવ્ર ઉછાળો આવ્યો છે, જે સરેરાશ દર વર્ષે વધારાના બે અઠવાડિયા નોંધવામાં આવ્યો છે.

image soucre

પશ્ચિમ એશિયાના પ્રદેશોમાં ખાસ કરીને લાંબા ઉનાળા દરમિયાન 50 ડિગ્રી સે ઉપર તાપમાન સામાન્ય ગણાય છે. પરંતુ કલાઈમેટ સાયન્ટિસ્ટોએ નોંધ્યું હતું કે આ ઉનાળામાં, કેનેડા અને ઇટાલી જેવા વિશ્વના વધુ સમશીતોષ્ણ વિસ્તારોમાં લગભગ 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ઇટાલીમાં તાપમાન 48.8 ડિગ્રી સેલ્સિયસ અને કેનેડામાં તાપમાન 49.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે.

image source

સંશોધકોને ડર છે કે જ્યાં સુધી અશ્મિભૂત ઇંધણનું ઉત્સર્જન મર્યાદિત નહીં થાય ત્યાં સુધી વિશ્વના અન્ય ભાગોમાં 50 ડિગ્રી સે તાપમાન નોંધાઈ શકે છે. જો ગ્રહના વધુ અને વધુ સમશીતોષ્ણ ભાગોમાં તાપમાન 50 ° C થી વધુ વધે તો સમગ્ર માનવ જાતિ અભૂતપૂર્વ પડકારોનો સામનો કરશે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીની ભૂગોળ અને પર્યાવરણ શાળાના કલાઈમેટ સંશોધક઼ ડો. સિહાન લી ના મત મુજબ આપણે જેટલી ઝડપથી અશ્મિભૂત ઇંધણના ઉત્સર્જનમાં ઘટાડો કરીશું, તે આપણા બધા માટે વધુ સારું રહેશે.

image socure

વૈજ્ઞાનિકોને ડર છે કે અશ્મિભૂત ઇંધણના બેફામ ઉપયોગને કારણે વિશ્વ પહેલા કરતા વધુ ઝડપથી ગરમ થઈ રહ્યું છે, જે ભવિષ્યમાં ભારે તાપમાનનો ભય ઊભો કરે છે. વિશ્લેષણ સૂચવે છે કે ભારે તાપમાન વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટે જોખમી બની શકે છે.