ગેસના સિલિન્ડરના કારણે થતી દુર્ઘટનામાં પીડિતને મળી શકે છે 50 લાખ સુધીનું વીમા કવર, જાણો કેવી રીતે

એક સમય એવો હતો કે જ્યારે દેશના ગ્રામ્ય વિસ્તારો એલપીજી ગેસની સુવિધાથી વંચિત હતા અને તેમને રસોડામાં ચુલા, કેરોસીનથી ચાલતા પ્રાઈમસ કે સ્ટવનો ઉપયોગ કરવો પડતો. પરંતુ હવે તો ગામે ગામ એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ થવા લાગ્યો છે. જો કે ગેસ સિલિન્ડરના ઉપયોગ વખતે કેટલીક સાવચેતી રાખવી પણ જરૂરી થઈ જાય છે. જો જરા પણ બેદરાકારી કે ચુક રહી જાય તો દુર્ઘટના સર્જાઈ શકે છે. ગેસ સિલિન્ડરથી સર્જાતી દુર્ઘટનામાં જાન અને માલ બંનેની નુકસાની થઈ શકે છે. સાવધાની રાખવાની સાથે એક અન્ય અગત્યની વાતની જાણકારી હોવી પણ જરૂરી છે. આ વાત એટલે કે ગેલ સિલિન્ડરની દુર્ઘટના પર મળતા ઈન્સ્યોરન્સ વિશે.

image source

મોટાભાગના લોકો આ જાણકારીથી અજાણ જ હોય છે. જો તમે પણ અજાણ છો તો તમને જણાવી દઈએ કે એલપીજી ગેસ સિલિન્ડર પુરા પાડતી કંપનીઓની વેબસાઈટ પર આ વિશે જાણકારી આપવામાં આવેલી જ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ વીમા અનુસાર સિલિન્ડરના કારણે જો કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાય અને તેમાં વ્યક્તિની જાન કે મિલકતનું નુકસાન થયું હોય તો તેને 50 લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકે છે. તેના માટે વ્યક્તિએ ઈન્શ્યોરન્સ ક્લેમ કરવાનો હોય છે. તો ચાલો આ જાણકારી સાથે તમને જણાવી દઈએ કે આ વીમાને કેવી રીતે ક્લેમ કરી શકાય

image source

સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે આ પ્રકારની દુર્ઘટના થવા પર 40 લાખ રૂપિયા સુધીનું વીમા કવર હોય છે, જ્યારે સિલિન્ડર ફાટવાના કારણે મૃત્યુ થયાની ઘટનામાં 50 લાખ રુપિયા સુધીનો ક્લેમ કરી શકાય છે. આવી દુર્ઘટનામાં પીડિત દરેક વ્યક્તિને વધુમાં વધુ 10 લાખ રૂપિયાનું વળતર આપી શકાય છે. જો વ્યક્તિનું મૃત્યુ થયુ હોય તો 6 લાખ રૂપિયાનું વળતર મળવાપાત્ર હોય છે. ઘટનામાં સારવાર માટે વધુમાં વધુ 15 લાખનું કવર મળે છે. સાથે જ પ્રોપર્ટીમાં નુકસાન પર 2 લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકાય છે.

image source

જો કે આપણે ત્યાં મોટાભાગના લોકો એક ભુલ કરી બેસે છે જેના કારણે તેમને ઉપરોક્ત લાભ દુર્ઘટના થવા પર મળવા પાત્ર રહેતા નથી. સિલિન્ડર ખરીદવા સમયે તેનો ઈન્સ્યોરન્સ થઈ જાય છે પરંતુ તે સિલિન્ડરની એક્સપાયરી સાથે સંબંધિત હોય છે. પરંતુ મોટા ભાગના લોકો સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરતાં જ નથી અને તેને ખરીદે છે. તેવામાં જ્યારે દુર્ઘટના થાય ત્યારે તે વીમા માટે હકદાર રહેતા નથી.

આ ડેટ કરવી હંમેશા ચેક

image source

ગેસ સિલિન્ડરમાં જ્યાં રેગ્યુલેટર લગાવવાનું હોય છે ત્યાં D-20 જેવું કંઈક લખેલું હોય છે. આ ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ હોય છે. અહીં D-20નો અર્થ છે કે સિલિન્ડરની એક્સપાયરી ડેટ ડિસેમ્બર 2020 છે. આ તારીખ નોંધવાનો અર્થ છે કે તે સમય બાદ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવો જોખમી છે. જો ડેટ જતી રહી હોય છતા તમે તેનો ઉપયોગ કરો અને કોઈ દુર્ઘટના થાય તો તમે ક્લેમ કરી શકતા નથી.

ગેસ સિલિન્ડરની વિતરણની વ્યવસ્થા

image source

ગેસ સિલિન્ડરની સૌથી ઉપર રેગ્યુલેટર પાસે ત્રણ પટ્ટી હોય છે, તેમાં A, B, C, D લખેલા જોઈ શકાય છે. અહીં આ અક્ષરોનો અર્થ નીચે દર્શાવ્યાનુસાર હોય છે. આ અક્ષર અનુસાર ત્રણ મહિનામાં સિલિન્ડરનું વિતરણ થાય છે.

A- જાન્યુઆરીથી માર્ચ

B- એપ્રિલથી જૂન

C- જુલાઈથી સપ્ટેમ્બર

D- ઓક્ટોબરથી ડિસેમ્બર

image source

વીમાનો લાભ તમને ત્યારે જ મળે જ્યારે તમે સિલિન્ડરમાં દર્શાવેલી એક્સપાયરી ડેટ સુધીમાં જ તેનો ઉપયોગ કર્યો હોય. જો ડેટ પૂર્ણ થયા પછી તમે સિલિન્ડર વાપરો અને તેમાં કોઈ દુર્ઘટના થાય તો વીમો ક્લેમ કરી શકતો નથી. પરંતુ જો ડેટ બરાબર હોય તો સૌથી પહેલા દુર્ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવી, તેની એક નકલ ગેસ ટિસ્ટ્રિબ્યુટરને આપવી જે આગળ ફોવર્ડ થશે. વીમા કંપનીની ટીમ દુર્ઘટનાની તપાસ કરશે અને ત્યારબાદ નુકસાનના આધારે વીમો પાસ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત