ઘરમાં કામ કરતી મહિલાનુ થયું મૃત્યુ તો ગંભીરએ કર્યા તેના અંતિમ સંસ્કાર

દેશમાં કોરોના વિરુદ્ધ જે લડાઈ ચાલી રહી છે તે વચ્ચે પૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરએ માનવતાનું અદ્ભુત ઉદાહરણ પુરું પાડ્યું છે. આ વાતની ચર્ચા દેશભરમાં થવા લાગી છે. ગંભીરએ એક મહિલાના અંતિમ સંસ્કાર કર્યા છે. આમ તો આ મહિલા સાથે તેની લોહીની સગાઈ નથી પરંતુ સંબંધ પરીવારના નજીકના હોય એટલો ગાઢ હતો.

image source

આ અંગે મળતી જાણકારી અનુસાર ઓરિસ્સાની રહેનાર સરસ્વતી પાત્રા ગૌતમ ગંભીરના ઘરે છેલ્લા 6 વર્ષથી કામ કરે છે. તે ડાયાબિટીસ અને બીપીના દર્દી પણ હતા. તેવામાં થોડા દિવસ પહેલા તેની તબિયત લથડતા તેને દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. ત્યાં તેની સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું અવસાન થયું.

ત્યાર બાદ એક પુત્ર તરીકે ગંભીરએ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ અંગે ગૌતમ ગંભીરએ ટ્વીટ કરીને જાણ કરી હતી. આ ટ્વીટમાં તેણે લખ્યું છે કે, તે મારા પરીવારનો એક ભાગ હતા. તેમના અંતિમ સંસ્કાર કરવા તે મારી ફરજ છે. જાતિ, પંથ, ધર્મ કે સામાજિક સ્થિતિ મહત્વની નથી. મહત્વની છે વ્યક્તિની ગરિમા. આ જ રીતે છે એક શ્રેષ્ઠ સમાજના નિર્માણની. ઓમ શાંતિ…

લોકડાઉન જાહેર થયું ત્યારથી તેણે કરેલી કામની વાત કરતાં તેણે ઉમેર્યું હતું કે તેમણે છેલ્લા 30 દિવસમાં લોકોને રાશન કિટ અને રોજ 10,000 લોકોને ભોજન કરાવ્યું છે. અંદાજે 15 હજાર એન95 માસ્ક અને 4200 પીપીઈ કિટ તેમજ શેલ્ટર હોમમાં 2000 બેડની વ્યવસ્થા કરી છે.

image source

મહત્વપૂર્ણ છે કે દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 22 હજારથી વધી ચુકી છે. આ જીવલેણ અને ચેપી રોગથી ચપેટમાં આવી અને 680થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. અગાઉ દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન હતું પરંતુ સંક્રમણની સ્થિતિ ગંભીર હોવાથી લોકડાઉનને પણ 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. જો કે સરકારે આ દરમિયાન જરૂરીયાત મંદ લોકો માટે રાહત પેકેજ અને ફ્રી અનાજ વિતરણની વ્યવસ્થા કરી છે જેથી લોકોને તકલીફ ન પડે.