Site icon News Gujarat

પુત્રની ચિંતામાં બેબાકડી બનેલી ગૌરીએ લઈ લીધી મોટી માનતા, કહ્યું-જ્યાં સુધી દીકરો જેલમાંથી નહીં છૂટે હું…

ઓક્ટોબર મહિનો અભિનેતા શાહરૂખ ખાન માટે ભારે સાબિત થઈ રહ્યો છે. મહિનાની શરુઆતમાં જ તેના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. અડધો મહિનો વિતી ગયો હોવા છતાં શાહરુખ ખાનના દિકરા આર્યન ખાનની મુશ્કેલીનો અંત આવી રહ્યો નથી. નવરાત્રીનો પર્વ ખાન પરિવાર માટે કષ્ટથી ભરેલો રહ્યો અને હવે આગામી 20 તારીખે આર્યન ખાનને રાહત મળે તે માટે ગૌરી ખાને માનતા રાખી લીધી છે.

image socure

આર્યન ખાનની ધરપકડ થયા બાદ ખાન પરિવારની સ્થિતિ શું છે તેની કલ્પના કોઈ કરી શકે નહીં. દીકરાને જેલમાંથી મુક્ત કરાવવા તમામ પ્રયત્ન કરી ચુકેલા ગૌરી અને શાહરુખ હવે આસ્થાના માર્ગે વળ્યા છે. ગત 8 ઓક્ટોબરે ગૌરી ખાનનો જન્મદિવસ હતો અને તે સમયે ફરાહ ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી કે આર્યનની અટકાયત પછી તેણે જોયું કે ગૌરી ખૂબ જ મજબૂત રહી છે. તેવામાં હવે શાહરૂખ-ગૌરીના નજીકના સંબંધીઓએ જાણકારી આપી છે કે તેઓ બહારથી જ મજબૂત દેખાઈ રહ્યા છે પરંતુ અંદરથી તૂટી ગયા છે. તાજેતરમાં એવા અહેવાલ પણ મળ્યા છે કે નવરાત્રી શરુ થઈ ત્યારથી ગૌરીએ આર્યન માટે વ્રત લીધું હતું. તે દિવસભર આર્યન માટે પ્રાર્થના કરતી રહે છે.

image soucre

હવે આ મામલે શાહરૂખના પારિવારિક મિત્રએ જણાવ્યું હતું કે ગૌરીએ નવરાત્રિ શરૂ થતાં જ વ્રત લઈ લીધું હતું. આર્યન મુક્ત થાય તે માટે નવરાત્રી શરુ થતાની સાથે જ ખાંડ સહિતની મીઠી વસ્તુઓ ન ખાવાનું વ્રત લીધું છે.

image soucre

આર્યન ખાનના વકીલો સતીશ માનશિંદે અને અમિત દેસાઈ તેની જામીન માટે સખત મહેનત કરી રહ્યા છે. મુંબઈ સેશન્સ કોર્ટમાં જજે બંને પક્ષોને સાંભળ્યા છે પરંતુ જામીન અંગેનો નિર્ણય 20 ઓક્ટોબર સુધી અનામત રાખવામાં આવ્યો છે. આ કારણે હજુ પણ આર્યન ખાનને જેલમાં જ 20 ઓક્ટોબર સુધી રહેવું પડશે. આર્યન ખાનને પણ જેલમાં ભોજન ભાવતું નથી અને તે ઊંઘી પણ શકતો નથી અને તેવા જ હાલ ગૌરી ખાનના બહાર છે. આર્યનની ધરપકડ બાદથી તે સતત પરેશાન છે.

image soucre

આર્યનને હાલ આર્થર રોડ જેલના ક્વોરેન્ટાઇન બેરેકમાંથી જનરલ સેલમાં ખસેડવામાં આવ્યો છે. તેને હવે કેદી નંબર 956 નો ટેગ મળ્યો છે. જો કે હવે શાહરુખ ખાને તેને 4500 રૂપિયા મોકલ્યા છે જેથી તે જેલની કેન્ટીનમાંથી ભોજન કરી શકે. જો કે આર્યન ખાને તો ભોજન કરવાનું શરુ કરી દીધું છે પરંતુ ગૌરી ખાને આર્યન માટે માનતા રાખી મીઠાઈ અને અન્ય મીઠી વસ્તુ ખાવાનું છોડી દીધું છે.

Exit mobile version