રસ્તા પર 450 ગેસ-સિલિન્ડર્સ ભરેલી ટ્રકમાં થયો ધડાકો, એકધારા અઢી કલાક સુધી ધડ-ધડ-ધડ અવાજ આવ્યાં

જ્યારે એક ગેસ સિલિન્ડર ફાટે ત્યારે કેટલું નુકસાન થાય એ આપણે સૌ જાણીએ છીએ. તો વિચારો કે જ્યારે એકસાથે 450 સિલિન્ડર ફાટે તો શું હાલત થતી હશે, પણ આ કોઈ વિચારવાની વાત નથી. ખરેખર આવી ઘટના એક જગ્યાએ બની છે અને હાહાકાર મચી ગયો છે. જો વિગતે વાત કરીએ તો ભીલવાડાથી પસાર થતા જયપુર-કોટા હાઇવે પર હનુમાનનગરમાં મંગળવારે રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

image source

ટીકડ ગામે વીજળી પડતાં હાઈવે ઉપરથી પસાર થતી ટ્રક પલટી ગઈ અને સાથે જ ટ્રકમાં 450 ઘરેલું ગેસ- સિલિન્ડર્સનો જથ્થો ભર્યો હતો. વીજળી પડતાં ટ્રક પલટી ગઈ હતી અને જેને કારણે તેમાં આગ લાગી હતી. આગ લાગવાને પરિણામે ટ્રકમાં રહેલાં સિલિન્ડર્સ એક પછી એક ફટાકડાની જેમ ફાટવા લાગ્યાં હતાં.

image source

આ દુર્ઘટના વિશે એવું કહેવામાં આવે છે એટલો ગંભીર અકસ્માત હતો કે વિસ્ફોટ થઈ રહેલા સિલિન્ડરોના ટૂકડાઓ 1 કિમી દૂર સુઘી ઊડ્યા હતા. આ સાથે જ લગભગ 15 કલાક પછી પણ NH-52 હાઈવે બંધ કરાયો હતો. અકસ્માતના પગલે બુધવારે સવારે કોટા, અજમેર અને જયપુર જતા મુસાફરોને રોકી દેવામાં આવ્યા હતા અને તેને કાબુમાં લેવાની કોશિશ પણ કરી હતી.

image source

આ સાથે જ જો વાત કરીએ તો બુધવારે સવારે ઘટનાસ્થળ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને ગેસ કંપનીના કર્મચારીઓને પણ બોલાવાયા હતા. ત્યાર પછી કર્મચારીઓએ આસપાસના વિસ્તારોમાંથી સિલિન્ડર્સના કટકાઓ ભેગા કરીને વધારે કામગીરી કરવામાં આવી હતી.

image source

આ સિવાય ઘટના વિશે વિગતે વાત કરતાં દેવલીનગર પાલિકાના ફાયર વિભાગમાં કાર્ય કરતા દિનેશે કહ્યું હતું કે ઘટનાસ્થળથી લગભગ 150 મીટર દૂર ઊભા રહેવું પણ જોખમી હતું. ફાયરબ્રિગેડની ટીમ પણ ટ્રકની નજીક જઈ શકે તેવી પરિસ્થિતિમાં નહોતી. દુર્ઘટનામાં 35 વર્ષીય ટ્રકચાલક સતરાજ મીણા કોઈક રીતે પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો હતો.

image source

જો કે આગની જ્વાળાઓને પરિણામે ડ્રાઈવર શરીરના વિવિધ ભાગે દાઝી ગયો હતો. આ સાથે જ જો જાનહાનીની વાત કરવામાં આવે તો અકસ્માતમાં ઘાયલ થયેલા ટ્રક ડ્રાઈવર અને ખલાસીની દેવલી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નસીબના જોગે કોઈને જીવ નથી ગયો. સિલિન્ડર ભરેલી ટ્રક નસીરાબાદથી કોટાના ભવાનીમંડી તરફ જઇ રહી હતી. ત્યારે દુર્ઘટનાગ્રસ્તનો શિકાર થઈ હતી એવી માહિતી મળી રહી છે.

આ ઘટનાને લાઈવ જોનારા સ્થાનિકોનું આ વિશે કહેવું છે કે અકસ્માત એટલો ગંભીર હતો કે આગની જ્વાળાઓ લગભગ 5થી 7 કિમી દૂર સુધી નજરે પડી રહી હતી. ઘટનાની જાણ થતાં હનુમાનનગરની સ્થાનિક પોલીસ પણ હાઈવે પર પહોંચી અને ઘટનાનો મલાજો લીધો હતો.

image source

પરંતુ સિલિન્ડર્સમાં વારાફરતી વિસ્ફોટો થતો રહેતો હતો અને ભીષણ આગની જ્વાળાઓ પણ ઊઠતી હતી, જેને પરિણામે ફાયરબ્રિગેડ કે પોલીસે નજીક જવાની હિંમત નહોતી કરી. રાત્રિના આઠ વાગ્યાની આસપાસ સુમારે ટીકડ ગામના વળાંક નજીક પસાર થઈ રહેલી ટ્રક પર ધડાકાભેર વીજળી પડી હતી. જેને કારણે ટ્રક બેકાબૂ થઈને પલટી ખાઈ ગઈ હતી અને ત્યારબાદ સમગ્ર અકસ્માત થયો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!