ખિસ્સામાંથી એક રૂપિયો પણ ઢીલો કર્યા વિના થશે તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ, એકવાર તમે પણ કરો ગૌપરિક્રમા…

મિત્રો, આપણા એક ખુબ જ પૌરાણિક ધાર્મિક શાસ્ત્ર વિષ્ણુધર્મોત્તરપુરાણ પ્રમાણે માણસે કોઈપણ અનિષ્ટ પ્રવૃતિઓ સામે રક્ષણ મેળવવા માટે ગૌમાતાના પૂજન અંગે જણાવવામા આવેલુ છે. જે લોકો દરરોજ નિઃસ્વાર્થ ભાવથી ગૌમાતાની સેવા કરે છે અને તેમનુ પૂજન-અર્ચન કરે છે, તેમનુ કોઈપણ અનિષ્ટ વ્યક્તિ કંઈપણ બગાડી શકે નહિ. આ સિવાય જો તમે નિયમિત ગૌમાતા માટે ચારા કે રોટલીનુ દાન કરો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

જો તમે તલ, જવ અને ગોળનો બનેલ લાડુ નવ ગાયને ખવડાવવામા આવે તો તેની પરિક્રમા કરવાથી તમને સંતાનપ્રાપ્તિ અને મનોવાંછિત ફળની પણ પ્રાપ્તિ થઇ શકે છે. આ પતિ-પત્નીના અણબનાવમા જો કોઈપણ પ્રકારનુ કલેશ રહેતુ હોય તો આ બન્ને યુગલે ગૌમાતાની પરિક્રમા કરવી જોઈએ. જો તમે તમારા ઘરેથી રોટલી બનાવીને તલનુ તેલ લગાવી ગોળની સાથે નવ ગાયને ખવડાવો તો તમારા ઘરમા સુખ અને શાંતિનો માહોલ બની રહેશે.

આ સિવાય ગર્ભવતી સ્ત્રી નવ માસ દરમિયાન દરેક અમાવસ્યા અને પૂર્ણિમા પર પરિક્રમા કરે છે તો તેણીને સામાન્ય ડિલીવરીથી સંતાન થશે. આ સિવાય નિયમિત ભોજન કરવાથી પહેલા તમારે એક રોટલી અને ગોળ તમારા હાથેથી આ દેશી ગાયને ખવડાવી જોઈએ તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય તમે ગૌમાતાના મોઢેથી લઈને પૂંછડી સુધી હાથ ફેરીને તમારા શરીર પર હાથ ફેરવો તો તમારા શરીરનુ યોગ્ય સંતુલન જળવાઈ રહે છે.

image source

આ સિવાય જો તમે ગૌમાતાને જવનુ સેવન કરાવડાવો તો તેમના છાણમાથી પણ જે જવ નિકળે તેને ધોઈને ખીર બનાવી એક ચમચી ગાયના ઘીમા ઉમેરી તેને ગર્ભવતી સ્ત્રીઓને છેલ્લા માસ દરમિયાન ખવડાવો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તે સાધારણ ડિલીવરીમા ખુબ જ સહાયક બની શકે છે.

જો કોઈ વ્યક્તિના વિવાહ અવારનવાર ટળી રહ્યા હોય તો તેના માટે પણ આ ઉપાય ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે પોતે વિધિપૂર્વક ગાયની પૂજા કરી નવ રોટલી અને ગોળનુ સેવન કરો છો તો તમે તમારા મનવાંછિત ફળની અવશ્યપણે પ્રાપ્તિ થઇ શકશે.

image source

આ સિવાય જો તમે ગૌમાતાના આગળના પગ પર કંકુ, અક્ષત, ફૂલ, જળ, દૂધ ગોળથી પૂજન કરો તો તમારા ઘરમા સુખ, શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ કરી શકો છો. જે લોકોના બાળક તેમના માતા પિતાના કહેવા પર નથી ચાલતા તેમણે ગૌમાતાની નવ પરિક્રમા નિયમિત કરવી જોઈએ. આમ, કરવાથી તમારુ બાળક આજ્ઞાકારી બનશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ