26મે બુદ્ધ જયંતીઃ ગૌતમ બુદ્ધની આ 10 વાતોનું પાલન કરશો તો બધી અડચણો થઇ જશે દૂર

ગૌતમ બુદ્ધની આ વાતો હંમેશા રાખો યાદ, ક્યારેય નહીં જોવું પડે અસફળતાનું મોં!

ગૌતમ બુદ્ધે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, જીવનને સુખી અને સફળ કેવી રીતે બનાવી શકાય છે. આપણે પરેશાનીઓથી બચવા માટે બુદ્ઘ દ્વારા જણાવેલી વાતોને અપનાવવી જોઇએ. ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સંસ્થાપક છે અને હિંદુ ધર્મમાં તેમને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે.મહાત્મા બુદ્ધને બૌદ્ધ ધર્મના સંસ્થાપક માનવામાં આવે છે. વર્તમાન સમયમાં બૌદ્ધ ધર્મ દુનિયાના ચાર મોટા ધર્મોમાંથી એક છે. ત્યારે આજે જાણો ગૌતમ બુદ્ધના એવા વિચારો વિશે જેનું અનુકરણ જે વ્યક્તિ કરે તેના જીવનમાં સુખ-શાંતિ મળે છે.

image source
  • “ગુસ્સો કરવો એટલે અન્ય વ્યક્તિ પર ફેંકવા માટે સળગતો કોલસો પોતાના હાથમાં લેવો, જે સૌથી પહેલાં તમને જ નુકસાન પહોંચાડે છે.”
  • “નફરતને નફરતથી દૂર ન કરી શકાય. તેને માત્રને માત્ર પ્રેમથી સમાપ્ત કરી શકાય છે. આ એક પ્રાકૃતિક સત્ય છે.”
  • “અનેક લડાઈ જીતવા કરતાં ઉત્તમ છે કે તમે પોતાની જાત પર વિજય પ્રાપ્ત કરી લો. ત્યારપછી દરેક ક્ષેત્રમાં વિજય તમારી જ થશે.”
  • “જે માણસ સત્યના માર્ગ પર ચાલે છે તે માત્ર બે જ ભુલ કરી શકે છે. એક કે તે રસ્તો પર અંત સુધી ન ચાલે અને બીજી ચાલવાની શરૂઆત જ ન કરે”
image source

“એક દિપકથી અનેક દીપ પ્રગટાવી શકાય છે, તેનાથી તેનો પ્રકાશ ઘટતો નથી. તેવી જ રીતે સુખને અન્ય સાથે વહેંચવું જોઈએ. તેનાથી તેમાં વધારો જ થાય છે.”

  • “વ્યક્તિને તેના ક્રોધના કારણે સજા નથી મળતી પરંતુ તેનો ક્રોધ જ તેની સજા હોય છે.”
  • “શંકા કરવાની આદતથી ભયાનક કોઈ વસ્તુ નથી. આ આદત લોકોને હંમેશા અલગ કરે છે.”
  • “ભૂતકાળમાં અટવાઈ ન જવું કે ભવિષ્યના સપનાઓમાં ન રાચવું. વર્તમાન પર ધ્યાન આપવું તે સુખનો રસ્તો છે.”
  • “ઈર્ષ્યા અને નફરતની ભાવનાઓ જીવનમાં કોઇપણ સુખ પ્રાપ્ત કરવા દેતી નથી. આ ભાવનાઓ આપણાં મનની શાંતિ દૂર કરી શકે છે.”
  • ” અજ્ઞાની વ્યક્તિ બળદ સમાન હોય છે. તે જ્ઞાનમાં નહીં, માત્ર આકારમાં વિશાળ જોવા મળે છે.”
image source

“ગુસ્સાને પાળવો, ગરમ કોલસાને કોઇ અન્ય ઉપર ફેંકવા માટે પકડવા સમાન છે, જેનાથી સૌથી પહેલાં આપણો જ હાથ સળગે છે.”

  • “આ સંસારમાં ક્યારેય પણ સુખ સ્થાયી હોતું નથી. ઠીક તેવી જ રીતે દુઃખ પણ સ્થાયી નથી. જો તમે અંધારામાં ડૂબેલાં છો, ખરાબ સમયનો સામનો કરી રહ્યા છો તો પ્રકાશની શોધ કરવી જોઇએ.”
  • ” વિતેલાં સમયને યાદ કરવો જોઇએ નહીં. ભવિષ્ય માટે સપના જોવા જોઇએ નહીં. પરંતુ પોતાના દિમાગને વર્તમાનમાં જ કેન્દ્રિત કરવું જોઇએ.”
  • “જીવનભર ધ્યાન વિના સાધના કરવાની અપેક્ષાએ જીવનમાં એક દિવસ સમજદારીથી જીવવું વધારે સારું છે.”
  • “સૂર્ય, ચંદ્ર અને સત્ય આ ત્રણ વસ્તુઓ ક્યારેય છુપાતી નથી.”
image source

શંકા લોકોને અલગ કરી દે છે, આ આદત પતિ-પત્નીના સંબંધ, બે મિત્રોની મિત્રતા અને બે પ્રેમીઓના પ્રેમને નષ્ટ કરી શકે છે- ગૌતમ બુદ્ધ. બુધવાર, 26 મેના રોજ ભગવાન બુદ્ધની જયંતી છે. ગૌતમ બુદ્ધે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, જીવનને સુખી અને સફળ કેવી રીતે બનાવી શકાય છે. આપણે પરેશાનીઓથી બચવા માટે બુદ્ઘ દ્વારા જણાવેલી વાતોને અપનાવવી જોઇએ. ગૌતમ બુદ્ધ બૌદ્ધ ધર્મના સંસ્થાપક છે અને હિંદુ ધર્મમાં તેમને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. અહીં જાણો ગૌતમ બુદ્ધના 10 અનમોલ વિચાર..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!