ગાયત્રી મંત્રથી તમને તો લાભ મળવાનો જ છે પણ તમારી આવનારી પેઢીનો પણ થશે ફાયદો…

સંસારમાં રહેતા દરેક વ્યક્તિ માટે સર્વ શ્રેષ્ઠ ઉપાસના હોય તો તે છે ગાયત્રી સાધના. આ ઉપાસનાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. માતા ગાયત્રીને દેવી સ્વરૂપમાં પણ પૂજવામાં આવે છે. વળી તમામ વેદો ગાયત્રીમાંથી જ ઉત્પન્ન થયા હોવાથી તેમને વેદમાતા પણ કહેવાય છે.

image source

જેવી રીતે ગાયત્રી સાધના સર્વશ્રેષ્ઠ ગણાય છે તેમ ગાયત્રી મંત્રનો મહિમા પણ અપરંપાર છે. જો કે મોટાભાગના લોકો આ શક્તિથી અજાણ હોવાના કારણે તેનો લાભ લેતાં નથી. દરેક ઘરના નાના બાળકોથી લઈ વયોવૃદ્ધ સુધી તમામને ગાયત્રી મંત્ર તો કંઠસ્થ જ હોય છે પરંતુ દિવસ રાતની દોડધામમાં ફસાયેલા લોકો આ મંત્રનો જાપ કરી તેનો લાભ લેવાનું ચુકી જાય છે.

image source

ગાયત્રી મંત્રની એક માળા એટલે કે 108 મંત્ર જાપ જો રોજ કરવામાં આવે તો અનેક લાભ થાય છે. આ લાભમાં સૌથી પહેલા છે સકારાત્મક વિચારો. જી હાં જો કોઈ વ્યક્તિ નકારાત્મક વિચારો અને નિરાશાથી ઘેરાયેલી રહેતી હોય તો તેણે રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્ર જાપ શરૂ કર્યાની સાથે જ મનમાં ભરાયેલી નકારાત્મકતા દૂર થવા લાગશે અને મન હળવું થઈ જશે.

image source

ગાયત્રી મંત્ર એકમાત્ર એવો મંત્ર છે જે વ્યક્તિની આવનારી પેઢીનો પણ ઉદ્ધાર કરી દે છે. જે ઘરમાં ગાયત્રી મંત્રનો જાપ રોજ થાય છે ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે. વેદમાતા ગાયત્રી જગતની પ્રાણશક્તિ છે. તેમની સાધના કરવાથી બળ, બુદ્ધિ, ઐશ્વર્ય વધે છે અને સાથે જ મનની ઈચ્છાઓ પણ પૂર્ણ થાય છે. આ મંત્રના પ્રભાવને વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત