Site icon News Gujarat

વાવાઝોડા બાદ 18 સિંહો ગુમ થયા મામલે મોટો ખુલાસો, વિડિઓ જરૂર જુઓ…

રાજ્યમાં તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડાએ તબાહી સર્જી હતી. તેમાં એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા હતા કે સૌરાષ્ટ્રના સાસણ વિસ્તારમાંથી 18 સિંહો ગુમ થયા છે. આ અંગે વન વિભાગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, ગીર અને બૃહદગીરના તમામ સિંહો સલામત છે. આ વિસ્તારના એક પણ સિંહનું મોત થયુ નથી કે નથી તેમને કોઈ પણ પ્રકારની ઈજા થઈ.

image source

વન વિભાગ દ્વારા સિંહોની સલામતી માટે સતત કાળજી લેવામાં આવી રહી છે તેનું મોનીટરીંગ કરવામાં આવી રહેલું છે. આ સિવાય સિંહોની સુરક્ષા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આ સિવાય સિંહો પર ફિલ્ડ સ્ટાફ સતત નજર રાખી રહ્યો છે.

આ વાત સામે આવ્યાના બીજા જ દિવસે સિંહનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેને ડો રાજીવ કુમાર ગુપ્તાએ તેના ટ્વીટર પર પણ શેર કર્યો છે. આ વીડિયો આંકોલવાડી વિસ્તારનો હોવાનું અનુમાન છે. અહીં જોઈ શકાય છે કે 10 સિંહનું એક ટોળું કોઝવે પરથી પસાર થાય છે.

image source

ખળખળ વહેતું પાણી, વરસાદી વાતાવરણ અને લીલુછમ્મ જંગલ તેની વચ્ચેથી જંગલનો રાજા પોતાની મોજમાં પસાર થાય છે. આ વીડિયો પણ ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે રાજ્ય સરકારના સચિવ રાજીવ ગુપ્તાએ આંકોલવાડી ગીર વિસ્તારમાં મસ્તીમાં ફરતા 10 સિંહનો દુર્લભ એવો વીડિયો ટ્વીટ કર્યો હતો.

આ વીડિયો અને સિંહ સલામત હોવાનું જાણી સિંહ લવર્સે રાહતનો શ્વાસ લીધો છે. મહત્વનું છે કે રાજ્યમાંથી વાવાઝોડું પસાર થયા પછી સામે આવ્યું હતું કે સાસણમાંથી 18 જેટલાં સિંહો ગુમ થયેલ છે. આ સમાચારો મીડીયામાં પ્રસારીત થયા હતા. ત્યારબાદ વન વિભાગે આ અંગે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના માંગરોળથી લઈ મહુવા, તળાજા સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહોએ પોતાનું રહેઠાણ બનાવ્યું છે અને અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ તથા ભાવનગર જીલ્લામાં સિંહો વસે છે.

image source

વાવાઝોડાની ચેતવણી મળતાં જ દરિયા કાંઠે વસતા સિંહો સહીત તમામ સિંહોની સલામતી માટે પગલા લેવામાં આવ્યા હતાં અને આ સિંહોનું સતત મોનીટરીંગ કરાયું હતું. આ મોનીટરીંગ દરમિયાન રાજુલા વિસ્તારના સિંહો દરિયાથી દુર સલામત સ્થળે જાતે જ ખસી ગયા હોવાનું પણ ધ્યાને આવ્યું છે. રાજુલા, જાફરાબાદ, ઉના, કોડીનાર કે મહુવા તાલુકાના દરિયા કાંઠાના વિસ્તારોમાંથી એક પણ સિંહ ગુમ થયાનું જણાયું નથી કે આવા કોઈ અહેવાલો પ્રાપ્ત થયા નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version