ગેસ સિલેન્ડર લેતા પહેલા આટલું ચોક્કસ ચેક કરજો, નહિ તો….

ગેસ સિલેન્ડરથી સૌ કોઈ પરિચિત હશે જ. રસોડાનું અભિન્ન અંગ એવા ગેસ સિલેન્ડર વિશે ઘણી એવી બાબતો છે જે કદાચ તમને નહિ ખબર હોય. શું તમને જરા સરખી પણ જાણછે કે તમારા રાંધણ ગેસના સિલેન્ડરની પણ એક એક્સપાયરી ડેટ હોય છે. જો તમે આ વાત નથી જાણતા તો અમે તમને જણાવીશું કકે તેની એક્સપાયરી ડેટ ક્યાં લખેલી હોય છે અને તેને તમે કેવી રીતે ચેક કરી શકશો. તમને જણાવી દઈએ કે એક્સપાયરી ડેટ વાળો સિલેન્ડર ખતરનાક હોય છે. તો હવે થી તમે પણ તમારા ઘરે આવનારા સિલેન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરી લેજો આ રીતે.

image source

તમે જોયું હશે કે ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ એમ દરેક કંપનીઓના એલપીજી સિલેન્ડર પર 3 ટેગ લાગેલા હોય છે. જેમાથી બે ટેગ પર સિલિન્ડરનું વજન લખેલું હોય છે અને ત્રીજા ટેગ પર કેટલાક નંબર લખેલા હોય છે. આ નંબર હકિકતમાં સિલિન્ડરની એક્સપાયરી ડેટ હોય છે.

image source

તો ચાલો જાણી લઈએ કે કેવી રીતે સિલેન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરી શકાય

તમે જોયું હશે કે સિલેન્ડરના ટેગ પર A-22, B-24 અથવા C-23, D-21 લખેલું હોય છે. પણ વાસ્તવમાં આ ચારેય અક્ષરોને મહિનાઓના વહેંચવામાં આવ્યા છે.

image source

A નો અર્થ થાય છે કે જાન્યુઆરીથી માર્ચ

Bનો અર્થ થાય એપ્રિલથી જૂન

Cનો અર્થ થાય જુલાઈથી સપ્ટેમ્બર

Dનો અર્થ થાય ઓક્ટોબરથી ડિસેમ્બર

image source

A, B, C અને D અંકો પછી લખવામાં આવેલા આંકડા એક્સપાયરી વર્ષ હોય છે. જો ટેગ પર A-22 લખ્યું છે તો એનો અર્થ એ થાય છે કે સિલિન્ડર માર્ચ 2022ના રોજ એક્સપાયર થઈ જશે.

અન્ય વસ્તુઓની જેમ જ દરેક એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવા માટે પણ એક સમય નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે એક્સપાયરી ડેટ નક્કી કરવામાં આવી છે.એક્સપાયરી આવી જાય પછી તેનું પરિક્ષણ કરવામાં આવે છે. અને જો સિલેન્ડર આ ટેસ્ટમાં તે નિષ્ફળ જાય તો તેનો ઉપયોગ કરવાનું ટાળવામાં આવે છે.

image source

તમને જણાવી દઈએ કે નવા સિલિન્ડરનું ટેસ્ટિંગ 10થી 15 વર્ષમાં કરવું પડે છે. જૂના સિલિન્ડરનું પરીક્ષણ દર પાંચ વર્ષે કરવું જરૂરી છે.

ક્યાં થાય છે ટેસ્ટિંગ?

ગેસ સિલિન્ડર પ્લાન્ટમાં સિલિન્ડરનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. ઘણી વાર લોકો વર્ષો સુધી સિલેન્ડર વાપરતા નથી ત્યારે તેનું ટેસ્ટિંગ કરાવવું ખુબ જરુરી છે. જો તેનું સમયસર ટેસ્ટિંગ કરવામાં ન આવે તો કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત