કર્મનિષ્ઠ માતા પર ગર્વ: ગયા વર્ષે પ્રેગનન્સીમાં અનેક લોકોના બચાવ્યા જીવ, આજે સાત મહિનાનું બાળક હોવ છતાં 108માં ફરજ પર

કર્મનિષ્ઠ માતા પર ગર્વ:આજે સાત મહિનાનું બાળક છતાં 108માં ફરજ પર મહિલાકર્મી

સુરતમાં જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે. તેના કારણે તબીબ હોય કે મેડિકલ સ્ટાફ દર્દીઓનો જીવ બચાવવા માટે અથાક પ્રયાસો કરી રહ્યા છે. સુરતની મહિલા જે પહેલી લહેરમાં ગર્ભવતી હોવા છતાં ફરજ પર હતી તે આજે સાત મહિનાનું બાળક હોવા છતાં ઍમ્બ્યુલન્સમાં ફરજ નિભાવવા માટે જાય છે.

કર્મનિષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ

સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે કોરોના વોરીયર્સ દિવસ રાત દર્દીઓ અને લોકોની સેવા કરી રહ્યા છે અને આવી જ એક ફરજ નિષ્ઠાનું ઉદાહરણ 108માં ફરજ બજાવતી મહિલાનું સામે આવ્યું છે. 108માં ઈએમટી તરીકે સેવા બજાવતી મહિલાનું 7 મહિનાનું બાળક હોવા છતાં હાલમાં 12 કલાક નોકરી કરી દર્દીઓની સેવા કરી રહી છે.

પહેલી અને બીજી બંને લહેરમાં ફરજ પર મહિલા

image source

સેવા એ જ પરમો ધર્મ છે અને આ જ વાતને સાર્થક કરી બતાવી છે 108માં ફરજ બજાવતી એક ૨૫ વર્ષીય મહિલાએ. જી હા સુરતના પુણા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય દિક્ષિતા વાઘાણી 108માં ઇએમટી તરીકે છેલા પાંચ વર્ષથી ફરજ નિભાવે છે. માર્ચ 2020માં 108 એમ્બ્યુલન્સની મહિલા ઇએમટી દિક્ષિતા વાઘાણીને પાંચ માસનો ગર્ભ હોવા છતાં ફરજ પર ખડેપગે રહી હતી. હાલ ઘરે સાત માસનું બાળક હોવા છતાં પણ તે સેવામાં જોડાયેલી છે.

બાળક રડે તો દીક્ષિતા જ્યાં હોય ત્યાં લઈ જાય છે પતિ

દિક્ષિતાના પતિ રમેશભાઈ પણ ખાનગી હોસ્પિટલમાં રાત્રી શિફ્ટમાં એમ્બ્યુલન્સમાં કામ કરે છે. પુત્ર દક્ષને સાચવવા માતા દિવસે નોકરી કરે છે ત્યારે પિતા માતા બની પૂત્ર ને સાચવે છે. દિવસે દક્ષ વધુ રડે કે ભૂખ લાગે અને બાળકને ફિડીગ કરાવું પડે ત્યારે દિક્ષિતાની જ્યા ફરજ હોય ત્યાં પતિ પુત્ર ને લઇને જાય છે. અને ત્યાં જ માતા બાળકને રમાડે પણ છે અને ફીડીંગ પણ કરાવે છે. જે સમયમાં માતાને બાળક સાથે રહેવું જોઈએ એ સમયમાં દિક્ષિતા 108માં ઈએમટી તરીકે ૧૨ કલાકની નોકરી કરે છે. અને લોકોની સેવા કરી રહી છે.

image source

ગર્વ છે આવા કોરોના વોરિયર પર

આપણે સૌ આજે જાણીએ છીએ કે હાલની પરિસ્થિતિમાં 108 ની ભૂમિકા સૌથી અગત્યની બની ચૂકી છે.આજે રસ્તા ઉપર સૌથી વધુ વાહનોના હોન ના અવાજો ઓછા અને 108 એમ્બ્યુલન્સના અવાજ વધુ સાંભળવા મળે છે ત્યારે આવા સમયે લોકોની સાચી સેવા ને પોતાનો પરમ ધર્મ સમજી દિક્ષિતા એ પોતાની ફરજ ઉપર પ્રથમ પ્રાધાન્ય આપી નોકરી પર રજા રાખી નથી.

દિક્ષિતાએ ધાર્યું હોત તો મેટરનીટી લીવ સાથે તે રજા લઈ શકી હોત અને બાળકનું ખાસ ધ્યાન પણ રાખી શકી હોત પરંતુ તેણે એવું નથી કર્યું અને દર્દીઓની સેવાને પ્રથમ કાર્ય સ્વીકાર્યું હતું. આ માટે તેના આત્માને સૌથી સારું સુખ અને આનંદ મળી રહ્યો છે જે માટે તે આજે પોતાની જાતને ગર્વ પણ અનુભવી રહી છે. સાથે પોતાના પરિવાર અને બાળકનું પણ ખાસ ધ્યાન આપી રહી છે.

image source

ફરજ નિષ્ઠાને સો સો સલામ

ઉલ્લેખનીય છે પોતાના પરિવાર અને બાળકની ચિંતા કર્યા વિના એક માતા હાલમાં ૧૦૮માં ૧૨ કલાકની નોકરી કરી રહી છે કારણ કે દર્દીઓને પુરતી મદદ મળી રહે. દિક્ષિતાની આ ફરજ નિષ્ઠાને સો સો સલામ છે. સાથે જ લોકોને વિનંતી છે કે તેઓ કોરોનાના આ કપરા સમયમાં બેદરકારી ન રાખીને સંપૂર્ણ ગાઈડલાઈનનું પાલન કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!