કોહલી અને સચિનમાંથી મહાન બલ્લેબાજ કોણ? તે જાણી લો ગૌતમ ગંભીરના શબ્દોમાં..

ભારતના પૂર્વ ઓપનર ઓપનર ગૌતમ ગંભીરને સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની વચ્ચે વનડે ફોર્મેટનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન પસંદ કર્યો છે. ગૌતમ ગંભીર સચિન તેંડુલકર અને વિરાટ કોહલી બંને સાથે ક્રિકેટ રમ્યો છે.

image source

ગૌતમ ગંભીરના મતે, જો તે વનડે ફોર્મેટમાં જેને પોતાનો શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે પસંદ કરે છે, તે ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકર છે. ગંભીરે વિરાટ કોહલી કરતા સચિન તેંડુલકરને શ્રેષ્ઠ માનવનું કારણ પણ આપ્યું છે.

ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સના એક શો ક્રિકેટ કનેક્ટેડમાં જણાવ્યું હતું કે આપણો શ્રેષ્ઠ ક્રિકેટર સચિન તેંડુલકરે એવા સમયે ક્રિકેટ રમ્યો હતો જ્યારે ક્રિકેટના નિયમો વધારે કડક હતા. ફિલ્ડિંગમાં ઘણા પ્રતિબંધો હતા. જ્યારે કે તે સમયના પ્રમાણમાં આજે નિયમો હળવા થયા છે, ઘણા બદલાયા છે, જેના કારણે સ્કોરિંગ અગાઉ કરતા વધુ સરળ બન્યું છે.

image source

ગૌતમ ગંભીરએ કહ્યું, ‘સચિન તેંડુલકરે તેમના સમયમાં સખત નિયમો સાથે ક્રિકેટ રમ્યું હતું. તે સમયે 230 થી 240 રનનો સ્કોર પણ ઘણો મોટો માનવામાં આવતો હતો. એટલા માટે હું સચિન તેંડુલકરને હાલના કેપ્ટન અને સારા બેટ્સમેન વિરાટ કોહલી કરતા વધુ સારો બેટ્સમેન માનું છું, સચિન તેંડુલકરે પોતાના બધા સ્કોર આજના પ્રમાણમાં ઘણા વધારે મુશ્કેલ નિયમો સામે બનાવ્યાં હતાં.

image source

ગૌતમ ગંભીરએ કહ્યું, ‘આજે બે નવા બોલનો ઉપયોગ કરવામાં આવે છે, બોલરોનો રિવર્સ સ્વિંગ આવે છે, ફિંગર સ્પિનર માટે પિચ મદદરૂપ નથી. પચાસ ઓવરની રમતમાં પાંચ ફિલ્ડરો વર્તુળની અંદર રહે છે, જેના કારણે બેટ્સમેન ઘણા રન બનાવી રહ્યા છે”. ગૌતમ ગંભીરએ એમ પણ કહ્યું, ‘સચિન તેંડુલકરને પસંદ કરીશ કારણ કે જ્યારે વર્તુળની અંદર ચાર ફિલ્ડરો હતા ત્યારે તે સફેદ બોલથી રમ્યો હતો.આજકાલ વનડે ક્રિકેટમાં બે સફેદ બોલ લેવામાં આવે છે જ્યારે ત્રણ પાવરપ્લેસ હોય છે.”

image source

સચિન તેંડુલકરના નામે 100 આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ છે. સચિન તેંડુલકરે વનડેમાં 49 સદી ફટકારી છે, જ્યારે વિરાટ કોહલીએ અત્યાર સુધી વનડેમાં 43 સદી ફટકારી છે. કોહલી સચિનના કેટલાક રેકોર્ડની નજીક આવ્યો છે. સચિન તેંડુલકરે 463 વનડે મેચ રમી હતી અને 49 સદી સહિત 18426 રન બનાવ્યા હતા. તેણે 2013 માં વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. બીજી તરફ કોહલીએ 248 વનડેમાં 11867 રન બનાવ્યા છે.

source : aajtak

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત