ગાયના આ અંગના સ્પર્ષથી તમારી ગરીબી થશે દૂર અને ઘરમાં આવશે સમૃદ્ધિ

એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સવારે સ્નાન કર્યા પછી ગાયને સ્પર્શ કરે છે, તે પાપોથી મુક્તિ મેળવે છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથો વેદ છે અને વેદ પણ ગાયના મહત્વ અને તેના અંગોમાં દૈવી શક્તિઓનું કરવામાં આવ્યું છે. ગાયના છાણમાં લક્ષ્મી, ગૌમૂત્રમાં ભવાની, પગના આગળના ભાગમાં આકાશચારી, અવાજમાં પ્રજાપતિ અને સ્તનમાં સમુદ્ર સ્થાપિત છે.

image source

એવું માનવામાં આવે છે કે ગાયના પગમાં ચોટેલી માટીનું તિલક લગાવવાથી તીર્થમાં સ્નાન કરવા જેટલુ જ પૂણ્ય મળે છે. એટલે જ, સનાતન ધર્મમાં ગાયને દેવતાઓની પ્રતિનિધિ માનવામાં આવે છે, તેને ક્યારેય માત્ર દૂધ આપનાર પશુની દ્રષ્ટીથી જોવામાં નથી આવતી.

image source

પદ્મ પુરાણ મુજબ ગાયના મોંમાં ચાર વેદો વસે છે. ભગવાન શંકર અને વિષ્ણુ હંમેશાં તેના શિંગડામાં બિરાજમાન છે. ગાયના ઉદરમાં કાર્તિકેય, માથા પર બ્રહ્મા, કપાળમાં રુદ્ર, સિંગડાના આગળના ભાગમાં ઇન્દ્ર, બંને કાનમાં અશ્વિનીકુમાર, આંખોમાં સૂર્ય અને ચંદ્ર, દાંતમાં ગરુડ, જીભમાં સરસ્વતી, ગુદામાં બધા તિર્થ, મુત્ર સ્થાને ગંગા જી,

image source

છીદ્રોમાં ઋષિ ગણ, પીઠમાં યમરાજ, દક્ષિણ પાર્શ્વમાં વરુણ અને કુબેર, ડાબી પાર્શ્વમાં મહાબાલી યક્ષ, મોંની અંદર ગંધર્વ, નાસિકાના આગળના ભાગમાં સાપ, ખરીઓ પાછળના ભાગમાં અપ્સરા. ભાવિષ્ય પુરાણ, સ્કંદ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, મહાભારતમાં પણ ગૌના અંગ-પ્રત્યંગમાં દેવતાઓના વાસનું વિગતવાર વર્ણન છે.

image source

જ્યાં ગાયનું ટોળું બેસીને આરામથી શ્વાસ લે છે, તે સ્થાનની ન માત્ર સુંદરતા વધે છે, પરંતુ તે સ્થાનના બધા પાપોનો નાશ થાય છે. તિર્થોમાં સ્નાન દાન કરવાથી, બ્રાહ્મણોને ભોજન કરાવવાથી, વ્રત અને ઉપવાસ અને જપ તપ અને હવન-યજ્ઞ કરવાથી જે પુણ્ય મળે છે તે ગાયને ઘાસચારો અથવા લીલુ ઘાસ ખવડાવવાથી પ્રાપ્ત થાય છે.

image source

ગૌ-સેવા દુખ દુર્ભાગ્ય દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે. જે લોકો ગાયની શ્રદ્ધાપૂર્વક સેવા કરે છે તેના પર દેવતા હંમેશા પ્રસન્ન રહે છે. જે ઘરમાં ભોજન લેતા પહેલા ગૌ-ગ્રાસ કાઢવામાં આવે છે તે ઘરમાં અનાજની કમી ક્યારેય રહેતી નથી. આ ઉપરાંત જે વ્યક્તિ ગાયની રોજ પૂજા કરે છે અને તેના માથા પર હાથ ફેરવે છે તો તેના જીવનની દરેક સમસ્યાઓ ગાય માતા નાશ કરે છે.

image source

એવુ પણ કહેવામાં આવે છે કે જે વ્યક્તિના હાથની રેખાઓનું ભાગ્ય નબળું હોય તે હાથમાં ગોળ રાખીને ગાય માતને જીભથી ચટાવે તો તેની ભાગ્ય રેખા ખુલી જાય છે અને જીવનના દરેક દુઃખોનું નિવારણ આવી જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ