આ ટ્રસ્ટને ઘણી ખમ્માં, કૃત્રિમ પગના સહારે ત્રણ મહિનાના વાછરડાને મળ્યું નવું જીવન, ચારેકોર થઈ રહી છે વાહવાહી

કૃત્રિમ પગના સહારે ત્રણ મહિનાના વાછરડાને નવું જીવન મળવાનો એક કિસ્સો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો હરખાઈ પણ રહ્યા છે. જો આ કેસ વિશે વિગતે વાત કરવામાં આવે તો ફેસબુક પર આ ઘટના ફોટો સાથે પોસ્ટ કરવામાં આવી છે અને હવે ચારેકોર વાયરલ થઈ રહી છે.

image source

જે પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, આજથી બે મહિના પહેલા રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વાછરડાને કરૂણા એનિમલ હેલ્પલાઇન રાજકોટ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાં નિષ્ણાત તબીબો દ્વારા વાછરડાંની હાલત ગંભીર હતી. જેથી પગ બચી શકે એમ નહોતા અને પછી એક સારવાર અને સોલ્યુશનના ભાગ રૂપે છેવટે સર્જરી કરી એમ્પ્યુટેશન કરવામાં આવ્યું.

image source

કઈ રીતે આ ઘટના બની અને કામ પાર પડ્યું એના વિશે જો વાત કરીએ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે અઠવાડિયા પહેલા કરૂણા એનિમલ હેલ્પલાઇન માથી ડૉ. દીપ સોજીત્રા દ્વારા મને કોલ આવ્યો. જેમાં કહેવામાં આવ્યું કે બાબરીયા સાહેબ, એક ત્રણ મહિનાના વાછરડાનો પગ બનાવવાનો છે, થઈ જશે? મે કહ્યુ, અત્યાર સુધીમાં મે પ્રાણીઓ માટે કૃત્રિમ પગ બનાવ્યા નથી પણ હું પ્રયત્ન જરૂર કરીશ.

આગળ લખવામાં આવે છે કે બીજા જ દિવસે એમના પગનું માપ લેવામાં આવ્યું. બીજા પગમાં પણ ઘૂંટણમાં તકલીફ હતી જેના કારણે તેને ફુલ સપોર્ટ આપવાની જરૂર હતી. આજે કૃત્રિમ પગ અને સપોર્ટ દ્વારા વાછરડો ઊભો થયો અને ચાલવાની કોશિશ કરતો થયો, જેનો મને ખૂબ જ આનંદ થયો.

Posted by Hiren Babariya on Monday, 12 April 2021

 

આ સાથે જ તે પોસ્ટમાં લખવામાં આવ્યું કે ત્યાંના ડોક્ટર નિકુંજ પીપળીયા દ્વારા પણ સારો એવો સહયોગ મળ્યો. ઈશ્વરની કૃપાથી આ વાછરડો થોડા જ સમયમાં જ દોડતો થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના. ત્યારે હવે આ પોસ્ટ વાયરલ થઈ રહી છે અને લોકો આ ટ્રસ્ટના વખાણ પણ કરી રહ્યા છે. આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે અને લોકો સેવાનું કામ કરતા રહે છે.

image source

આ પહેલાં એક કિસ્સો ભારે ચર્ચામાં આવ્યો હતો કે નવસારીમાં વેસ્મા ગામ નજીક આરક સિસોદ્રા ગામની હદમાંથી પીકઅપ બોલેરો ગાડીમાં ઠાંસીઠાંસીને ભરેલા 12 વાછરડા તથા 2 ગાયને ગૌરક્ષકોની મદદથી પોલીસે બચાવી લીધા હતા. ગાડીચાલક ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યો હતો.

image source

ઘટના અંગે મળતી વિગતો મુજબ વાલોડ ગામથી સુરત તરફ એક બોલેરો ગાડીમાં 12 વાછરડા તથા 2 ગાય ઠાંસીઠાંસીને ભરીને તેને કતલખાને લઈ જવામાં આવી રહ્યાની બાતમી ગૌરક્ષક ઉમેશભાઈને મળી હતી. આથી બારડોલી તથા નવસારીન ગૌરક્ષકોએ ઠેર ઠેર વોચ ગોઠવી હતી અને બધાને બચાવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!