ગેસ સિલિન્ડર પર મળશે 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, આ રીતે કરો બુકિંગ

રસોઈ ગેસ સિલિન્ડર શહેરથી લઈને ગમાના લોકો સુધી દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતી ચીજ છે. વારેઘડી વધી રહેલા ગેસ સિલિન્ડરના ભાવથી લોકો પરેશાન છે ત્યારે તમે આ ઓફરનો લાભ લઈ શકો છો અને સારી એવી બચત કરી શકો છો. છેલ્લો ભાવ વધારો થયા બાદ ડિસેમ્બરમાં ગેસ સિલિન્ડરના 14.2 કિલોનનો ભાવ 644થી વધીને 694 રૂપિયા થઈ ચૂક્યો છે. આ સિલિન્ડરની કિંમતો આ મહિને બીજી વાર વધી છે. ડિસેમ્બરની શરૂઆતમાં પણ કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કરાયો હતો.

image source

આજે અમે આપને એવી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે આ 700 રૂપિયાનો સિલિન્ડર ફક્ત 200 રૂપિયામાં મેળવી શકો છો. તમને સિલિન્ડર બુકિંગ કરાવવા માટે 500 રૂપિયાનું કેશ બેક મળે છે.તો જાણો કઈ રીતે કયા એપની મદદથી તમને આ ફાયદો મળી શકે છે.

image source

આ ફાયદો લેવા માટે તમારે paytmની મદદથી સિલિન્ડરનું બુકિંગ કરાવવાનું રહે છે. તેનાથી તમે 500 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકો છો. દેશના અનેક ભાગોમાં જ્યાં એલપીજી સિલિન્ડરની સબ્સિડી બાદ 700થી 750 રૂપિયાની વચ્ચે છે એવામાં પેટીએમના ખાસ કેશબેકનો લાભ તમે 200થી 250 રૂપિયાના ખર્ચ પર ઘરેબેઠા મેળવી શકો છો. આ ઓફર એચપી, ઈન્ડિયન અને ભારત ગેસ પર મળી રહી છે.

આ રીતે ઘરે બેઠા કરો ગેસ સિલિન્ડર પર 500 રૂપિયાની બચત

image source

સૌ પહેલાં તો paytm એપને ડાઉનલોડ કરો.

હવે એપની મદદથી બુકિંગ કરો.

આ માટે ડાઉનલોડ કરેલું એપ ખોલો

તેમાં રીચાર્જ અને પે બિલ્સ પર જાઓ.

તેમાં બુક એ સિલિન્ડર ઓપ્શન ખોલો.

હવે તમારી કંપની પસંદ કરો.

image source

રજિસ્ટર્ડ મોબાઈલ નંબર કે ગેસ સિલિન્ડરનો નંબર નાંખો.

આ પછી તમને પેમેન્ટ ઓપ્શન દેખાશે.

પેમેન્ટ પહેલાં ઓફર પર FirstLPG પ્રોમો કોડ નાંખો.

31 ડિસેમ્બર સુધી વેલિડ છે ઓફર

image source

500 રૂપિયાનું કેશ બેક પેટીએમની મદદથી તમે પહેલી વાર ગેસ બુકિંગ પર મેળવી શકો છો. આ ઓફરનો લાભ તમે 31 ડિસેમ્બર સુધી મેળવી શકો છો. એવામાં તમારી પાસે આ ઓફરનો લાભ લેવાના 2 દિવસ બચ્યા છે. તો આજે જ બુકિંગ કરીને લાભ લો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત